Western Times News

Gujarati News

૨૩ વર્ષે બની હતી બોલિવુડ ફિલ્મ લવ એન્ડ ગોડ

મુંબઈ, હિંદી સિનેમામાં ઘણી એવી ફિલ્મો અને તેની સાથે જાેડાયેલા કિસ્સા છે, જેના અંગે ઘણા ઓછા લોકો જાણે છે. તેમાં કેટલીક એવી વાતો પણ છે જેનાથી બોલિવુડ પર ગર્વ થાય અને કેટલીક એવી પણ છે કે પગ નીચેથી ધરતી ખસી જાય.

ચાલો, બોલિવુડની એક એવી જ ફિલ્મ વિશે જાણીએ જેને બનતા ૨૩ વર્ષ જેટલો લાંબો સમય લાગ્યો હતો અને તે રિલીઝ થઈ ત્યાં સુધીમાં તેની સાથે જાડાયેલા મોટાભાગના કલાકારોના મોત થઈ ચૂક્યા હતા.

આ ફિલ્મ હતી લવ એન્ડ ગોડ, જે ૨૩ વર્ષે બન્યા પછી જેમ-તેમ ‘જુગાડ’ કરીને રિલીઝ કરાઈ હતી. ઝટકો આપનારી વાત તો એ છે કે, આ ફિલ્મને જે ડાયરેક્ટરે બનાવવાનું શરૂ કર્યું હતું અને જે હીરોની સાથે ફિલ્મ બની રહી હતી, એ બંનેનું જ આ ફિલ્મના શૂટિંગ દરમિયાન મોત થઈ ગયું. લવ એન્ડ ગોડ ૧૯૮૬માં રિલીઝ થઈ હતી.

ફિલ્મને કે. આસિફ ડાયરેક્ટ કરી રહ્યા હતા. ફિલ્મની કહાની લૈલા અન કૈશ નામના બે અરબી પાત્રોની હતી. એટલે કે, તે એક અરબી લવ સ્ટોરી હતી. લૈલાના રોલ માટે કે. આસિફે નિમ્મી અને કૈશના રોલ માટે ગુરુદત્તને સાઈન કર્યા હતા.

ફિલ્મમાં બીજા પણ એક્ટર હતા, જેમાં ‘ગબ્બર’વાળઆ એક્ટર અમજદ ખાનના પિતા જયંત ઉપરાંત લલિતા પવાર, નાજિમા, સિમી ગરેવાલ અને પ્રાણ જેવા જાણીતા કલાકારોના નામ સામેલ હતા.

જ્યારે ફિલ્મનું કાસ્ટિંગ થઈ ગયું તો કે. આસિફે ૧૯૬૩માં ફિલ્મનું શૂટિંગ શરૂ કર્યું. શૂટિંગના થોડા જ મહિના પસાર થયા હતા કે લીડ એક્ટર ગુરુદત્તનું મોત થઈ ગયું. એ કારણે ફિલ્મનું શૂટિંગ વચ્ચે જ રોકાઈ ગયું. ૧૦ ઓક્ટોબર, ૧૯૬૪એ ગુરુદત્ત મુંબઈના પરેડ રોડ પર આવેલા પોતાના અપાર્ટમેન્ટમાં મૃત મળી આવ્યા હતા.

જણાવાઈ રહ્યું છે કે, એ સમયે તેમની બોડી બેડ પર હતી અને તેણે દારુની સાથે ઊંઘની ગોળીઓનો ઓવરડોઝ લઈ લીધો હતો. ગુરુદત્તના મોત પર ઘણી થિયરીઓ જણાવાઈ રહી હતી. કોઈએ કહ્યું કે, આત્મહત્યા છે, તો કોઈએ માત્ર એક અકસ્માત જણાવ્યો. પરંતુ, હકીકત શું છે એ હજુ સુધી કોઈ જાણતું નથી. ગુરુદત્તના મોતના થોડા વર્ષ પછી કે. આસિફે ફિલ્મનું ફરીથી કાસ્ટિંગ કર્યું.

તેમણે કૈશના રોલમાં ગુરુદત્તની જગ્યાએ સંજીવ કપૂરને સાઈન કર્યા. સંજીવને સાઈન કર્યા પછી કે. આસિફે ૧૯૭૦માં આ ફિલ્મનુ ફરી શૂટિંગ શરૂ કર્યું. પરંતુ શૂટિંગ ફરી શરૂ થયાના થોડા સમય પછી જ (વર્ષ ૧૯૭૧માં) કે. આસિફનું પણ મોત થઈ ગયું.

આમ, આ ફિલ્મ ફરી એકવખત અધૂરી રહી ગઈ. કે. આસિફના મોતના ઘણા વર્ષ પછી આ ફિલ્મ અધૂરી, ડબ્બાબંધ પડી રહી. ત્યારે કે. આસિફના પત્ની અખ્તર આસિફે એ અધૂરી ફિલ્મને પૂરી કરી રિલીઝ કરવાનો ર્નિણય લીધો. તેમણે ફિલ્મમેકર અને ડિસ્ટ્ર્રીબ્યુટર કેસી બોકડિયાની સાથે મળીને ‘લવ એન્ડ ગોડ’ને પૂરી કરવાની જવાબદારી ઉઠાવી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.