Western Times News

Gujarati News

બકરાને મોંઢા ઉપર ટેપ પટ્ટી બાંધીને ચોરી કરતી ગેંગની કારને અકસ્માત

આમોદના રોધ ગામ નજીક કાર અને બાઈક વચ્ચે અકસ્માત -કારમાં નવ બકરાને મોંઢા ઉપર ટેપ પટ્ટી બાંધીને ચોરી કરી લઈ જતાં હોવાનું અનુમાન

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) આમોદ તાલુકના રોધ ગામ નજીક કાર અને બાઇક વચ્ચે અકસ્માત થતાં બાઇક ચાલકને ગંભીર ઈ જા પહોંચી હતી.જેથી તેને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વધુ સારવાર માટે લઈ જવાયો હતો.

જ્યારે અકસ્માત કરનાર સ્વીફ્ટ ગાડીનું આગળનું ટાયર ફાટી જતાં કાર ચાલક કાર મૂકીને ફરાર થઈ ગયો હતો.પોલીસે પશુ ક્રૂરતા નિવારણ અધિનિયમ હેઠળ અજાણ્યા કાર ચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આમોદ પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આમોદ તાલુકાના રોધ ગામ નજીક કાર અને બાઇક વચ્ચે અકસ્માત થયો હતો.જેમાં બાઈક ચાલકને ગંભીર ઇજાઓ પહોંચી હતી.જેથી તેને વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયો હતો.જ્યારે અકસ્માત કરનાર કાર ચાલક પોતાના કબજામાની સ્વીફ્ટ કાર મૂકીને ફરાર થઈ ગયો હતો.

જે કાર નંબર GJ05JB 2425  માં પાછળની ડિક્કીમા ચાર બકરાં તેમજ પાછળની સીટમાં પાંચ બકરાં ઘાસચારા કે પાણીની સગવડ વગર ર્નિદયી રીતે ટૂંકી દોરી વડે એકબીજા ઉપર ક્રૂરતાપૂર્વક બાંધ્યા હતાં. તેમજ બકરાઓ બોલે નહીં માટે તેમના મોંઢા ઉપર ટેપ પટ્ટી ચોંટાડી દીધી હતી.

જેથી આમોદ પોલીસે કાર તેમજ બાઇક પણ કબજે કર્યા હતાં.તેમજ કુલ નવ બકરાંને આમોદ પોલીસ મથકે લાવી ઘાસચારા તેમજ પાણીની સગવડ કરી આપી હતી.સ્વીફ્ટ કારમાં લીલી તુવેર તેમજ કાળા કલરની ટેપ પટ્ટી તેમજ બે મોટા પથ્થર પણ મળી આવ્યા હતા.

આમોદ પોલીસે નવ બકરાની કિંમત ૫૪૦૦૦ તેમજ સ્વીફ્ટ ગાડીની કિંમત બે લાખ મળી કુલ ૨૫૪૦૦૦ ના મુદ્દામાલ કબજે કર્યો હતો.જ્યારે બકરાઓના કોઈ માલીક નહીં મળતા પાંજરાપોળ ખાતે ખસેડવાની તજવીજ હાથધરી હતી. તો આમોદ નગર સહિત તાલુકામાં બકરાં ચોર ગેંગ સક્રિય હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે.

જે સ્વીફ્ટ કારમાં ઘાસચારા કે પાણીની સગવડ વગર ખીચોખીચ બકરાં ભર્યા હતા.તેમજ બકરાં મોંઢેથી બોલે નહીં તે માટે તેમના મોંઢા ઉપર ટેપ પટ્ટી ચોંટાડી દેવામાં આવી હતી. અગાઉ પણ બકરાં ચોરી કરતી ગેંગે આમોદ નગર સહિત પંથકના આછોદ,મછાસરા, તણછા,જેવા ગામોમાં તરખાટ મચાવ્યો હતો જેથી પશુપાલન કરતાં લોકો પણ ભયભીત બન્યા હતાં.ત્યારે પોલીસ હવે સ્વીફ્ટ કારના આધારે કેવી તપાસ કરે છે તે જાેવું રહ્યું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.