Western Times News

Gujarati News

શ્રીલંકામાં આર્થિક સંકટ વચ્‍ચે રાષ્ટ્રપતિએ કટોકટી હટાવાની જાહેરાત કરી

કોલંબો, ભીષણ આર્થિક સંકટનો સામનો કરી રહેલા શ્રીલંકામાં રાજનૈતિક સંકટમાં પણ ગરમાવો થતો જોવા મળ્‍યો છે. સત્તારૂઢ ગઢબંધનના ડઝન સાંસદોએ સરકારનો સાથ છોડી દીધો છે.

૨ દિવસ પહેલા નિયૂક્‍ત કરેલા નવા નાણાંકીયᅠમંત્રી અલી સાબરીએ પણ ૨૪ કલાકની અંદર રાજીનામુ આપી દીધું. સરકારનાᅠઅલ્‍પમતમાં આવ્‍યા બાદ રાષ્ટ્રપતિ ગોટાબાયાએ જાહેરાત કરી છે કે તેઓ રાજીનામું આપશે નહીં અને સંસદમાં બહુમતી સાબિત કરનાર કોઈપણ પક્ષને સત્તા સોંપવા તૈયાર છે.

એવું માનવામાં આવે છે કે રાષ્ટ્રપતિ તેમના મોટા ભાઈ મહિન્‍દા રાજપક્ષેના સ્‍થાને નવા વડા પ્રધાનની નિમણૂક કરી શકે છે અથવા મધ્‍યસત્ર ચૂંટણી યોજી શકે છે. ત્‍યાં ૨૦૨૨માં સામાન્‍ય ચૂંટણી યોજાવાની છે.

સાબરીએ રાષ્ટ્રપતિને લખેલા પત્રમાં કહ્યું, ‘વિચારણા કર્યા પછી અને વર્તમાન પરિસ્‍થિતિને ધ્‍યાનમાં રાખ્‍યા પછી, હું હવે રાષ્ટ્રપતિને અભૂતપૂર્વ સંકટનો સામનો કરવા માટે નવા અને અસરકારક પગલાં લેવાની સલાહ આપું છું.’

આ સમયે નવા નાણામંત્રીની નિમણૂક સહિતના બિનપરંપરાગત પગલાં લેવાની જરૂર છે. બાસિલ રાજપક્ષે, જેમને નાણા પ્રધાન પદેથી હટાવી દેવામાં આવ્‍યા હતા, તે શાસક શ્રીલંકા પોદુજાના પેરામુના (SLPP) ગઠબંધનમાં અસંતોષના કેન્‍દ્રમાં હતા.

પૂર્વ રાજય મંત્રી નિમલ લાન્‍ઝાને ટાંકીને જણાવ્‍યું હતું કે સરકારને સમર્થન આપનારા ૫૦ થી વધુ સાંસદોએ મંગળવારે સંસદમાં સ્‍વતંત્ર જૂથ તરીકે કામ કરવાની જાહેરાત કરી હતી. તેમનું કહેવું છે કે સક્ષમ જૂથને સત્તા ન સોંપાય ત્‍યાં સુધી તેઓ આ ભૂમિકામાં રહેશે. ભૂતપૂર્વ પ્રધાન વિમલ વીરવંશે પણ જાહેરાત કરી હતી કે સરકારમાં ૧૦ પક્ષોના સાંસદો ગઠબંધન છોડી દેશે.

શ્રીલંકાની સંસદનું ચાર દિવસીય સત્ર મંગળવારથી શરૂ થયું હતું. વરિષ્ઠ વિપક્ષી નેતા રાનિલ વિક્રમસિંદ્યે સ્‍પીકરને કહ્યું, ‘સંબંધિત મંત્રીઓની ગેરહાજરીમાં એજન્‍ડા પરની ચર્ચા સામે અમને વાંધો છે.’ અનુરા કુમારાએ કહ્યું કે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ મૈત્રીપાલા સિરીસેનાની શ્રીલંકા ફ્રીડમ પાર્ટી (SLFP) સહિત ગઠબંધનમાં અન્‍ય પક્ષો અલગ થયા પછી ડેપ્‍યુટી સ્‍પીકરની નિમણૂક પણ જરૂરી હતી. ડેપ્‍યુટી સ્‍પીકર રણજીત સિયામ્‍બલાપટિયાએ રાજીનામું આપી દીધું છે.

મુખ્‍ય વિપક્ષી નેતા સાજીથ પ્રેમદાસાએ કહ્યું કે વિરોધીઓ પર ધ્‍યાન આપવાની જરૂર છે કારણ કે તેઓ દ્યણી મુશ્‍કેલીઓનો સામનો કરી રહ્યા હતા.

તેમણે રાષ્ટ્રપતિ પ્રણાલીને નાબૂદ કરવાની અને નવી ચૂંટણી પ્રણાલી દાખલ કરવાની માંગ કરી હતી. વર્તમાન આર્થિક અને રાજકીય સંકટ પર ચર્ચા કરવા માટે સ્‍પીકર મહિન્‍દા યાપા અભયવર્દનેએ બુધવારથી બે દિવસીય બેઠક બોલાવી છે. ૨૦૨૦ની ચૂંટણીમાં ૧૫૦ બેઠકો જીતનાર ગઠબંધનના ૪૧ સાંસદો તેનાથી દૂર રહ્યા છે.

૨૨૫ સભ્‍યોના ગૃહમાં બહુમતી સાબિત કરવા માટે ગોટાબાયાને ૧૧૩ મતોની જરૂર છે. SLPP સાંસદ રોહિતા અભયગુણાવર્દના દાવો કરે છે કે સરકાર પાસે ૧૩૮ સભ્‍યોનું સમર્થન છે.

નોંધનીય છે કે સરકાર સામે લોકોના ગુસ્‍સા અને આર્થિક સંકટને જોતા રવિવારે ૨૬ કેબિનેટ મંત્રીઓએ રાજીનામું આપી દીધું હતું. વિપક્ષી દળોએ સરકારમાં સામેલ થવાની ઓફર ઠુકરાવી દીધી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.