Western Times News

Gujarati News

ભાજપ જયાં સત્તામાં છે ત્યાં મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટાવે: પ્રવિણ તોગડિયા

નવીદિલ્હી, દેશભરમાં લાઉડસ્પીકરોને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે વિશ્વ હિન્દુ પરિષદના પૂર્વ પ્રમુખ પ્રવિણ તોગડિયાએ ભાજપને સલાહ આપી છે કે તે પહેલા તે રાજ્યોની મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટાવે જ્યાં તે સત્તામાં છે.

પ્રવીણ તોગડિયાએ કહ્યું હું મારા ભાજપના ભાઈઓને વિનંતી કરીશ કે તેઓ જે રાજ્યોમાં સત્તામાં છે ત્યાંથી લાઉડસ્પીકર હટાવવામાં આવે. તમે મહારાષ્ટ્રમાં લાઉડસ્પીકર હટાવવા માટે આંદોલન કરી રહ્યા છો પરંતુ ગુજરાત અને મધ્યપ્રદેશમાં લાઉડસ્પીકર હટાવતા નથી.

રાજ ઠાકરેના લાઉડસ્પીકર અંગેના નિવેદન પર પ્રતિક્રિયા આપતા પ્રવિણ તોગડિયાએ કહ્યું- જ્યારે મહારાષ્ટ્રમાં BJPની સરકાર હતી ત્યારે આવી માંગ કેમ ન કરવામાં આવી? અમે લગભગ દસ વર્ષ પહેલા માંગ કરી હતી કે મહારાષ્ટ્રની મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટાવવા જાેઈએ. અમે છેલ્લા બે વર્ષથી ઉત્તર પ્રદેશમાં પણ આ જ માંગ કરી રહ્યા છીએ. આ સાથે પ્રવીણ તોગડિયાએ કેન્દ્ર સરકારને વિનંતી કરી છે કે લાઉડસ્પીકર અંગે સુપ્રીમ કોર્ટના આદેશનો સમગ્ર દેશમાં અમલ થાય તે સુનિશ્ચિત કરવામાં આવે.

મહારાષ્ટ્રના ડીજીપી રજનીશ સેઠે રાજ્યમાં લાઉડસ્પીકર અંગે સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરવાનો આદેશ જારી કર્યો છે. ડીજીપી રજનીશ સેઠે કહ્યું છે કે પોલીસની પરવાનગી લીધા બાદ જ સવારે ૬ વાગ્યાથી રાત્રે ૧૦ વાગ્યા સુધી લાઉડસ્પીકર ચલાવી શકાશે.

તેમણે પોલીસને લાઉડસ્પીકર અંગે સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકાનું પાલન કરવા અને અવાજ અંગે મહારાષ્ટ્ર પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા બનાવવામાં આવેલી માર્ગદર્શિકાનું પાલન કરવા જણાવ્યું છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.