Western Times News

Gujarati News

વીજ સમસ્યાના ઉકેલ માટે કચ્છમાં ‘સોલર એનર્જી પાક’ ઉભુ કરાશે

પ્રતિકાત્મક

સૂર્યની એનર્જીમાંથી ૩૦ હજાર મેગાવૉટ ઉત્પાદન કરવાની યોજના આગામી દિવસોમાં આકાર લેશે

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ, કુદરતે આપણને ભરપૂર આપ્યુ છે. હવા, પાણી, પ્રકાશ ફ્રીમાં આપ્યુ છે તેનો કોઈ ચાર્જ હોતો નથી. આજે એવી સ્થિતિ છે કે આપણને કુદરત તરફથી બક્ષવામાં આવેલી અમૂલ્ય ચીજવસ્તુઓનો દૂરૂપયોગ કરવામાં આવી રહ્યો છે. વૃક્ષોનું નિકંદન થઈ રહ્યુ છે. લીલોતરી ખતમ થઈરહી છે. હવામાં ધુમાડો છોડી વાતાવરણને પ્રદુષિત કરવામાં આવી રહ્યુ છે.

જમીનમાંથી બેફામ રીતે પાણી-ખનીજાે કાઢી લઈને પેટાળમાં જાણે કે ‘વેક્યુમ’ સજ્ર્યુ છે. જાે કે ધીમે ધીમે જાગૃતિ આવી રહી છે. વૃક્ષો વાવવાની પ્રક્રિયા ઝડપી બની રહી છ. અમુક પ્રકારના પ્લાસ્ટીકના વપરાશ પર પ્રતિબંધ છે. લોકોની સાથે સરકારો મુહિમમાં જાેડાઈ રહી છે. આ બધામાં સૌથી મહત્ત્વના પરિબળ ગણાતા ખેતીનું વાતાવરણ અનિશ્ચિત બન્યુ છે. પાણી-વીજળી સહિતની સમસ્યાઓથી ખેતી ઝઝુમી રહી છે.

ગ્લોબલ વોર્મિંગ સહિતના કારણોસર વરસાદની અનિશ્ચિતતા વધી ગઈ છે. કમોસમી વરસાદે કિસાનોને વ્યાપક નુકશાન કર્યુ છે તેે તો સૌ કોઈ જાણે જ છે. ખેતીમાં પાણી-વીજળી મહત્ત્વના પરિબળ છે. ખાસ કરીને વીજળીનું ઉત્પાદન મોંઘુ થયુ છે. તો બીજી તરફ ખેતીને પૂરતા પ્રમાણમાં વીજળી મળતી નથી. કચ્છ,બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા સહિના વિસ્તારોમાં કિસાનો સમક્ષ વીજળીની સમસ્યા જાેવા મળી હતી.

તાજેતરમાં આ સંદર્ભમાં આંદોલન થયા હતા. ખેતીને વીજળી મળી રહે એ માટે કુદરતી વીજળીનું આયોજન હાથ ધરાયુ છે. સૂર્યમાંથી જે અગનગોળા વરસી રહ્યા છે તેનો ઉપયોગ ‘સોલાર એનર્જી’ તરીકે થઈ શકે છે.તેના માટે કચ્છમાં આગામી દિવસોમાં એક મોટુ આયોજન કરાઈ રહ્યુ છે.

કિસાન સંઘના સુત્રોમાંથી જાણવા મળ્યા અનુસાર કચ્છમાં ૩૦ હજાર મેગાવૉટનું ઉત્પાદન કરવામાં આવશે. સોલાર એનર્જીના માધ્યમથી અંદાજે ૩૦ હજાર મેગાવૉટ એનર્જીનુૃ ઉત્પાદન કરવામાં આવશે. રણમાં સૂર્યની પ્રચંડ એનર્જીનો ઉપયોગ કરાશે. દિવસ દરમ્યાન ખેડૂતોને એના મારફતે વીજળી મળશે. માત્ર કચ્છ નહીં અન્ય વિસ્તારોને પણ તેનાથી વીજળી મળશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.