Western Times News

Gujarati News

શાહમૃગે સાઇકલ સવારો સાથે રેસ શરૂ કરી

નવી દિલ્હી, તમે શાહમૃગ કે ઓસ્ટ્રિચ વિશે સારી રીતે વાકેફ હશો જ. તમે એ પણ સાંભળ્યું હશે કે દુનિયાનું આ સૌથી મોટું પક્ષી ઉડવા માટે નહીં પણ ઝડપથી દોડવા માટે ઓળખાય છે. જાે તમે શાહમૃગની આ સ્પીડને લાઈવ જાેવી હોય તો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો એક વીડિયો જાેઈ શકો છો. જે હાલ ઉગ્રતાથી જાેવામાં આવી રહી છે.

એવું કહેવાય છે કે સામાન્ય રીતે શાહમૃગની ઝડપ ૪૫ માઈલ/કલાકની હોય છે, પરંતુ સમય અને સંજાેગોના આધારે તેઓ ૬૦ માઈલ/કલાક સુધી પહોંચી શકે છે.

આફ્રિકામાં પુષ્કળ પ્રમાણમાં જાેવા મળતા શાહમૃગને લગતા વીડિયો સોશિયલ મીડિયા પર આવે છે ત્યારે લોકો તેને જાેવાનું પણ પસંદ કરે છે. આ વખતે શાહમૃગ રસ્તા પર સાઇકલ સવારો સાથે રેસ કરતો જાેવા મળે છે.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં બે સાઈકલ સવારો ખાલી રસ્તા પર આરામથી ચાલી રહ્યા છે. દરમિયાન શાહમૃગ દોડતો ત્યાં પહોંચે છે.

જાેગિંગ કરવાના મૂડમાં આવેલા શાહમૃગના મનમાં શું આવ્યું કે તેણે સાઇકલ સવારો સાથે રેસ શરૂ કરી. તે પહેલા ધીરે ધીરે દોડે છે અને પછી ઝડપથી દોડવા લાગે છે. બંને સાઇકલ સવારો તેને અનુસરે છે અને એવું લાગે છે કે તે એક સાઇકલ સવારને પાછળ છોડીને બીજાની પાછળ દોડી રહ્યો છે.

આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર theanimalnature_ નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં લગભગ ૬૩ હજાર લોકોએ આ વીડિયો જાેયો છે જ્યારે હજારો લોકોએ તેને લાઈક પણ કર્યો છે.

વીડિયો પર કોમેન્ટ કરનારા લોકોની પણ કમી નથી. કેટલાક ઈમોટિકોન્સથી પોતાની ભાવનાઓ વ્યક્ત કરી રહ્યા છે તો કેટલાક આ રેસના વખાણ કરી રહ્યા છે. તમે પણ આ રેસ જાેવાની મજા માણી હશે. અમે તમને શાહમૃગ વિશે વધુ એક હકીકત જણાવીએ છીએ કે તેને એક કે બે નહીં પણ ૮ હૃદય છે અને તે પાણી પીધા વિના જીવી શકે છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.