Western Times News

Gujarati News

ગુજરાતમાં મધ્યસ્થ મૂલ્યાંકનમાં ગેરહાજર શિક્ષકોને દંડ કરાશે

અમદાવાદ, ગુજરાતના ૩૭૦થી વધુ મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રોમાં ધો.૧૦ અને ૧૨ની બોર્ડ પરીક્ષાની લાખો ઉત્તરવહીઓ તપાસવાની કામગીરી શરૂ થનાર છે.

પડતર પ્રશ્નોનો ઉકેલ ન આવતા ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંઘ સંકલન સમિતિએ મૂલ્યાંકન કામગીરીનો બહિષ્કાર કરવાની ચીમકી આપ્યા બાદ સરકારની સમજાવટથી તમામ સંઘોએ બહિષ્કારનો ર્નિણય પાછો ખેંચ્યો છે પરંતુ ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષક સંઘે બહિષ્કાર ચાલુ રાખ્યો છે.

જેને લઈને બોર્ડે પરિપત્ર કરીને જણાવ્યું છે કે મધ્યસ્થ મૂલ્યાંકનમાં ગેરહાજર શિક્ષકને પણ દંડવામાં આવશે અને સ્કૂલોને પણ દંડવામાં આવશે જેને લઈને શાળા સંચાલકોએ કહ્યું અમારી હાલત મિનિસ્ટ્રી વિધાઉટ પ્રોર્ટફોલીઓ જેવી થઇ ગઈ છે.

શાળા સંચાલક મંડળના પ્રમુખ ભાસ્કર પટેલે પત્ર લખીને જણાવ્યું છે કે શિક્ષકો ઉત્તરવહી તપાસવા ગેરહાજર રહે તો શિક્ષકે ૩૦૦૦ દંડ બોર્ડમાં જાતે ભરવાનો અને શાળામાંથી શિક્ષણ બોર્ડની ઉત્તરવહી તપાસણી કાર્યક્રમમાં ગેરહાજર રહે તો શાળામાં ચાલતા વર્ગોની સંખ્યા પર તેમની ગેરહાજરી બદલ શાળાને પણ દંડ ભરવાનો રહેશે.

શિક્ષકો હાજર ના રહે તેમાં સંચાલકોનો શું વાંક છે? બોર્ડ પરિણામ આધારિત ગ્રાન્ટ આપે છે જેના કારણે પૂરતી ગ્રાન્ટ મળતી નથી. બીજી તરફ આટલી મોટી દંડની રકમ રાખવામાં આવી તો સંચાલકો કેવી રીતે ભરી શકશે.સંચાલકોની હાલત ખાતા વગરના પ્રધાન જેવી થઇ ગઈ છે.સંચાલકોનો કોઈ રોલ ના હોવા છતાં શિક્ષકની ગેરહાજરીનો દંડ ભરવો પડશે.

ગુજરાત શિક્ષણ બોર્ડે આજે માધ્યમિક શિક્ષક સંઘને પણ પરિપત્ર કરીને ચેતવણી આપતા સ્પષ્ટતા કરી છે કે બોર્ડની મુખ્ય જાહેર પરીક્ષાની ઉત્તરવહી ચકાસણી કામગીરી માટે જે શિક્ષકોને સ્કૂલમાંથી મુક્ત કરવામા આવે તેવા શિક્ષકે મૂલ્યાંકન કેન્દ્ર ખાતે ફરજીયાત ફરજ નિભાવવની રહેશે અન્યથા તેઓની ફરજ પરની ગેરહાજરી ગણવામા આવશે.

બોર્ડે જણાવ્યું છે કે વિનિયમોનું ખોટુ અર્થઘટન કરીને શિક્ષક સારસ્વત સમાજમાં ભય ફેલાવવા બહાર પાડવામા આવેલ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.