Western Times News

Gujarati News

કેન્દ્રિય વિદ્યાલયમાં સરકારે ક્વોટા પર રોક લગાવી: અનાથ બાળકોને ફી લીધા વિના એડમિશન

સાંસદો, સરકારી કર્મચારીઓને ફાળવાતા ક્વોટાને ખતમ કરાયો

(એજન્સી) નવી દિલ્હી, કેન્દ્રિય વિદ્યાલયમાં એડમિશન લેવામાં સામાન્ય માણસને ધોળે દિવસે તારા દેખાઈ જતા હોય છે ત્યારે કેન્દ્ર સરકારના એક ર્નિણયથી દેશભરની કેન્દ્રિય વિદ્યાલયની ૪૦ હજાર બેઠકો ક્વોટા ફ્રી બનાવવાનો રસ્તો સાફ થઈ ગયો છે.

અત્યારસુધી સાંસદો, સરકારી કર્મચારીઓ તેમજ કેન્દ્રિય વિદ્યાલય સંગઠનને કેટલીક બેઠકો ફાળવવામાં આવતી હતી. જાેકે, કેન્દ્ર સરકારે આ ક્વોટાને ખતમ કરી દીધો છે. ગયા મહિને સરકારે ક્વોટા પર રોક લગાવી દીધી હતી,

જેનો કેન્દ્રિય શિક્ષણ મંત્રાલય દ્વારા રિવ્યૂ કરાયો હતો અને ત્યારબાદ સોમવારે ક્વોટાને હટાવી દેવાના ર્નિણય પર મંજૂરીની મ્હોર મારવામાં આવી હતી. આ સિવાય સરકારે કોરોનામાં અનાથ બનેલા બાળકોને પણ કેન્દ્રિય વિદ્યાલયમાં ફી લીધા વિના એડમિશન આપવાનો પણ ર્નિણય કર્યો છે.

એક અહેવાલ અનુસાર, સાંસદો તેમજ સરકારી કર્મચારીઓને ફાળવવામાં આવેલા ક્વોટાના કારણે અનામત કેટેગરીના ક્વોટાને પણ યોગ્ય ન્યાય નહોતો આપી શકાતો. સરકારનું એમ પણ માનવું છે કે, સ્પેશિયલ પ્રિવિલેજ ક્વોટા ખતમ કરવાથી વર્ગખંડોમાંથી વિદ્યાર્થીઓની વધારાની સંખ્યા પણ ઓછી કરી શકાશે.

૨૦૨૨-૨૩ની એડમિશન ગાઈડલાઈન અનુસાર, અનામતનો લાભ માત્ર તે કેટેગરીમાં આવતા બાળકો તેમજ દિવ્યાંગોને જ મળશે. જુન ૨૦૨૨ સુધી કેન્દ્રિય વિદ્યાલયોમાં એડમિશનની પ્રોસેસ ચાલશે. જૂની જાેગવાઈઓ અનુસાર, દરેક સાંસદને પોતાના ક્વોટામાંથી ૧૦ બાળકોના એડમિશન કરાવવાનો હક્ક મળતો હતો,

જ્યારે કલેક્ટર પણ ૧૭ બાળકોના કેન્દ્રિય વિદ્યાલયમાં સ્પોન્સરિંગ ઓથોરિટી ક્વોટા હેઠળ એડમિશન કરાવી શકતા હતા. સાંસદોને ફાળવવામાં આવેલા ક્વોટા ઉપરાંત કેન્દ્ર સરકારે શિક્ષણ મંત્રાલયના કર્મચારીઓના ૧૦૦ બાળકો માટેના ક્વોટા, સાંસદોના બાળકો તેમજ તેમના પર ર્નિભર પૌત્ર-પૌત્રી, કેન્દ્રિય વિદ્યાલયના નિવૃત્ત કર્મચારીઓ અને સ્કૂલ મેનેજેન્ટ કમિટિના ચેરમેનને મળતા ક્વોટાને પણ દૂર કરી દીધા છે.

દેશભરમાં કુલ ૧૨૪૮ કેન્દ્રિય વિદ્યાલય આવેલી છે, જેમાં ૧૪,૩૫,૫૬૨ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. અત્યારસુધી ઉપરોક્ત ક્વોટા હેઠળ જે એડમિશન અપાતા હતા તે ક્લાસની નિશ્ચિત સંખ્યાની ઉપર આપવામાં આવતા હતા, જેના કારણે ક્લાસરુમ્સમાં વિદ્યાર્થીઓની સંખ્યા નિશ્ચિત પ્રમાણથી વધી જતી હતી.

દેશમાં લોકસભાના ૫૪૩ જ્યારે રાજ્યસભાના ૨૪૫ સાંસદો છે. જેમના ક્વોટામાં ૭,૮૮૦ બેઠકો આવતી હતી. સાંસદોને માટે આ ક્વોટા ૧૯૭૫માં શરુ કરાયો હતો, જેને ભૂતકાળમાં બે વાર રદ્દ પણ કરાયો હતો પરંતુ પાછળથી તેને ફરી લાગુ કરી દેવાયો હતો.

જાેકે, ૨૦૧૮-૧૯ના વર્ષમાં આ ક્વોટામાં ૮,૧૬૪ એડમિશન થયા હતા, જ્યારે ૨૦૨૧-૨૨માં તેની સંખ્યા ૭,૩૦૧ હતી. આ પહેલા કેન્દ્રિય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજ્ય સરકારોના શિક્ષણમંત્રીઓને ફાળવવામાં આવેલા કેન્દ્રિય વિદ્યાલયના ક્વોટાને ખતમ કર્યો હતો. આ ક્વોટામાં ૨૦૧૯-૨૦માં ૯,૪૧૧ જ્યારે ૨૦૨૦-૨૧માં ૧૨,૨૯૫ એડમિશન થયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.