Western Times News

Gujarati News

દુનિયા ટોચના ૪ ક્રિકેટ સ્ટેડિયમમાં થશે ચકદા એક્સપ્રેસનું શૂટિંગ

મુંબઇ, બોલિવુડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા હાલ આગામી ફિલ્મ ચકદા એક્સપ્રેસની તૈયારી કરી રહી છે. આ ફિલ્મ ભારતીય મહિલા ક્રિકેટ ટીમની સૌથી સફળ બોલરમાંથી એક ઝૂલણ ગોસ્વામીની બાયોપિક છે.

ઝૂલણ ગોસ્વામી ભારતની સૌથી સફળ ઝડપી બોલર છે. ફિલ્મ માટે અનુષ્કા શર્મા ક્રિકેટ અને બોલિંગની ટ્રેનિંગ લઈ રહી છે.

જલ્દી જ આ ફિલ્મનું શૂટિંગ શરૂ થવાનું છે. હવે પ્રાપ્ત વિગતો અનુસાર આ ફિલ્મના મહત્વપૂર્ણ સીન્સનું શૂટિંગ દુનિયાના ટોપ ૪ સ્ટેડિયમમાં થવાનું છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર, અનુષ્કા ફિલ્મના શૂટિંગ માટે ક્રિકેટના મક્કા કહેવાતા લોર્ડ્‌સ સ્ટેડિયમ અને ઈંગ્લેન્ડના હેડિંગ્લી સ્ટેડિયમ માં કરી શકે છે.

આ સિવાય ભારતના એક મોટા સ્ટેડિયમમાં પણ અનુષ્કા શૂટિંગ કરે તેવી સંભાવના છે. વિશ્વસનીય સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, “યોર્કશાયર કાઉન્ટી ક્રિકેટ ક્લબે હાલમાં જ કર્ણેશ શર્માની ક્લીન સ્લેટ ફિલ્મ સાથે સ્પોન્સરશીપ ડીલ કરી છે.

જેની જાહેરાત હાલમાં જ થઈ હતી. આ ડીલ પ્રમાણે, પ્રોડક્શન હાઉસ ૨૦૨૨માં હેડિંગ્લી સ્ટેડિયમમાં મુખ્ય સ્પોન્સર રહેશે. એવામાં લગભગ નક્કી છે કે અનુષ્કા અહીં શૂટિંગ કરશે. આ સાથે જ અનુષ્કા શર્મા લોર્ડ્‌સમાં પણ શૂટિંગ કરી શકે છે.

લાગી રહ્યું છે કે, તે દુનિયાના ઓછામાં ઓછા ચાર મોટા સ્ટેડિયમમાં શૂટિંગ કરશે. સૂત્રોએ આગળ એમ પણ જણાવ્યું કે, અનુષ્કા અને કર્ણેશ સંપૂર્ણ કોશિશ કરી રહ્યા છે કે, ઝૂલણ ગોસ્વામીની બાયોપિક યાદગાર બની રહે.

તેઓ આ માટે કોઈ કચાશ રાખવા માગતા નથી. ફિલ્મ દ્વારા દેશપ્રેમનો મેસેજ આપવાની કોશિશ કરાશે. વર્કફ્રંટની વાત કરીએ તો, અનુષ્કા શર્મા છેલ્લા લાંબા સમયથી ફિલ્મી પડદેથી ગાયબ છે. છેલ્લે અનુષ્કા ૨૦૧૮માં આવેલી ફિલ્મ ‘ઝીરો’માં જાેવા મળી હતી. ફિલ્મમાં અનુષ્કા ઉપરાંત કેટરિના કૈફ અને શાહરૂખ ખાન મુખ્ય રોલમાં હતા.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.