Western Times News

Gujarati News

ગોધરામાં આખલો તોફાને ચઢતાં ૧૫ વાહનોને નુકસાન કર્યુ 

તસવીરઃઃ મનોજ મારવાડી, ગોધરા

(પ્રતિનિધિ) ગોધરા, ગોધરા એ-ડીવીઝન પોલીસ લાઈનમાં આખલાએ તોફાન મચાવી ૧૫ જેટલા વાહનોને નુકશાન પહોંચાડતા રહીશોમાં ભયનો માહોલ છવાયો હતો . આખલાને પકડવા માટે ગોધરા પાલિકા ફાયર બ્રિગેડ ટીમને જાણ કરવામાં આવતા ટીમે રેસ્ક્યુ કરી મહામહેનતે તેને દોરડે બાંધી પાંજરાપોળ લઈ જતા રહીશોએ રાહતનો શ્વાસ લીધો હતો .
મંગળવારે વિફરેલા આખલાએ પોલીસ લાઈન બ્લોક -૬ પાસે પાર્ક કરેલી બાઈક અને એક કાર ને વહેલી સવારે નિશાન બનાવી તોડફોડ મચાવી હતી . પાણી છંટકાવ કરી આખલાને ભગાડવા પ્રયાસ કર્યો હતો.
પરંતુ આખલો વધુ વિફર્યો હતો . જેથી ફાયર બ્રિગેડ વિભાગને જાણ કરતાં રેસ્ક્યુ કરવાના ભાગરૂપે પ્રથમ પાણીનો છંટકાવ કર્યો હતો . દરમિયાન આખલો વધુ વિફર્યો હતો . બીજી તરફ આખલો અવાવરૂ મકાન પાછળ ઘુસી જતાં તેને બહાર કાઢવા પોલીસ કર્મીઓ મકાનની છત ઉપર ચઢ્યા હતા . અને પાલિકા ટીમે ફ્ટાકડા ફોડતાં ભારે જહેમત બાદ આખલો બહાર નીકળ્યો હતો.
બહાર નીકળ્યા બાદ ફરી વાહનોને નિશાન બનાવતા ફાયર ટીમે પાણી છંટકાવ કરતાં જ વિફરેલો આખલો ઉપસ્થિત લોકો તરફ દોટ મૂકી હતી . દરમિયાન ત્યાં પાર્ક કરેલી બે ટ્રકો વચ્ચે આખલો જતાં ફાયર ટીમે દોરડાનો ગાળિયો કરી નાંખતા જ આખલો પગે બંધાયો હતો .
ત્યારબાદ પાંજરાપોળ સંચાલકોને જાણ કરવામાં આવતાં ટીમે આવી અડધો કલાકની ભારે જહેમત બાદ આખલાને વાહનમાં ચઢાવી પાંજરાપોળ લઈ જવામાં સફળતા  મેળવી હતી . અંદાજીત ત્રણ કલાકથી સુધી આખલાની રેસ્ક્યુ કામગીરી ચાલી હતી.

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.