Western Times News

Gujarati News

ઈફ્તાર પાર્ટીમાં એકસરખી સાડી પહેરીને આવી તમન્ના-સયાની

મુંબઇ, બોલિવુડ સેલિબ્રિટી ક્યારેય પણ કોઈ આઉટફિટ રિપીટ કરતાં નથી. આ સિવાય તેઓ જે આઉટફિટ સિલેક્ટ કરે તે અગાઉ કોઈએ ન પહેર્યા હોય તે વાતનું પણ બરાબર ધ્યાન રાખતા હોય છે.

પરંતુ ઘણીવાર તેવી તસવીરો સામે આવી ચૂકી છે, જેમાં અગાઉ કોઈ સેલિબ્રિટીએ આઉટફિટ પહેર્યા હોય તેવી જ ડિઝાઈનના થોડા સમય બાદ કોઈ અન્ય સેલિબ્રિટીએ પહેર્યા હોય. જ્યારે આવું થાય ત્યારે તેઓ ટ્રોલ થઈ જતાં હોય છે અથવા એકસરખા આઉટફિટમાં બંનેમાંથી કોણ વધારે સુંદર લાગે છે તેની સરખામણી થવા લાગતી હોય છે.

હાલમાં જ યોજાયેલી એક પાર્ટીમાં પણ બે એક્ટ્રેસ સરખી સાડી પહેરીને આવી હતી અને જ્યારે તેઓ સામસામે આવી ત્યારે તેમના રિએક્શન જાેવા જેવા હતા. વાત એમ છે કે, રવિવારે મહારાષ્ટ્રના નેતા Baba Sidiquiએ Covid-19ના કારણે બે વર્ષ બાદ ભવ્ય ઈફ્તાર પાર્ટીનું આયોજન કર્યું હતું.

જેમાં બોલિવુડથી લઈને ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીના સેલેબ્સનો મેળાવડો જામ્યો હતો. બાબા સિદ્દીકીની ઈફ્તાર પાર્ટીમાં South Actress Tamanna Bhatia અને Sayani Gupta પણ આવી હતી. પણ સૌથી રસપ્રદ વાત એ હતી કે, બંનેએ સરખી સાડી પહેરી હતી. સાડી સરખી પહેરી હોવાનું જાેઈને બંને હસી પડી હતી. સયાની ગુપ્તાએ તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર તમન્ના ભાટીયા સાથેની બે તસવીરો શેર કરી છે.

જેમાંથી એક તસવીરમાં તેણે લખ્યું છે ‘મેં અને તમન્ના ભાટીએ ટિ્‌વનિંગ કર્યું. @jady_bymk અમને બંનેને સરખા આઉટફિટ આપવા માટે આભાર. તસવીરો તો લેવી રહી’.

બંનેની સાડી ફેશન ડિઝાઈનર મોનિકા શાહ અને કરિશ્મા સ્વાલીની બ્રાન્ડ Jadeએ ડિઝાઈન કરી હતી. તમન્ના ભાટીઆએ તસવીરો શેર કરીને ત્રણ રેડ હાર્ટ ઈમોજી મૂક્યા છે. સયાની ગુપ્તાએ જે તસવીરો શેર કરી છે, જેમાં બંનેને હસીને સેલ્ફી લેતા જાેઈ શકાય છે. સયાનીએ સાડી સાથે ચોકર નેકલેસ પહેર્યો છે જ્યારે તમન્નાએ ઈયરરિંગ્સ પહેરીને લૂકને પૂરો કર્યો છે.

બાબા સિદ્દીકી દર વર્ષે ઈફ્તાર પાર્ટીનું આયોજન કરે છે. જેમાં શાહરૂખ ખાન અને સલમાન ખાન ભૂલ્યા વગર હાજરી પૂરાવે છે. આ વર્ષે પાર્ટી પહેલા બાબાએ સ્ટેટમેન્ટ જાહેર કરીને કહ્યું હતું કે, ‘આપણે મહામારીના મધ્યમાં હોવાથી, મેં છેલ્લા બે વર્ષ પાર્ટી હોસ્ટ ન કરવાનું નક્કી કર્યું હતું. આ દરમિયાન મેં મારા મિત્રોને મળવાનું મિસ કર્યું હતું અને આ વર્ષે ફરીથી મારો પરિવાર પાર્ટી હોસ્ટ કરી રહ્યો છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.