Western Times News

Gujarati News

મુસ્લિમ છોકરીઓના હિંદુ સાથે લગ્ન કરીને ધર્મ પરિવર્તનના મામલા વધ્યાઃ કોંગ્રેસના ધારાસભ્ય

ગાંધીનગર, કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે કહ્યું કે, ગુજરાતમાં પણ લઘુમતી મંત્રાલય હોવું જાેઈએ અને લઘુમતીઓની વસ્તી પ્રમાણે બજેટ પણ વધવું જાેઈએ. ગુજરાત વિધાનસભામાં મોબ લિંચિંગ પર ચાલી રહેલી ચર્ચા વચ્ચે ગુજરાતના કોંગ્રેસના ધારાસભ્યે ધર્મ પરિવર્તનને લઈને મોટું નિવેદન આપ્યું છે.

કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે ગુજરાત વિધાનસભામાં જણાવ્યું હતું કે, છેલ્લાં ૨ વર્ષમાં વધુ મુસ્લિમ છોકરીઓએ હિન્દુ ધર્મ સ્વીકાર્યો છે અને હિન્દુ છોકરાઓ સાથે લગ્ન કર્યા છે. કોંગ્રેસના ધારાસભ્યએ કહ્યું કે, આવી સામાજિક ઘટનાઓને લોકો સમક્ષ રજૂ કરવી જાેઈએ.

બે દિવસ પહેલા એક મુસ્લિમ યુવક મણિનગરમાં એક હિંદુ મહિલા મિત્ર સાથે હતો. તેને ખરાબ રીતે મારવામાં આવ્યો હતો. બાળકીના પિતાએ પોલીસને જણાવ્યું કે, બંને પરિવાર નજીકના છે અને આ ઘટના દુર્ભાગ્યપૂર્ણ છે. પિતાના આ નિવેદન છતાં હજુ સુધી કોઈ ફરિયાદ નોંધાઈ નથી. અમે છેલ્લાં ઘણા વર્ષોથી જાેઈ રહ્યા છીએ કે એક સમુદાયને નિશાન બનાવવામાં આવી રહ્યો છે.

ન્યૂઝ ચેનલો પણ હિંદુ-મુસ્લિમ ચર્ચાઓથી ભરેલી છે. છેલ્લા બે વર્ષમાં લગ્ન માટે ધર્મ પરિવર્તન કરનાર હિંદુ બહેનો કરતાં વધુ મુસ્લિમ દીકરીઓએ હિંદુ ધર્મ અપનાવ્યો છે અને લગ્ન કર્યા છે. ગયા વખતે મેં મંત્રીને આવા ૧૦૦ ઉદાહરણ આપ્યા હતા.

આ ગંભીર બાબત છે કે, આવા મુદ્દાઓને ટિ્‌વસ્ટ કરીને રજૂ કરવામાં આવે છે. કોંગ્રેસના ધારાસભ્યએ ગુજરાત સરકાર પર લઘુમતીઓની અવગણના કરવાનો આરોપ પણ લગાવ્યો હતો. શેખે કહ્યું, ગયા વર્ષે રૂ. ૭,૧૬૧ લાખનું બજેટ ફાળવવામાં આવ્યું હતું અને તેમાંથી રૂ. ૨,૨૦૦ લાખનો ખર્ચ થયો ન હતો. આ વર્ષે સરકારે ૮,૦૫૮ લાખ રૂપિયા ફાળવ્યા છે.

લઘુમતી વસ્તીને ધ્યાનમાં લેતાં આ ઘણું ઓછું છે. કોંગ્રેસના ધારાસભ્યે ગુજરાતમાં લઘુમતી મંત્રાલયની પણ માંગ કરી હતી. તમને જણાવી દઈએ કે, ગુજરાતમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે.

એવું પણ માનવામાં આવી રહ્યું છે કે, એમની આ વાતના પડઘા દિલ્હી સુધી પડી શકે એમ છે. જાેકે, હજુ સુધી આ મુદ્દે કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી. ધર્મ પરિવર્તન કરનારાઓની સંખ્યા વધી રહી છે એવું વિપક્ષ નેતાઓનું કહેવું છે. પણ મુદ્દો એ છે કે, કોઈ ચોક્કસ ધર્મ કે સમુદાને ટાર્ગેટ કરીને આ બધી વસ્તુ થઈ રહી છે. આ વખતનું સત્ર મુદ્દાસર રીતે તોફાની રહ્યું છે. જેમાં કેટલાક મુદ્દાના જવાબ સરકાર આપી શકી નથી. જ્યારે વિપક્ષના ધારાસભ્યો લડી લેવાના મૂડમાં જાેવા મળ્યા છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.