Western Times News

Gujarati News

મહીસાગરમા પરીક્ષા કેન્દ્રોની આસપાસના ઝેરોક્ષ બંધ રહેશે, વિજાણું યંત્રો સાથે રાખવા પર પ્રતિબંધ

મહીસાગર જિલ્લામા જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા કેન્દ્રોની આસપાસના ઝેરોક્ષ સેન્ટરો બંધ રહેશે વિજાણું યંત્રો સાથે રાખવા ઉપર પણ પ્રતિબંધ

લુણાવાડા,આગામી તા.૩૦/૦૪/૨૦૨૨ના રોજ જવાહર નવોદય પ્રવેશ પરીક્ષાને અનુલક્ષીને કેટલાક પ્રતિબંધાત્મક આદેશો જારી કરાયા છે. જે અંતર્ગત મહીસાગર જિલ્લાના નિયત કરાયેલા પરીક્ષા કેન્દ્રોની ચોતરફ, ૨૦૦ મીટરના ત્રિજ્યા વિસ્તારમા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સુપેરે જળવાઈ રહે, તેમજ પરીક્ષાર્થીઓ નિર્ભયપણે પરીક્ષા આપી શકે તે માટે કેટલાક પ્રતિબંધો ફરમાવાયા છે.

સબબ, આ વિસ્તારના તમામ ઝેરોક્ષ સેન્ટરો બંધ રાખવા, તથા મોબાઇલ ફોન, સેલ્યુલર ફોન, તથા અન્ય ઇલેક્ટ્રીક ઉપકરણો પરીક્ષાના સ્થળે લઈ જવા ઉપર પ્રતિબંધ મૂકવામા આવ્યો છે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી એ.આઇ.સુથાર દ્વારા તા.૩૦/૦૪/૨૦૨૨ના રોજ સવારે ૮-૦૦ કલાક થી સાંજે ૧૬-૦૦ કલાક દરમિયાન, બિન જરૂરી ટોળા થવા પર અને સભાઓ ભરવા કે બોલાવવા, તથા સરઘસ કાઢવા ઉપર પણ પ્રતિબંધ ફરમાવાયો છે.

સાથે, જાહેર સુલેહ શાંતિનો ભંગ થાય તેવા સૂત્રો પોકારવા, જાહેર સુલેહ શાંતિ જોખમાય તેવી અફવા ફેલાવવા, મોબાઈલ ફોન સાથે રાખવા, કે તેના ઉપયોગ કરવા ઉપરાંત ઝેરોક્ષ સેન્ટરો બંધ રાખવા જણાવાયુ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.