Western Times News

Gujarati News

શાંતિ વાર્તા માટે મળેલી બેઠક બાદ ત્રણ વાર્તાકારોને ઝેર અપાયું હતું

કીવ, રશિયા અને યુક્રેન વચ્ચે એક મહિનાથી વધારે સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. હજી સુધી આ યુદ્ધનું કોઈ નિરાકરણ નથી આવ્યું. આ દરમિયાન એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે જેમાં કહેવામાં આવી રહ્યું છે કે યુક્રેનમાં કેમિકલ હુમલાની શરુઆત થઈ ગઈ છે.

નોંધનીય છે કે પ્રસિદ્ધ યૂરોપિયન ફૂટબોલ ક્લબ ચેલ્સી એફસીના માલિક રોમન અબ્રામોવિચમાર્ચ મહિનાની શરુઆતમાં યુક્રેનમાં શાંતિ વાર્તા માટે રાજધાની કીવ પહોંચ્યા હતા.

અબ્રામોવિચ રશિયન નાગરિક છે. વોલ સ્ટ્રીટ જનરલના રિપોર્ટ અનુસાર, આ દરમિયાન તેમના પર અને યુક્રેનના અન્ય લોકો પર પોઈસન એટેકકરવામાં આવ્યો હતો.

અબ્રામોવિચ સહિત ૩ લોકોમાં અજીબોગરીબ લક્ષણો જાેવા મળી રહ્યા છે જેમ કે શરીરમાં દુખાવો, આંખો લાલ થઈ જવી, હાથ અને મોઢા પરની ચામડી છૂટી પડવી વગેરે.આ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ૩ માર્ચના રોજ રોમન અબ્રામોવિચ સહિત ૩ શાંતિ વાર્તાકારોને બેઠક પછી ઝેર આપવામાં આવ્યુ હતું.

રોમન અબ્રામોવિચ રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં પીસમેકર તરીકે કામ કરી રહ્યા હતા. બેઠકમાં તેમની સાથે અન્ય એક રશિયન વેપારી અને યૂક્રેનના સાંસદ ઉમેરોવ હાજર હતા. આ વાતચીત રાતના ૧૦ વાગ્યા સુધી ચાલી હતી, ત્યારપછી આ ત્રણ લોકોએ ઝેર આપ્યું હોવાના લક્ષણો અનુભવ્યા હતા.

વોલ સ્ટ્રીટ જનરલે સૂત્રોના માધ્યમથી જણાવ્યું છે કે, બેઠકમાં હાજર ૩ લોકોએ મોસ્કોમાં હાજર કટ્ટરપંથીઓ પર કેમિકલ હુમલો કરવાનો આરોપ મૂક્યો છે. વાસ્તવમાં આ કટ્ટરપંથી નહોતા ઈચ્છતા કે યુદ્ધનો અંત આવે, તેઓ આ શાંતિવાર્તાને સંપૂર્ણપણે નિષ્ફળ બનાવવા માંગતા હતા. ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા જ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જાે બાઈડને રશિયાને ચેતવણી આપી હતી કે જાે તે પરમાણુ હુમલો કરશે તો માઠા પરિણામ ભોગવવા પડશે.

આ દરમિયાન એક મહત્વના સમાચાર એ છે કે કીવમાં ગોળી વાગવાને કારણે ઈજાગ્રસ્ત થયેલા ભારતીય વિદ્યાર્થી હરજાેત સિંહને દિલ્હીની હોસ્પિટલમાંથી રજા મળી ગઈ છે, જાે કે સંપૂર્ણપણે સ્વસ્થ થવામાં તેને એક વર્ષનો સમય લાગી શકે છે. હરજાેત સિંહ યુક્રેનથી નીકળવાનો પ્રયત્ન કરી રહ્યો હતો ત્યારે તેના પર ગોળીબાર થયો હતો અને તે ઈજાગ્રસ્ત થઈ ગયો હતો. ચાર દિવસ સુધી તે બેભાન રહ્યો હતો.

નોંધનીય છે કે આજે તુર્કીમાં યુક્રેન અને રશિયા વચ્ચે વાતચીત થવાની છે. તુર્કીના રાષ્ટ્રપ્રમુખે કહ્યું છે કે તેઓ મંગળવારે થનારી વાતચીત પહેલા યુક્રેન અને રશિયાના પ્રતિનિધિમંડળો સાથે મુલાકાત કરશે. તેમણે પુતિન અને ઝેલેન્સ્કી સાથે પણ ફોન પર વાતચીત કરી હતી. તેમણે આ બાબતે વિસ્તૃત જાણકારી નથી આપી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.