Western Times News

Gujarati News

સાઉથ કોરિયાના લોકોની ઉંમર દુનિયા માટે બની રહસ્ય

નવી દિલ્હી, તમે સમગ્ર વિશ્વમાં કોરિયન લોકોની સુંદરતા અને તેમના યુવાન દેખાવના વખાણ તો સાંભળ્યા જ હશે. ઘણીવાર લોકો કોરિયન જેવી ગ્લોઈંગ સ્કિન મેળવવા માટે અલગ-અલગ રીત અપનાવે છે. જાે કે, તમને જાણીને નવાઈ લાગશે કે દક્ષિણ કોરિયામાં લોકોની ઉંમર એક ચપટીમાં વધી જાય છે. બાળકના જન્મના થોડા અઠવાડિયા પછી, તેમની ઉંમર ૨ વર્ષ સુધીની ગણાવા લાગે છે.

બહુ ઓછા લોકો જાણતા હશે કે દક્ષિણ કોરિયામાં લોકોની ઉંમર નક્કી કરવાની કોઈ એક રીત નથી. વૃદ્ધાવસ્થાની ગણતરી ઘણી રીતે કરવામાં આવે છે. જ્યાં આપણા દેશમાં વ્યક્તિની ઉંમર તેના જન્મના દિવસ અને વર્ષ દ્વારા નક્કી કરવામાં આવે છે, દક્ષિણ કોરિયામાં તેની પદ્ધતિ થોડી અલગ છે.

અહીં વર્ષ બદલાતા વ્યક્તિની ઉંમર બદલાય છે. દક્ષિણ કોરિયામાં આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત વય ગણતરી પદ્ધતિ નથી. જ્યારે દક્ષિણ કોરિયામાં બાળકનો જન્મ થાય છે, ત્યારે બાળકને એક વર્ષનું માનવામાં આવે છે. આ દેશમાં ઉંમરની ગણતરી કરવાની આ સૌથી લોકપ્રિય પદ્ધતિ છે.

આ અર્થમાં, જાે બાળકનો જન્મ આ વર્ષે ડિસેમ્બરમાં થાય છે, તો જાન્યુઆરી શરૂ થતાંની સાથે જ તે ૨ વર્ષનો ગણવામાં આવશે અને ૧ દિવસના બાળકની ઉંમર પણ એક વર્ષ તરીકે ગણવામાં આવશે. આ કોરિયન એજ સિસ્ટમની વિશેષતા છે.

આટલું જ નહીં, અન્ય વય પ્રણાલી અનુસાર, બાળકનો જન્મ થતાંની સાથે જ તેની ઉંમર શૂન્ય ગણવામાં આવે છે અને દર વર્ષે તેની ઉંમર ૧ જાન્યુઆરીએ વધે છે, તેને જન્મના મહિના અથવા તારીખ સાથે કોઈ લેવાદેવા નથી.

દક્ષિણ કોરિયાની વિચિત્ર વય-નિર્ધારણ પદ્ધતિને કારણે, હવે અહીં એક સત્તાવાર પદ્ધતિ બનવા જઈ રહી છે. જાે આ કાયદેસર બની જશે, તો અહીના લોકોના દસ્તાવેજાે માટે અચાનક એક વર્ષ ઓછું થઈ જશે.

દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ સુક યેઓલ તેને લાગુ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. બીબીસીના અહેવાલ મુજબ, રાષ્ટ્રપતિ કહે છે કે જ્યાં મૂંઝવણ છે, ત્યાં સામાજિક અને આર્થિક નુકસાન પણ છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.