Western Times News

Gujarati News

બિહાર વિધાન પરિષદના પરિણામથી કોઈ પાર્ટી રાજી નથી

પટણા, બિહાર વિધાન પરિષદના પરિણામ આવી ચૂક્યા છે. ભાજપ અને જનતા દળ યુનાઈટેડનું ગઠબંધન ૨૪માંથી ૧૩ બેઠક મેળવવામાં સફળ થયું છે. આરજેડી પણ ભાજપ અને જેડીયુના અંગત પર્ફોમન્સની નજીક છે તેમ છતાં ત્રણમાંથી એકેય પક્ષમાં કોઈ પણ પ્રકારની ખુશી જાેવા મળતી નથી.

ભાજપને ૧૨માંથી સાત બેઠક પર જીત મળી છે. જેડીયુને ૧૧માંથી પાંચ બેઠક પર વિજય પ્રાપ્ત થયો છે. જ્યારે રાષ્ટ્રીય જનતા દળને છ બેઠક પર જીત મળી છે. રાષ્ટ્રીય જનતા દળે ૨૩ ઉમેદવાર મેદાનમાં ઉતાર્યા હતા તેમાંથી છનો વિજય થયો છે. કોંગ્રેસના કેવળ એક જ ઉમેદવારની જીત થઈ છે.

સારણ બેઠક પરથી બળવાખોર ઉમેદવાર સચ્ચિદાનંદ રાય વિજેતા બનતાં ભાજપને આંચકો લાગ્યો છે. ભાજપ જેડીયુ કરતાં વધારે બેઠક પર વિજેતા બનતા નીતીશકુમારને આંચકો લાગ્યો છે. રાષ્ટ્રીય જનતા દળના ત્રણ બળવાખોર ઉમેદવાર જીતી જતાં તેજસ્વી યાદવ પણ ખુશ નથી.

વિધાન પરિષદની ચૂંટણીમાં ભાજપના સાત, જેડીયુના પાંચ, લોક જનશક્તિ પાર્ટીના એક, કોંગ્રેસના એક અને આરજેડીના છ તથા અપક્ષના ચાર ઉમેદવાર વિજેતા બન્યા છે. વિધાન પરિષદના સદસ્યોનો હોદ્દો પણ ધારાસભ્ય સમકક્ષ હોય છે. તેના જે પરિણામો આવ્યા છે તે દર્શાવે છે કે બિહારનું રાજકીય કોકડું પ્રતિદિન વધુને વધુ ગૂંચવાતુ જાય છે. ભાજપ આ અનિશ્ચિતતાનો લાભ ઉઠાવવાની મથામણમાં છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.