Western Times News

Gujarati News

મહીસાગરના ભિલોડીયા તળાવ ખાતે જળ વધામણાનો કાર્યક્રમ યોજાયો

ઉદવહન યોજનાઓના માધ્યમથી તળાવો ભરવાની કામગીરી શરૂ કરી નેવાનું પાણી મોભે ચઢાવવાનું કામ સરકાર કરી રહી છે. કુબેરભાઇ ડિંડોર

(પ્રતિનિધિ) ગોધરા, પાણીની અછત અને નીચા જતાં જળસ્તરની સમસ્યાના નિરાકરણ માટે મહીસાગર જિલ્લામાં ૭૫.૬૭ કરોડના ખર્ચે કડાણા ડાબા કાંઠા ઉચ્ચસ્તરીય નહેર આધારિત શિયાલ અને શામણા તળાવમાંથી ૩૫ તળાવો ભરવા માટેની યોજના શરૂ કરવામાં આવી હતી. જેમાં તબક્કા વાર તળાવો ભરવાની કામગીરી શરૂ થઇ છે

ત્યારે આજ રોજ ઉચ્ચ શિક્ષણ રાજ્ય મંત્રી કુબેરભાઇ ડિડોરની અધ્યક્ષતામાં નાની સરસણ ભિલોડીયા તળાવ ખાતે જળ વધામણાનો કાર્યક્રમ યોજાયો હતો. આ અવસરે જિલ્લા પંચાયત પ્રમુખ મતી રમીલાબેન ડામોર, અગ્રણી દશરથભાઇ બારીયા, રાવજીભાઇ પટેલ સહિત સરપંચો, ગ્રામજનોની ઉપસ્થિતિમાં ભીલોડીયા મહાદેવ મંદિરે મહીસાગર નદીના જળનો જલાભિષેક કરવામાં આવ્યો હતો.

પ્રાસંગીક ઉદબોધનમાં મંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા સુજલામ-સુફલામ જળ અભિયાનને કારણે જિલ્લાના ઘણાં તળાવો ઉંડા કરવાની કામગીરી હાથ ધરાઇ છે. રાજ્ય સરકારના જળ સંચય અભિયાન દ્વારા પાણીને પ્રસાદ સમજીને વરસાદ રૂપે વરસેલાં પાણીનું ટીંપે- ટીંપુ જમીનમાં ઉતરે અને ધરતી માતાની તપ્ત ધરાંની તૃષા છીપાય તે માટે અભિયાન સ્વરૂપે કાર્ય કરી રહી છે

ત્યારે આવાં નાના પણ મહત્વપૂર્ણ કામોથી ધરાં પરનાં જલાવરણમાં ચોક્કસ વધારો થશે. મહીસાગર જિલ્લામાં પાણીની અછત અને નીચા જતાં જળસ્તરની સમસ્યાના નિરાકરણ માટે ઉદવહન યોજનાઓના માધ્યમથી તળાવો ભરવાની કામગીરી શરૂ કરી નેવાનું પાણી મોભે ચઢાવવાનું કામ સરકાર કરી રહી છે.

મહીસાગર જિલ્લામાં ૧૮૫ કરોડના ખર્ચે તળાવો ભરવાની જાેગવાઇ કરવામાં આવી હતી. જેમાં ૭૫.૬૭ કરોડના ખર્ચે કડાણા ડાબા કાંઠા ઉચ્ચસ્તરીય નહેર આધારિત શિયાલ અને શામણા તળાવમાંથી ૩૫ તળાવો ભરવાની યોજનાનો પણ સમાવેશ થાય છે.

આ યોજના અંતર્ગત શિયાલ પંપીગ સ્ટેશનથી સંતરામપુર તાલુકાના ૧૨ અને કડાણા તાલુકાના ૬ મળી કુલ ૧૮ તળાવો તેમજ શામણા પંપીંગ સ્ટેશનથી સંતરામપુર તાલુકાના ૧૩ અને લુણાવાડાના તાલુકાના ૦૪ તળાવો મળી કુલ ૧૭ તળાવો ભરવામાં આવનાર છે. આ યોજનામાં ક્રમશઃ કામગીરી પુર્ણ થઇ તેવા તળાવો ભરવાના શરૂ કરવામાં આવ્યા છે.

ત્યારે મહીસાગર માતાના આ નિરના વધામણા કરવાનું ગ્રામજનોએ આયોજનોએ આયોજન કર્યું હતું. આ યોજના અંતર્ગત તળાવ ભરવાની કામગીરીથી અંદાજીત ૧૨૨૫ હેક્ટર જમીન લાભાન્વિત થશે અને આ વિસ્તારના જળ સ્તર ઉચા આવશે તેમજ લોકોને પાણીની સમસ્યાનો મહદ અંશે હલ આવશે.

ઉપસ્થિત ગ્રામજનોએ વર્ષો બાદ પાણીની સમસ્યાનું નિરાકરણ થતાં ખુશી વ્યકત કરી સરકારનો આભાર માન્યો હતો. રાજ્યમંત્રી દેશી વાજિંત્રોના સૂર સાથે પારંપરિક નૃત્ય કર્યું હતું.આ


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.