Western Times News

Gujarati News

દહેજ રિલાયન્સમાંથી સફેદ પાવડરની ૩૬ બેગની ચોરીનો ભેદ ઉકેલાયો

(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ જિલ્લાના દહેજ પંથક ની રિલાયન્સ કંપની માંથી સફેદ પાવડર બેગ નંગ ૩૬ મેટ્રિક ટન ૪૧.૪૦૦ કિમત રૂપિયા ૬૦,૩૩,૨૨૨ ના મુદ્દામાલ ભરી ઉત્તરાખંડ ના સિતારગંજ ઉધમસિંગ નગર વિસ્તારમાં આવેલ પારલે એગ્રો પ્રા.લી માં જવા નીકળેલ

જે ટ્રેલર ચાલકે નહિ પહોંચાડી ઠગાઈ અને વિશ્વાસઘાટ કરી રસ્તામાં કોઈ જગ્યાએ રસ્તામાં માલ સગેવગે તથા રસ્તા માંથી ગુમ થયો હોવાની ફરિયાદ દહેજ મરીન પોલીસ મથકમાં નોંધાતા સમગ્ર પ્રકરણની તપાસ એલસીબી પોલીસને સોંપવામાં આવતા પોલીસે ગણતરીના દિવસોમાં જ રાજસ્થાનના અખીપુરા ગામે થી ઝડપી પાડયો હતો અને સમગ્ર પ્રકરણમાં ૪ આરોપીઓને વોન્ટેડ જાહેર કરી ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

સમગ્ર બનાવની મળતી માહિતી અનુસાર પાવડર ચોરી પ્રકરણ ની તપાસ ભરૂચ એલસીબી તથા દહેજ મરીન પોલીસની બે ટિમો તાત્કાલિક રાજસ્થાન ખાતે રવાના થઈ પ્રથમ એફઆરઆઈ માં જણાવેલ ટ્રેલર નંબર ની તપાસ કરતા આરોપીઓએ ગુનો આચરતા પહેલા ટ્રેલરની ખોટી નંબર પ્લેટ લગાવી હતી

અને બંને ટિમો એ જીણવટ ભરી તપાસ કરતા દહેજ મરીન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ટ્રેલર નંબર આરજે ૩૨ જીબી ૫૧૯૪ રાજસ્થાન ના કોટા જીલ્લાના વિજ્ઞાન નગર પોલીસ સ્ટેશનમાં અન્ય ગુનાના કામે કબજે લેવામાં આવી છે.જે ટિમ દ્વારા રાજસ્થાન ખાતે ખાનગી રાહે ગુનામાં રાજુ અંબાલાલ મીણા રહે,

રાજનગર રાજસ્થાન નો સંડોવાયેલ હોવાનું ફલિત થયું હતું.જેના પગલે તેના રહેઠાણ વિસ્તારમાં તપાસ કરતા આરોપીના ઘરે આરોપી મળી આવ્યો ન હતો.પરંતુ પોલીસ આજુબાજુ માં તપાસ કરતા ગુનાના કામે ચોરાયેલા ૪૧.૪૦૦ મેટ્રિક ટન કિમત રૂપિયા ૬૦,૩૩,૨૨૨ નો સફેદ પાવડર નો જથ્થો મળી આવ્યો હતો.

જેના પગલે ભરૂચ એલસીબી પોલીસે સમગ્ર સફેદ પાવડર નો જથ્થો મુદ્દામલ રૂપે કબ્જે કરી ભરૂચ લવાયો હતો.જયારે સમગ્ર ગુનાના વોન્ટેડ આરોપી રાજુલાલા અંબાલાલ મીણા મુખ્ય આરોપી રહે રાજસ્થાન,સીતારામ ઉર્ફે સિયારામ ઉર્ફે રામાવત્ર ફેલીરામ મીણા રહે રાજસ્થાન તથા ટ્રેલર નો મલિક સીતારામ રામક્રિષ્ન મીણા તથા ટ્રક ચાલાક જેના નામ ઠામ ની ખબર નથી તેઓ ને વોન્ટેડ જાહેર કરી ઘરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.