Western Times News

Gujarati News

દિલ્હી સરકારની નવી યોજનામાં હવે પ્રવાસીઓને ભાડા પર સસ્તા ફ્લેટ મળશે

નવીદિલ્હી, દિલ્હી સરકારે એફોર્ડેબલ રેન્ટલ હાઉસિંગ કોમ્પ્લેક્સ સ્કીમને મંજૂરી આપી છે. જેના કારણે દિલ્હી બહારથી અહીં નોકરી કરવા આવેલા લોકોને આગામી દિવસોમાં સસ્તા ફ્લેટ ભાડા પર મળી શકશે. એફોર્ડેબલ રેન્ટલ હાઉસિંગ કોમ્પ્લેક્સ યોજનાનો બે વર્ષથી વિરોધ હતો, પરંતુ હવે આ યોજનાને મંજૂરી મળી ગઈ છે. આ સ્થિતિમાં દિલ્હીમાં યુપી-બિહારથી આવતા મજૂર વર્ગના લોકોને ઘણો ફાયદો થશે.

આ સ્કીમ દ્વારા તેમને ભાડા પર સસ્તા ફ્લેટ મળશે. આ યોજના હેઠળ બહારના વ્યક્તિ જે તે જ વિસ્તારમાં કામ કરતી હોય તેને ફ્લેટ આપવાનો પ્રયાસ કરવામાં આવશે.

આનાથી તેમના જીવનનિર્વાહની સમસ્યા તો દૂર થશે, સાથે જ તેમને કામ માટે દૂર સુધી જવું પડશે નહીં. આ ફ્લેટ સસ્તા દરે ઉપલબ્ધ કરાવવામાં આવશે, જેથી ગરીબ લોકોને આર્થિક સમસ્યાનો સામનો ન કરવો પડે. આ સાથે આ ફ્લેટમાં પાણી, વીજળી સહિતની અન્ય જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ ઉપરાંત ટ્રાફિક કનેક્ટિવિટીનું પણ ધ્યાન રાખવામાં આવશે.

દિલ્હી અર્બન શેલ્ટર ઈમ્પ્રૂવમેન્ટ બોર્ડ શહેરમાં શહેરી ગરીબોને આવાસ ઉપલબ્ધ કરાવવા માટે નોડલ એજન્સી છે. દિલ્હી સરકાર છઇૐઝ્ર યોજનાને લાગુ કરવા માટે સંમત થઈ ગઈ છે. મંત્રાલયને લગભગ ૧૮૦૦૦ ફ્લેટને છૂટ આપવા વિનંતી કરવામાં આવી છે.

આ માટે દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર અનિલ બૈજલે હાઉસિંગ અને અર્બન અફેર્સ મિનિસ્ટર હરદીપ સિંહ પુરીને પત્ર પણ લખ્યો છે. બૈજલે વિનંતી કરી છે કે જવાહરલાલ નેહરુ નેશનલ અર્બન રિન્યુઅલ મિશન હેઠળ દિલ્હી સરકાર દ્વારા બાંધવામાં આવેલા ૧૮૬૩૯ ફ્લેટને  સ્કીમમાંથી મુક્તિ આપવામાં આવે. બીજી તરફ સ્લમ વિસ્તારમાં રહેતા લોકોને ટૂંક સમયમાં ફ્લેટમાં શિફ્ટ કરવાના પ્રયાસો ચાલુ છે.

આ ફ્લેટ અર્બન શેલ્ટર ઈમ્પ્રૂવમેન્ટ બોર્ડ અને દિલ્હી સ્ટેટ ઈન્ડસ્ટ્રીયલ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા વિકસાવવામાં આવી રહ્યા છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.