Western Times News

Gujarati News

મહારાષ્ટ્રના લોકો ગાડીની ટાંકીઓ ફૂલ કરાવવા ગુજરાતમાં દોડ્યા

વલસાડ, હાલ પેટ્રોલ-ડીઝલના ભાવ ભડકે બળી રહ્યાં છે. જ્યા અડધો પૈસા પણ ઓછી મળવાની જાહેરાત થાય ત્યા લોકો પેટ્રોલ-ડીઝલ ભરાવવા દોડી રહ્યાં છે. એમાં પણ જાે તમને પેટ્રોલ અને ડીઝલ થોડું ઘણું સસ્તું મળવાની વાત સંભળાય ત્યારે રીતસરના લોકો પડાપડી કરી રહ્યા છે.

ગુજરાતમાં ઈંધણના ભાવ ઓછા હોવાથી મહારાષ્ટ્રના સરહદી વિસ્તારોમાંથી લોકો તેમની ગાડીની ટાંકી ભરવા માટે આવી રહ્યાં છે. વલસાડ જિલ્લાની બોર્ડર પર આવેલ નેશનલ હાઈવેના પેટ્રોલપંપ પર વાહનોની કતારો લાગી રહી છે. મહારાષ્ટ્ર લોકો પેટ્રોલ-ડીઝલ ભરાવવા ગુજરાત આવી રહ્યા છે.

જાણીને નવાઈ લાગીને પરંતુ આ હકીકત છે. રાજ્ય સરકારોની ભેદભાવ નીતિના કારણે દરેક રાજ્યમાં ઈંઘણના ભાવમાં મોટો ફેરફાર જાેવા મળી રહ્યો છે. બીજી બાજુ મોંઘવારીના મારથી સામાન્ય માણસ જે બે પૈસા બચે તેવી આશાએ મહારાષ્ટ્ર બોર્ડર પર રહેલા લોકો ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલ ભરાવવા આવી રહ્યા છે. એટલે એવું કહી શકાય કે મહારાષ્ટ્રના લોકો ગુજરાત આવવા મજબૂર છે.

ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલ મહારાષ્ટ્રથી સસ્તું મળી રહ્યું છે. મહારાષ્ટ્રમાં ગુજરાત કરતા પેટ્રોલ ૧૩થી ૧૪ રૂપિયા મોંઘુ છે. જ્યારે મહારાષ્ટ્રમાં ગુજરાત કરતા ડીઝલ ૨થી ૩ રૂપિયા મોંઘુ છે. જેનું કારણ છે ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલના વેટમાં ઘટાડો. જેણા કારણે વલસાડમાં ભીલાડ મહારાષ્ટ્રના લોકો પેટ્રોલ-ડીઝલ ભરાવવા લાઈનો લગાવી રહ્યા છે.

ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ ઓછામાં ઓછા ૧૨ થી ૧૫ પ્રતિ લિટર સસ્તા છે. જેના કારણે વલસાડના ભીલાડ પાસે મહારાષ્ટ્રના લોકો પેટ્રોલ-ડીઝલ ભરાવવા લાઈનો લગાવી રહ્યા છે. બીજી બાજુ મહારાષ્ટ્રીઓને ભીલાડમાંથી જવા અને પાછા આવવા માટે ભાગ્યે જ અડધો લિટર ઇંધણ ખર્ચાય છે.

મહારાષ્ટ્રના મુંબઈ તેમજ અલગ અલગ જિલ્લાઓમાં ઈંધણના વધારાને કારણે પાલઘર, દહાણુ, બોઈસર, તલાસરી અને જવાહરના વાહનચાલકો થોડા રૂપિયા બચાવવાની આશામાં પેટ્રોલ અને ડીઝલ ભરવા માટે નજીકના ગુજરાતના સરહદી વિસ્તાર વલસાડ જિલ્લામાં આવી રહ્યા છે. ગુજરાતના વલસાડ જિલ્લામાં જે પેટ્રોલ પંપ આવેલુ છે તે પાલઘરથી લગભગ ૧૨ કિમી દૂર છે.

મહારાષ્ટ્ર કરતા ગુજરાતમાં પેટ્રોલ ડીઝલ સસ્તું મળશે પેટ્રોલ ૧૪ રૂપિયા સસ્તું મળશે. નોંધનીય છે કે, ગઈકાલે (બુધવાર) પીએમ મોદીએ જણાવ્યું હતું કે, અમુક રાજ્યોમાં સરકારોની ભેદભાવની નીતિના કારણે દેશમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં ફરક જાેવા મળી રહ્યો છે. અનેક રાજ્યોમાં વેટના દરમાં તફાવત હોવાના કારણે પડોશી રાજ્યોની તુલનામાં ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલ સસ્તુ છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.