Western Times News

Gujarati News

મિસિસિપીમાં શખ્સે હોટલમાં ઘૂસીને ગોળીબાર કરતા ૪નાં મોત

વોશિંગટન, અમેરિકામાં મિસિસિપીના ગલ્ફ કોસ્ટ પરની એક હોટલમાં ગોળીબારમાં ચાર લોકોના મોત થયા છે. આ પછી શંકાસ્પદને પોલીસ દ્વારા થોડે દૂરથી પકડી લેવામાં આવ્યો હતો.

ગલ્ફપોર્ટ પોલીસે જણાવ્યું હતું કે શંકાસ્પદ એક બિઝનેસ કોમ્પ્લેક્સની અંદર બંધ હતો. અધિકારીઓએ વિસ્તારને સીલ કરી દીધો હતો. ઓફિસર હેન્ના હેન્ડ્રીએ જણાવ્યું કે અધિકારીઓએ શંકાસ્પદ વ્યક્તિને આત્મસમર્પણ કરવાનું પણ કહ્યું હતું. બિલોક્સી પોલીસ વિભાગના કેપ્ટન મિલ્ટન હૌસમેને પુષ્ટિ કરી કે ચાર લોકો માર્યા ગયા છે, પરંતુ તેમની ઓળખ જાણી શકાઈ નથી.

પોલીસે જણાવ્યું કે ગોળીબાર સવારે ૯ વાગ્યાની આસપાસ બિલોક્સી બ્રોડવે ઇનમાં થયો હતો. પોલીસે જણાવ્યું કે બંદૂકધારી ભાગી ગયો અને પછી લગભગ ૧૩ માઇલ (૨૦ કિલોમીટર) દૂર ગલ્ફપોર્ટમાં અન્ય પીડિતા પર હુમલો કર્યો. જે બાદ પોલીસે તેને પકડી લીધો હતો.

આ પહેલા મિસિસિપીમાં નવા વર્ષની પૂર્વ સંધ્યાની પાર્ટીમાં અનેક લોકોએ ગોળીબાર કર્યો હતો, જેમાં ત્રણ લોકો માર્યા ગયા હતા. ફાયરિંગની આ ઘટનામાં અન્ય ચાર લોકો ઘાયલ થયા છે. પોલીસના જણાવ્યા અનુસાર, ગલ્ફપોર્ટ ન્યૂ યર પાર્ટીમાં બંને પક્ષો વચ્ચે કોઈ મુદ્દે અથડામણ થઈ હતી, જે બાદ એક પક્ષે ગોળીબાર કર્યો હતો. આ સંબંધમાં હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી.

હેરિસન કાઉન્ટીના કોરોનર બ્રાયન સ્વિટ્‌ઝરે મીડિયાને જણાવ્યું હતું કે મૃતકોમાંના ત્રણની ઓળખ ડી’આઇબરવિલેના ૨૩ વર્ષીય કોરી ડુબોસ, ગલ્ફપોર્ટના ૨૮ વર્ષીય સેડ્રિક મેકકોર્ડ અને અને બે સેન્ટ લુઇસના ૨૨ વર્ષીય ઓબ્રે લુઇસ તરીકે થઇ છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.