Western Times News

Gujarati News

કોરોના મહામારી દરમિયાન ‘અન્ન યોજના’ સંજીવની સાબિત થઈ: IMF

નવી દિલ્હી, રેટિંગ એજન્સી ઈન્ટરનેશનલ મોલિટરીંગ ફંડ(IMF)એ એકવાર ફરી મોદી સરકારના વખાણ કર્યા છે. IMFના અનુસાર કેન્દ્ર સરકારે કોરોના દરમિયાન જે પ્રકારે કામ કર્યુ છે, તે તારીફના લાયક છે. પોતાના એક રિપોર્ટમાં IMFએ કહ્યુ કે, ભારતે કોરોનામાં ખાદ્ય સુરક્ષા યોજના, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (PMGKAY)ના માધ્યમથી અતિ ગરીબીમાં વધારા થવાના ખતરાને ખૂબ જ સારી રીતે સંભાળ્યુ છે.

IMFના એક નવા રિપોર્ટ મુજબ જાણવા મળ્યુ છે કે, 2019માં અતિ ગરીબી (પીપીપી 1.9 પ્રતિ વ્યક્તિ પ્રતિ દિવસથી ઓછો) 1 ટકાથી ઓછો છે અને આ મહામારી વર્ષ 2020 દરમિયાન પણ એ જ સ્તરે છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે, ખાદ્ય સુરક્ષા યોજના, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના, કોરોના મહામારી દરમિયાન ભારતમાં અતિ ગરીબીના સ્તરમાં વૃદ્ધિને રોકવામાં મહત્વપૂર્ણ રહી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે, પહેલીવાર ગરીબી અને અસમાનતા પર ખાદ્ય સબસિડી પર પ્રભાવ પડ્યો છે.

IMFના રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે PMJKYA ભારતમાં અતિ ગરીબીના સ્તરમાં કોઈ વૃદ્ધિ રોકવામાં મહત્વપૂર્ણ તો હતી પણ, ગરીબો પર કોરોનાને લીધે આવકમાં આવેલી કમીને ઝેલવા માટે શક્તિ આપનાર હતી. રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે, ખાદ્ય પાત્રતાને આ દરમિયાન બમણુ કરવામાં આવ્યો હતો. જેના લીધે નીચેના વર્ગ સુધીનાને ફાયદો થયો.

આ લાભ રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમના અંતર્ગત સમાવેશ કરવામાં આવેલા લોકોને પ્રદાન કરવામાં આવી છે. જો ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર(DBT)માં સામેલ છે. જણાવી દઈએ કે, સરકારે માર્ચ 2020માં લગભગ 80 કરોડ રાષ્ટ્રીય અધિનિયમના લાભાર્થીઓને વધારાનુ મફત અનાજ (ઘઉં-ચોખા)ના વિતરણની ઘોષણા કરી હતી, જે કોરોનાને ધ્યાનમાં લઈને કરવામાં આવેલો નિર્ણય હતો.

પીએમ મોદીને પાછલા મહિને PMJKYAને સપ્ટેમ્બર 2022 સુધી વધીરવાની ઘોષણા કરવામાં આવી હતી. PMJKYAમાં જરૂરિયાતમંદ લોકોને મફત ખાદ્યાન ઉપલબ્ધ કરવામાં આવ્યુ હતું. દેશમાં કોરોના મહામારીને કારણે માર્ચ 2020માં આ યોજનામાં તેજી લાવવામાં આવી હતી અને પાછલા વર્ષ નવેમ્બરમાં માર્ચ 2022 સુધી ચાર મહિના માટે વધારવામાં આવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.