Western Times News

Gujarati News

૨૦૨૪માં દક્ષિણના પાંચ રાજ્યો જીતવા ભાજપે રણનીતિ બનાવી

પ્રતિકાત્મક

નવીદિલ્હી, છેલ્લા થોડા દિવસથી ડીએમકે કાર્યાલયના ઉદ્ધાટન પ્રસંગે વિપક્ષી નેતાઓનો જમાવડો ૨૦૨૪ની તૈયારીઓ બતાવી રહી છે. તેલંગણાના સીએમ કેસીઆર બિન કોંગ્રેસી પક્ષને મળીને એકજૂટ કરવાનું અભિયાન ચલાવી રહ્યા છે. હકીકતમાં પૂર્વોત્તર અને ઉત્તરમાં હાલની જીતથી ઉત્સાહમાં આવેલી ભાજપ દક્ષિણ ભારતમાં ઝડપથી પોતાની જમીન તૈયાર કરી રહી છે.

દક્ષિણના પાંચ રાજ્યોમાં લોકસભાની ૧૨૯ સીટો છે. જેમાં ભાજપ પાસે હાલમાં ૨૮ સીટો છે, તેમાંથી ૨૫ કર્ણાટકની છે, જે ભાજપ માટે દક્ષિણનું પ્રવેશ દ્વાર છે.

તેલંગણા ભાજપ પ્રભારી અને પાર્ટી મહાસચિવ તરુણ ચુઘ કહે છે કે, રાજ્ય વિધાનસભામાં અમારી એક સીટ હતી, લોકસભામાં ચાર સીટો જીતી, એટલા માટે તેલંગણાના સીએમ બીજા રાજ્યોમાં ફરી રહ્યા છે. ભાજપે હિંદીભાષી ક્ષેત્રની પાર્ટી હોવાના સવાલ પર આંધ્ર પ્રદેશના સહ પ્રભારી સુનીલ દેવધર કહે છે કે, એક સમયે પૂર્વૌત્તર માટે પણ આવું જ કહેવાતુ હતું. આજે સમગ્ર પૂર્વોત્તરમાં ભાજપ છે.

૬ એપ્રિલે ભાજપનો ૪૨મો સ્થાપના દિવસ છે. ૭ એપ્રિલથી ૨૦ એપ્રિલ સુધી દક્ષિણ સહિત સમગ્ર દેશમાં સામાજિક ન્યાય પખવાડીયા તરીકે મનાવામાં આવશે.

લોકસભા ચૂંટણીમાં વિધાનસભાની સરખામણીએ વોટ શેર ૧૨ ટકા વધ્યો છે. પાર્ટીએ મંડળ સ્તર પર કાર્યાલય બનાવ્યા છે. અહીં કાર્યક્રમોમાં ૧૦૦ લોકોની ઉપસ્થિતિ નક્કી કરી છે. વોલ રાઈટીંગ દ્વારા દરેક ગામ સુધી કમળ પહોંચાડવામાં આવશે. ૬ મહિનામાં દરેક જિલ્લામાં રાષ્ટ્રીય નેતા પ્રવાસ કરશે.

વિધાનસભા ચૂંટણીમાં ૦.૮૪ ટકા વોટ મળ્યા હતા. ૩ વર્ષમાં પાર્ટી દરેક જિલ્લા અને મંડળ સુધી પહોંચશે. દરેક ત્રણ-ચાર બૂથ પર એક શક્તિ કેન્દ્ર છે. અહીં યુવા મોર્ચા, મહિલા મોર્ચા સહિત તમામ સંગઠનોની ટીમ છે. ૮ લાખથી વધારે વેરિફાઈડ સભ્યો છે.

લોકસભા ચૂટણીમાં ભાજપે ૨૮માંથી ૨૫ સીટો જીતી હતી. સીએમ બદલીને એન્ટી ઈંકંબેંસી રોકી. હિજાબ અને હલાલ જેવા મુદ્દાએ પાર્ટીને વધારે બળ પુરુ પાડ્યું. ધર્માંતરણ વિરોધી બિલ, મંદિરોને સરકારી નિયંત્રણમાંથી મુક્ત કરવામાં પાર્ટીએ આક્રમકતા અપનાવી છે.

ભાજપ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં એકલા લડી હતી. મોટા ભાગના યુવાનોને ટિકિટ આપી. ૫૦૦૦થી વધારે એવા યુવાનોની ઓળખ કરી, જે પાર્ટીને મજબૂત કરી શકે. આ ચૂંટણીમાં ભાજપને ૫.૪ ટકા વોટ મળ્યા. ગત વિધાનસભા ચૂંટણીમાં ફક્ત ૨.૬૨ ટકા વોટ જ મળ્યા હતા.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.