Western Times News

Gujarati News

૩ કરોડ ૬૩ લાખ જેટલા પ્રોહિબિશનના મુદ્દામાલ નો સીંગેડી ગામની ખરાબાની જમીનમાં રોલર ફેરવી નાશ કર્યાે

દે.બારીયા,દાહોદ જિલ્લાના લીમખેડા ડિવિઝનના પીપલોદ, સાગટાળા તથા દેવગઢબારીયા પોલીસ સ્ટેશનનો છેલ્લા બે વર્ષમાં પકડાયેલ આશરે રૂપિયા ૩ કરોડ ૬૩ લાખજેટલા પ્રોહિબિશનના મુદ્દામાલ નો સીંગેડી ગામ ની ખરાબાની જમીનમાં રોલર ફેરવી નાશ કર્યાનું જાણવા મળ્યું છે.

પ્રાપ્ત વિગત અનુસાર લીમખેડા વિભાગના દેવગઢ બારિયા પોલીસ સ્ટેશનના વર્ષ ૨૦૨૦-૨૧ ના પ્રોહીબીશન ના કુલ ૨૦૪ ગુનાના રૂપિયા ૨,૧૧,૬૪,૫૭૧/- વિદેશી દારૂની બોટલ નંગ ૧,૨૬,૦૫૦. પિપલોદ પોલીસ સ્ટેશનના વર્ષ ૨૦૨૦-૨૧ મા  ૪૪ ગુનામાં પકડાયેલા રૂપિયા ૮૩,૪૭,૮૮૩/- ની કુલ કિંમતની બોટલ

નંગ- ૨૮,૭૮૪ તથા સાગટાળા પોલીસ સ્ટેશનના વર્ષ૨૦૨૦-૨૧ ના ૧૨૬ ગુનામાં પકડાયેલા રૂપિયા ૬૮,૫૭,૭૯૫/- નિકુંજ કિંમતની બોટલ નંગ-૨૮,૭૪૮. એમ ત્રણે પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના કુલ ૩૭૪ ગુનાની કુલ રૂપિયા ૩,૬૩,૭૦,૨૪૯ ની કુલ કિંમતની બોટલ નંગ-૨,૦૨,૫૭૨. ટ્રેક્ટરો માં ભરી સીંગેડી ખાતે લાવી સરકારે નીમેલી સમિતિના સભ્યો દેવગઢ બારીયા ના

નાયબ કલેકટર અને પ્રાંત અધિકારી જ્યોતિબા ગોહિલ, લીમખેડા ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક આરબી દેવધા, નશાબંધી અને આબકારી અધિકારી દાહોદ એન સી સાદરાણી, એએસપી દેવગઢ બારીયા કોરુકોંડા સિદ્ધાર્થ તેમજ ઉપરોક્ત ત્રણેય પોલીસ સ્ટેશનના જવાબદાર

પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા દેવગઢ બારીયાના નાયબ મામલતદાર વગેરેની હાજરીમાં સીંગેડી ગ્રામ પંચાયતના સર્વે નંબર ૧૧૯/૨ માં આવેલ ખરાબાની જમીનમાં બોટલોમાનો દારૂ ઢોળી મુદ્દામાલની કાચની તથા પ્લાસ્ટિકની બોટલો તેમજ પતરાના ટીન ઉપર રોલર ફેરવી દારૂનો નાશ કર્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.