Western Times News

Gujarati News

ડ્રાઈવ ઈન રોડ પર વિકૃત બાઈક ચાલકે વિદેશી યુવતીની છેડતી કરી

ભણવા આવેલી યુવતીને કડવો અનુભવ : પોલીસની
નિષ્ક્રીયતાથી હવસખોર શખ્સો વધુ બેફામ બન્યા

(પ્રતિનિધિ) અમદાવાદ: શહેરમાં હવસખોર તથા વિકૃત માનસ ધરાવતા શખ્સોની સંખ્યા વધી હોય એવું તાજેતરના બનાવો પરથી લાગી રહયું છે રસ્તે જતી યુવતીઓની છેડતી કરી બિભત્સ ચેનચાળા કરવાની ઉપરાંત તેમની સાથે શાબ્દીક હિંસા કરવાની ફરીયાદો રોજે રોજ શહેર ચોપડે નોંધાઈ રહી છે કેટલાંક સમય અગાઉ વહેલી સવારે દ્વિચક્રી વાહનો ઉપર નીકળીને મો‹નગ વોક કે અન્ય કામ માટે રસ્તે એકલી જતી બાળકી કે યુવતીઓની શારિરીક છેડછાડ કરી ભાગી જવાના બનાવો સામે આવ્યા હતા.

પોલીસે ઝીણવટપૂર્વકની તપાસ બાદ એક શખ્સને ઝડપી લીધો હતો જેણે પોતાના ગુના કબુલ કર્યા હતા. આ ઘટનાના ઘણાં સમય બાદ ડ્રાઈવ ઈન રોડ ઉપર વિદેશી યુવતીને આવો જ કડવો અનુભવ થયો છે. સમગ્ર ઘટનાની વિગત એવી છે કે મૂળ ઈટાલીની રહેવાસી એવી યુવતી ભારતમાં સ્ટુડન્ટ વિઝા ઉપર આવી હતી અને અમદાવાદમાં રહીને ભણતી હતી સોમવારે સવારે મો‹નગ વોકમાં નીકળેલી આ વિદેશી યુવતી ડ્રાઈવ ઈન રોડ ઉપરથી ચાલતી જઈ રહી હતી એ વખતે તેની પાછળથી એક બાઈક ચાલક પસાર થયો હતો

જે આગળ જઈ ઉભો રહયો હતો ઉપરાંત પરત ફરીને યુવતીની નજીક આવ્યો હતો અને તે કંઈ સમજે એ પહેલાં જ યુવતીની શારીરિક છેડછાડ કરતા તે ગભરાઈ ગઈ હતી. બાઈક ઉપર આવેલો આ હવસખોર શખ્સે બાદમાં મોટર સાયકલ ભગાવી મુકી હતી. આ ઘટના બાદ ડઘાઈ ગયેલી યુવતી પોતાના ફલેટ પર પહોચી હતી અને અન્ય મિત્રોને વાત કરતા તે પણ રોષે ભરાયા હતા. બાદમાં તમામે વિદેશી યુવતીને ફરીયાદ દાખલ કરવાનું કહેતા તે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશને પહોંચી હતી.

વિદેશી યુવતીની વાત સાંભળી પોલીસ પણ ચોંકી હતી અને ફરીયાદ લઈ વિકૃત શખ્સને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. ઉપરાંત સીસીટીવી કેમેરા કુટેજ મેળવવા કાર્યવાહી હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.