Western Times News

Gujarati News

સેવાલીયા પોલીસ સ્ટેશનને બેસ્ટ પોલીસ સ્ટેશનનો એવોર્ડ એનાયત કરાયો

તસવીરઃ મોહસીન વ્હોરા, સેવાલીયા

સેવાલીયા, ખેડા જિલ્લામાં આવેલા સેવાલીયા પોલીસ મથક ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા શ્રેષ્ઠ કામગીરી બદલ ગુજરાતના સૌથી શ્રેષ્ઠ પોલીસ મથકનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. એવોર્ડ મળતાં જ સેવાલીયા પોલીસમાં ખુશી જોવા મળી હતી.
સેવાલીયા પીએસઆઈ એ.બી.મહરિયાએ પોતાના હસ્તક પોલીસ મથકમાં શ્રેષ્ઠ કામગીરી બજાવતા ખેડા જિલ્લાને ગુજરાતમાં ગૌરવ અપાવવાનો શ્રેય પોતાના નામે કર્યો તેવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. તેમજ આ કામગીરીને લઇને સમગ્ર ગુજરાતમાં ખેડા જિલ્લાનું નામ રોશન થયુ છે. તેમજ અન્ય પોલીસ મથકોને પણ આ પ્રમાણેની કામગીરી કરવા માટેની પ્રેરણા મળી છે.
રાજ્યમાં દરેક વર્ષે આયોજિત થતી ડીજીપી, આઈ.જી.પી કોન્ફરન્સ દરમિયાન કેન્દ્ર સરકાર દ્વારા સેવાલિયા પોલીસ સ્ટેશનને વર્ષ-૨૦૨૧ માટે રાજ્યનું બેસ્ટ પોલીસ સ્ટેશન તરીકે જાહેર કરવામાં આવ્યું છે.
રાજ્યના જાહેર કરાયેલ બેસ્ટ પોલીસ સ્ટેશનના રેન્જ વડા, પોલીસ અધિક્ષક, વિભાગીય નાયબ પોલીસ અધિક્ષક તથા પોલીસ સ્ટેશના ઇન્ચાર્જ ઓને પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીઓની અધ્યક્ષતામાં શુક્રવારે ૧૨:૦૦ વાગે કેન્દ્ર સરકાર દ્વારા ઇસ્યુ કરાયેલ સર્ટિ ફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા.
ગત વર્ષ દરમિયાન સેવાલિયા પોલીસ સ્ટેશનમાંથી લગભગ ૮૨ રૂ. લાખ થી વધારે નો વિદેશી દારૂ પકડ્યો હતો. અને ૨૮ જેટલા કેસ, હથિયારના કુલ ૮ કેસ કરવામાં આવ્યા છે.

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.