Western Times News

Gujarati News

દિલ્હીમાં યુએસ એમ્બેસીના બોર્ડ પોસ્ટર લાગ્યા, લખ્યું – બાઈડન સરકાર ભારતને ડરાવવાનું બંધ કરે!

નવી દિલ્હી, યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ ચરમસીમાએ છે. આ યુદ્ધમાં અમેરિકાને પણ ઘણું નુકસાન થઈ રહ્યું છે. અમેરિકા ઈચ્છે છે કે ભારત રશિયા સાથેનો વેપાર બંધ કરે, પરંતુ મોદી સરકારે આવું કોઈ પગલું ભર્યું ન હતું. જેના કારણે બાઈડન સરકાર ભારતને સતત ચેતવણી આપી રહી છે. આ દરમિયાન દિલ્હીમાં યુએસ એમ્બેસી સામે અજાણ્યા લોકોએ એક પોસ્ટર ચોંટાડ્યું હતું, જેમાં લખ્યું છે કે યુએસ સરકાર ભારતને ડરાવવાનું બંધ કરે.

માહિતી અનુસાર, યુએસ એમ્બેસીની બહાર એક બ્લુ બોર્ડ છે, જેના પર શુક્રવારે રાત્રે કોઈએ પોસ્ટર ચોંટાડ્યું હતું. તેના પર લખ્યું છે કે ‘ભારતને ડરાવવાનું બંધ કરો’. રાત્રે લગભગ ૧૦.૧૫ વાગ્યે દિલ્હી પોલીસને માહિતી આપવામાં આવી હતી. મામલાની ગંભીરતાને જાેતા એક ટીમ તરત જ સ્થળ પર પહોંચી અને દિલ્હી પ્રિવેન્શન ઓફ ડિફેક્શન ઓફ પ્રોપર્ટી એક્ટ હેઠળ કેસ નોંધ્યો. દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, સર્વેલન્સ દ્વારા આરોપીઓને શોધવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

પોસ્ટરમાં લખ્યું છે કે બાઈડન પ્રશાસન ભારતને ધમકી આપવાનું બંધ કરો. અમને તમારી જરૂર નથી. અમેરિકાને ચીન સામે ભારતની જરૂર છે. અમને અમારા તમામ શિસ્તબદ્ધ અને બહાદુર ભારતીય સશસ્ત્ર દળો પર ગર્વ છે. જય જવાન, જય ભારત.

જાે કે હવે આ પોસ્ટરને હટાવી દેવામાં આવ્યું છે, પરંતુ તેનો ફોટો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. યુક્રેન સાથેના યુદ્ધ વચ્ચે રશિયાના વિદેશ પ્રધાન સર્ગેઈ લવરોવે ભારતની મુલાકાત લીધી અને ઘણા ટોચના નેતાઓને મળ્યા.

આ દરમિયાન તેમણે સ્પષ્ટ કહ્યું કે રશિયા અને ભારતના સંબંધો ખૂબ જ મજબૂત છે. ભારત જે માંગે તે પુરી પાડવા માટે રશિયન સરકાર તૈયાર છે. રશિયાના મંત્રીના આ નિવેદનથી અમેરિકાને વધુ મરચા લાગ્યા છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.