Western Times News

Gujarati News

રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે શસ્ત્રો અને હથિયારોની માંગમાં વધારો

મોસ્કો, રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે હવે આગામી સમયમાં ફરી શસ્ત્રો અને હથિયારોની માંગમાં બમ્પર વધારો થવાની સંભાવના વ્યકત કરવામાં આવી છે. પરમાણુ મિસાઇલ અને બોમ્બ માટેનું વૈશ્વિક બજાર દસ વર્ષની અંદર જ 126 અબજ ડોલરને વટાવી જશે. એલાઇડ માર્કેટ રિસર્ચના અહેવાલ મુજબ યુક્રેનમાં રશિયન આક્રમણ લશ્કરી ખર્ચને વેગ આપશે.

2020ના 73 અબજ ડોલરના લેવલેથી 2030 સુધીનું આ બજાર અંદાજે 73% વધારે હશે. કોરોના મહામારીને કારણે આરોગ્ય ખર્ચ વધતા સંરક્ષણ ક્ષેત્રનું પ્રાધાન્ય ઘટ્યું હતુ પરંતુ વર્તમાન તંગ વાતાવરણને પગલે સેક્ટરની રિકવરી ઝડપી બનશે. મોટા સૈન્ય બજેટમાં 2030 સુધી 5.4%ના વાર્ષિક ચક્રવૃદ્ધિ દરે વધારો થવાની સંભાવના છે.

આગાહી કરવામાં આવી છે કે એરક્રાફ્ટ અને જમીન-આધારિત મિસાઇલો દ્વારા સરળતાથી તૈનાત કરી શકાતા નાના પરમાણુ હથિયારોની માંગ સૌથી ઝડપથી વૃદ્ધિને પામશે અને તે જ સમગ્ર સેક્ટરને વેગ આપશે. સબમરીન-લોન્ચ્ડ બેલિસ્ટિક મિસાઇલો (SLBMs)​​2020માં બજારનો 25% હિસ્સો ધરાવે છે.

ઉત્તર અમેરિકા 2020માં અડધાથી વધુ વૈશ્વિક બજાર પર પ્રભુત્વ ધરાવે છે, ત્યારે અહેવાલમાં આગાહી કરવામાં આવી છે કે ભારત, પાકિસ્તાન અને ચીન દ્વારા તેમના પરમાણુ શસ્ત્રાગારને મજબૂત બનાવવાની પહેલ પર એશિયા-પેસિફિક પ્રદેશમાંથી સૌથી ઝડપી વૃદ્ધિ થશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.