Western Times News

Gujarati News

૬૦ વર્ષથી ઓછી ઉંમરના માત્ર ૧% લોકોએ બૂસ્ટર ડોઝ લીધો છે

નવી દિલ્હી, ઉલ્લેખનીય છે કે હવે સરકાર તરફથી જાહેરાત કરવામાં આવી છે કે ૧૮ વર્ષથી વધારે ઉંમર ધરાવતી કોઈ પણ વ્યક્તિ બૂસ્ટર ડોઝ લઈ શકે છે, પરંતુ સત્તાવાર ડેટા અનુસાર, અત્યા સુધી ૬૦ વર્ષથી ઓછી ઉંમર ધરાવતા માત્ર ૧ ટકા લોકોએ બૂસ્ટર ડોઝ લીધો છે.

૬૦ વર્ષથી વધારે ઉંમર ધરાવતા લોકોની વાત કરીએ તો, લગભગ ૪૨ ટકા લોકોએ બૂસ્ટર ડોઝનો લાભ લીધો છે. ૨૬ એપ્રિલના ડેટા અનુસાર, ૧૮થી ૫૯ વચ્ચે ઉંમર ધરાવતા માત્ર ૪.૬૮ લાખ લોકોએ ત્રીજાે ડોઝ લીધો છે. અન્ય રીતે કહેવા જઈએ તો, ૪.૨૧ કરોડ રસી લેવા માન્ય લોકોમાંથી માત્ર ૧.૧ ટકા લોકોએ બૂસ્ટર ડોઝ લીધો છે.

કેન્દ્ર સરકાર દ્વારા બૂસ્ટર ડોઝ લેવા માટે પ્રોત્સાહન આપવામાં આવે છે, પરંતુ નિષ્ણાંતોનું માનવું છે કે આટલા ઓછા પ્રમાણમાં રસીકરણ થયું તેની પાછળ વિવિધ કારણો જવાબદાર છે. હોસ્પિટલોનું કહેવું છે કે ૧૮થી ૫૯ ઉંમર ધરાવતો વર્ગ ઘણો મોટો છે, અને જ્યારે તેમના માટે બૂસ્ટર ડોઝની શરુઆત કરવામાં આવી તો, ચોંકાવનારી વાત એ છે કે માંગ ઘણી ઓછી જાેવા મળી.

નિષ્ણાંતોનું માનવુ છે કે આની પાછળ બે કારણ જવાબદાર હોઈ શકે, મોટાભાગના લોકોએ રસીના બન્ને ડોઝ લઈ લીધા છે, તો શક્ય છે કે તેમને ત્રીજા ડોઝની જરૂર જણાતી ના હોય. આ સિવાય અત્યારે કોરોનાના કેસ પણ ઓછા છે. આ ઉંમરના લોકો સમય નીકાળીને રસીકરણ કેન્દ્ર સુધી ત્રીજા ડોઝ માટે જવામાં ઢીલ કરતા જણાઈ રહ્યા છે.

ફોર્ટિસ હેલ્થકેર હોસ્પિટલના ગ્રુપ હેડ ડોક્ટર બિષ્ણુ જણાવે છે કે, એક વર્ગ એવો પણ છે જેમને લાગે છે કે હવે સ્થિતિ સંપૂર્ણપણે સામાન્ય થઈ ગઈ છે, અને તેમને ખબર નથી કે જાે કોરોનાની રસી લીધેલી હોય તો દર્દીને દાખલ થવાની નોબત નથી આવતી.

ઉલ્લેખનીય છે કે ભારતમાં ૬૦૦૦ લોકોને સામેલ કરીને એક સર્વે કરવામાં આવ્યો, જેમાં સામે આવ્યું કે, તેમાંથી ૩૦ ટકા લોકો એવા હતા જેમણે બૂસ્ટર ડોઝ લીધો હોવા છતાં કોરોનાની ત્રીજી લહેર દરમિયાન સંક્રમણનો શિકાર બન્યા હતા.

આ અભ્યાસના મુખ્ય લેખર આઈએમએના નેશનલ ટાસ્ક ફોર્સના કો-ચેરમેન છે. અભ્યાસમાં સામે આવ્યું કે, કોરોનાની રસીનો બીજાે ડોઝ લીધો હોવા છતાં સંક્રમિત થનારા લોકોની સંખ્યા ૪૫ ટકા હતી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.