Western Times News

Gujarati News

આર્થિક અનિશ્ચિતતા છતા પણ સોનાએ સલામત રોકાણનું સ્ટેટસ જાળવી રાખ્યું

મોટી વૈશ્વિક અનિશ્ચિતતાની વચ્ચે પણ સોનુ સ્થિર

2022માં વૈશ્વિક સોનાની બજારની શરૂઆત મજબુત થઈ હતી, પ્રથમ ત્રિમાસિકગાળાની માંગ (ઓટીસીને બાદ કરતા) વાર્ષિક ધોરણે 34 ટકા વધી હતી. જે મજબુત ઇટીએફ ફ્લોને આભારી છે, આ દર્શાવે છે કે, જીઓપોલિટિકલ અને આર્થિક અનિશ્ચિતતા છતા પણ સોનાએ તેના સલમાત રોકાણનું સ્ટેટસ જાળવી રાખ્યું છે. Gold remains resilient amid heightened global uncertainty

જીઓપોલિટિકલ મુશ્કેલીએ વૈશ્વિક અર્થતંત્ર પર મોટી અસર કરી છે અને માર્ચમાં સોનાના ભાવ 2070 ડોલર પ્રતિઔંસ સુધી પહોંચાડીને સોનામાં રોકાણકારોના વિશ્વાસને પુનઃજીવિત કર્યો છે, જે એક નવી સર્વોચ્ચ સપાટી છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના તાજેતરના જાહેર થયેલા ગોલ્ડ ડિમાન્ડ ટ્રેન્ડ્સ રિપોર્ટમાં જણાવ્યા અનુસાર,

ગોલ્ડ ઇટીએફમાં 2020ના ત્રીજા ત્રિમાસિકગાળા બાદ 269 ટનનો સૌથી મજબુત ઇન્ફ્લો જોવા મળ્યો છે, જેને 2021માં 173 ટનના વાર્ષિક આઉટફ્લોના ટ્રેન્ડને ઉલટાવી નાખ્યો અને તેના લીધે સોનાના ભાવમાં અસર જોવા મળી હતી.

આ દરમિયાન સોનાની લગડી અને સિક્કાની માંગ પાંચ વર્ષની સરેરાશ કરતા 11 ટકા વધીને 282 ટને પહોંચી હતી. જો કે, ચીનના જાણિતા લોકડાઉન અને તૂર્કીમાં ઉંચી કિંમતને લીધે વાર્ષિક ધોરણે 20 ટકા ઘટાડો જોવા મળ્યો છે, પણ 2021ના પ્રથમ ત્રિમાસિકગાળાની તુલનામાં ઘણો મજબુત ત્રિમાસિક સમયગાળો જોવા મળ્યો છે.

જ્વેલરી ક્ષેત્ર તરફ નજર કરીએ તો, વૈશ્વિક સોનાની માંગ વાર્ષિક ધોરણે 7 ટકા ઘીને 474 ટને પહોંચી હતી, જે ચીન અને ભારતની નબળી માંગને આભારી છે. લુનાર ન્યુ યરના સમયગાળા દરમિયાન ચીનના મજબુત પફોર્મન્સ હોવા છતા પણ ફેબ્રુઆરી અને માર્ચમાં કોવિડ ફાટી નિકળવાથી આમા ઘટાડો થયો હતો, જેના કારણે કડક લોકડાઉન આવ્યું હતું, તેના લીધે ચીને તેની ઝીરો-કોવિડ પોલિસીનું અનુસરણ ચાલુ રાખે છે.

ભારતમાં પ્રથમ ત્રિમાસિકગાળામાં લગ્નની સંખ્યામાં ઘટાડો અને શુભ દિવસોની અછતને લીધે દેશમાં સોનાની ખરીદી પર સીધી અસર જોવા મળી હતી. ઉપરાંત વૈશ્વિસ સોનાના ભાવમાં વધારાને લીધે ઘણા ભારતીય ગ્રાહકોએ તેમની ખરીદી અટકાવવા માટે પ્રેર્યા.

ટેકનોલોજીમાં સોનાની માંગ 2021ના પ્રથમ ત્રિમાસિકગાળામાં 82 ટનની સાથે 4 વર્ષની સર્વોચ્ચ સપાટીએ પહોંચી છે. આ ક્ષેત્રમાં સાધારણ વૃદઅધિ જોવા મળી છે, પણ તે કંઈ પડકારથી ઓછી નથી. મોટા નાણાકીય અને ઔદ્યોગિક હબ જેવા કે, શાંઘાઈ લોકડાઉન હેઠળ હતા, તેની અસર ઇલેક્ટ્રોનિક્સ પૂરવઠા ચેઇન પર પડી હતી.

કેન્દ્રિય બેંકોની ચોખ્ખી લેવાલી આગલા ત્રિમાસિકગાળાની તુલનામાં બે ગણાથી પણ વધી છે. જે 2022ના પ્રથમ ત્રિમાસિકગાળા દરમિયાન ઓફિશિયલ સોનાની રિઝર્વમાં 84 ટનનો ઉમેરો કર્યો હતો, આ ક્ષેત્રમાં લેવાલી ઇજિપ્ત અને તૂર્કી જેવા દેશો આધારી જોવા મળી હતી. જો કે, આ આંકડો 2021ના પ્રથમ ત્રિમાસિકગાળા કરતા 29 ટકા ઓછી છે, મધ્યસ્થ બેંકો અનિશ્ચિતતાના સમયમાં સોનાના પ્રદર્શનને મૂલ્યવાન કરવાનું ચાલુ રાખે છે.

કુલ સોનાનો પૂરવઠો વાર્ષિક ધોરણે 4 ટકા વધ્યો છે. જે સોનાના મજબુત ઉત્પાદનને આભારી છે, તે 856 ટને પહોંચી છે. વધુમાં, આગલા વર્ષની તુલનામાં રિસાયકલિંગ પણ 15 ટકા વધ્યું છે, સોનાના ઉંચા ભાવના પ્રતિભાવમાં તે 310 ટને પહોંચ્યું છે.

લુઈસ સ્ટ્રીટ, ઇએમઇએ સિનિયર એનાલિસ્ટ, વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ જણાવે છે, “2022નો પ્રથમ ત્રિમાસિકગાળો તોફાની રહ્યો છે, જે જીઓપોલિટિકલ ક્રાઈસિસ, પૂરવઠા ચેઇન મુશ્કેલી અને ફૂગાવામાં ઉછાળાને લીધે થયું છે. આ વૈશ્વિક ઘટના અને માર્કેટ પરિસ્થિતિએ સુરક્ષિત આશ્રયસ્થાન તરીકે સોનાની સ્થિતિને મજબુત કરી છે, ફક્ત રોકાણકારો માટે જ નહીં પણ રિટેલ ગ્રાહકો માટે પણ, તેને એક દ્વિ-નેચર્ડ એસેટ્ ક્લાસ તરીકેનું અલગ સ્થાન જાળવી રાખ્યું છે.

“હાલની બજારની પરિસ્થિતિને જોતા, ઊંચા ફૂગાવા અને જીઓપોલિટિકિલ ટેન્શનમાં ઉછાળાના સંયોજનને પગલે સોનાની રોકાણ માંગ હજી પણ ઉંચી રહેવાની સંભાવના છે, જે રોકાણકારોને રોકાણ માટે વેગ આપશે. બીજી તરફ, ગ્રાહકો જીવન જીવવાની મુશ્કલી અનુભવી રહ્યા છે, ઘણા લોકો પૈસા તેમના પૈસા કેવી રીતે ખર્ચવા તેના પર પુનઃ વિચારણા કરી રહ્યા છે. ત્યરે ગ્રાહોની માંગ પણ કોવિડગ્રસ્ત નબળાઈમાંથી બહાર આવી રહી છે, તેને લીધે જ્વેલરી ક્ષેત્રમાં વૃદ્ધિ થઈ રહી છે, જેનાથી કિંમતમાં તથા સામાન્ય આર્થિક નરમાઈમાં સુધારો આવવાની સંભાવના છે.”

મેટલ ફોકસ દ્વારા પૂરા પાડવામાં આવેલા ગોલ્ડ ડિમાન્ડ ટ્રેન્ડ્સ 2022નો પ્રથમ ત્રિમાસિક ગાળાના એકત્રિત ડેટા અહીં જોઈ શકાશે: https://www.gold.org/goldhub/research/gold-demand-trends/gold-demand-trends-q1-2022


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.