Western Times News

Gujarati News

ડોમેસ્ટિક ફ્લાઈટમાં નોન-વેજ ફૂડ પર પ્રતિબંધ મૂકવામાં આવે

રાજકોટ, ગુજરાત એનિમલ વેલ્ફેર બોર્ડના સભ્યો દ્વારા માંગ કરવામાં આવી છે કે ડોમેસ્ટિક ફ્લાઈટ્‌સમાં મુસાફરોને પીરસવામાં આવતા માંસાહારી ભોજન પર પ્રતિબંધ મૂકવામાં આવે.

ઉલ્લેખનીય છે કે આ બોર્ડ દ્વારા થોડા વર્ષો પહેલા માંગ કરવામાં આવી હતી કે પશુધનની નિકાસ પર પ્રતિબંધ મૂકવામાં આવે. હવે બોર્ડ દ્વારા દેશની તમામ ફ્લાઈટ્‌સમાં નોન-વેજ ફૂડ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી છે.

ગુજરાત એનિમલ વેલ્ફેર બોર્ડના સભ્યો તેમજ જૈન સમાજના અમુક આગેવાનો દ્વારા સિવિલ એવિએશન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાને પત્ર લખીને કહ્યું છે કે તેમના દ્વારા તમામ એરલાઈન્સને માંસાહાર પીરસવાનું બંધ કરવાનો આદેશ આપવામાં આવે.

આ બોર્ડના એક સભ્ય રાજેન્દ્ર શાહ ૩૦મી માર્ચના રોજ જ્યોતિરાદિત્ય સિંધિયાને લખેલા પત્ર વિશે વાત કરતાં જણાવે છે કે, શાકાહારી લોકોના બદલે અમે આ વિનંતી સરકાર સમક્ષ કરી છે. ફ્લાઈટમાં નોન-વેજ ફૂટ પીરસવામાં આવે છે ત્યારે આ લોકોની લાગણીઓ દુભાય છે. અને જ્યારે શુદ્ધ શાકાહારી મુસાફરોને ભૂલથી નોન-વેજ ફૂડ આપી દેવામાં આવે છે ત્યારે તેમને ઘણો કડવો અનુભવ છે.

ઉલ્લેખનીય છે કે ટોક્યોથી દિલ્હી જતી એક ફ્લાઈટમાં શુદ્ધ શાકાહારી મુસાફરને કથિત રીતે નોન-વેજ ફૂડ ભૂલથી પીરસાઈ ગયું હોવાની તાજેતરમાં બનેલી ઘટનાના સંદર્ભમાં આ પત્ર લખવામાં આવ્યો છે.

અમારા સહયોગી ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથેની વાતચીતમાં રાજેન્દ્ર શાહે જણાવ્યું કે, મારી તે મુસાફર સાથે વાત થઈ હતી. તે કોઈ દિવસ ડુંગણી, લસણ કે બટેટા પણ નથી ખાતો. તેના માતા પિતાની પણ લાગણીઓ દુભાઈ હતી. માટે મેં સરકાર સમક્ષ આ માંગ કરી છે.

એનિમલ વેલ્ફેર બોર્ડ ઓફ ઈન્ડિયાના અન્ય એક સભ્ય મિત્તલ ખેતાણી જણાવે છે કે, આ માત્ર વેજ અથવા નોન-વેજ ફૂડનો પ્રશ્ન નથી, હાઈજીનનો પણ પ્રશ્ન છે. નોન-વેજ ફૂડની ગુણવત્તા હંમેશા શંકાસ્પદ હોય છે. ફ્લાઈટ્‌સમાં ઘણાં લોકોનો અનુભવ છે કે માંસાહારને હજમ કરવામાં મુશ્કેલી થાય છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.