Western Times News

Gujarati News

મહિલા ASIના પતિ સહિત ચાર લોકોએ વકીલ પર કર્યો હુમલો

રાજકોટ, શહેરમાં વધુ એક વખત ચોંકાવનારો અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે. રાજકોટ શહેર પોલીસ અને વિવાદ બંને એકબીજાના જાણે કે પર્યાય બની ચૂક્યા હોય તેવું લાગી રહ્યું છે. પોલીસ સીધી રીતે અથવા તો આડકતરી રીતે સંકળાયેલી હોય તે પ્રકારની એક બાદ એક વિવાદિત ઘટનાઓ સામે આવી રહી છે.

રવિવારની રાત્રે જાણીતા એડવોકેટ રિપન ગોકાણી પર હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. સમગ્ર મામલે હુમલો કરનાર અન્ય કોઈ નહીં પરંતુ મહિલા પોલીસ મથકમાં એસ આઈ તરીકે ફરજ બજાવનારા અધિકારીના પતિ સહિતનાઓ હોવાનું સામે આવ્યું હતુ. જે બાદ ગાંધીગ્રામ પોલીસે જસ્મીન માઢક અને તેના સગીર વયના પુત્ર સાથે ભાવિન દેવડા તેમજ ભુપત બાંભવાને ઝડપી પાડ્યા છે.

પોલીસે સ્કોર્પિયો કાર પણ કબ્જે કરી લીધી છે. પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ શહેરના વોર્ડ નંબર ૨ માં આવેલી રામેશ્વર સોસાયટી ખાતે રહેતા જાણીતા વકીલ રીપન ગોકાણી પર હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે.

સમગ્ર ઘટનાની જાણ થતા ગાંધીગ્રામ પોલીસ ક્રાઈમ બ્રાન્ચ સહિતની ટીમ ઘટનાસ્થળે દોડી ગઇ હતી. તેમજ એસીપી અને ડીસીપી કક્ષાના અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી જરૂરી માહિતી મેળવી નીચેના અધિકારીઓને આરોપીઓની શોધખોળ બાબતે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

મીડિયા સાથેની વાતચીતમાં એસીપી પ્રમોદ દીયોરાએ જણાવ્યું હતું કે, જાણીતા વકીલ રિપન ગોકાણી પોતાના ઘર પાસે બેઠા હતા. ત્યારે કેટલાક લોકો સ્કોર્પિયો કારમાં આવ્યા હતા. કારમાંથી ઉતરીને તેમણે વકીલ પર હુમલો કર્યો હતો. તેમજ વાહનમાં અને કુંડામાં તોડફોડ કરી હતી.

જાણવા મળતી વિગત મુજબ હુમલાખોર પુરુષની પત્ની રાજકોટ પોલીસના મહિલા પોલીસ મથકમાં એ.એસ.આઈ તરીકે ફરજ બજાવે છે. સ્કોર્પિયો કારના નંબરના આધારે આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે જાણીતા વકીલે યુવાનને ગાળો બોલવાની ના પાડતાં યુવાન ઉશ્કેરાઇ જઇ અન્ય છ થી સાત લોકો સાથે મળી હુમલો કરવામાં આવ્યો હતો.

તેમજ હુમલાખોર પોલીસ સકંજામાં આવી ચૂકયો હોવાની પણ વાત પોલીસ સુત્રો દ્વારા મળી રહી છે. ત્યારે પોલીસ તપાસમાં હુમલા પાછળનું સાચું કારણ શુ સામે આવે છે તે જાેવું અતિ મહત્વનું બની રહેશે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.