Western Times News

Gujarati News

એમેઝોન પર ચાલુ થઈ રહ્યો છે, જબરજસ્ત ઓફરો સાથે ‘સમર સેલ’

3 મે, 2022 સુધી તમામ ગ્રાહકો માટે ડીલનું કાઉન્ટ ડાઉન બિગ સેવિંગ ફોર એવરીઓન

National, મે, 2022:ભારતમાં ઉનાળાની ઋતુની ધમાકેદાર શરૂઆત થઇ ગઇ છે ત્યારે એમેઝોન.ઈન તેના 4 મે, 2022થી શરૂ થઇ રહેલા ‘સમર સેલ’ની જાહેરાત કરતાં ખૂબ જ રોમાંચ અનુભવી રહ્યું છે.

આ સમર સેલમાં ગ્રાહકો વનપ્લસ, LG, ટેક્નો, ફુજિસુ, રેની અને સુગર જેવી અનેક બ્રાન્ડ્સ ઉપર મહાબચતની અપેક્ષા રાખી શકે છે. એમેઝોન સૌ પ્રથમ વખત ‘કાઉન્ટડાઉન ડીલ્સ’ રજૂ કરી રહ્યું છે જે તમામ ગ્રાહકો માટે ખુલ્લી રહેશે અને પસંદગીની ઑફર્સ તેમને 3 મે સુધી તમામ કેટેગરીની વૈવિધ્યપૂર્ણ પ્રોડક્ટ્સ વહેલી ઉપલબ્ધ કરાવશે.

આ ઑફર્સ રિયલમી, એપલ, સેમસંગ, ઓપ્પો, બોટ, નોઇસ, ફોસિલ ફાસટ્રેક, ટાઇમેક્સ, અમેરિકન ટુરિસ્ટર, સફારી, સ્કાયબેગ્સ, યુરેકા ફોર્બ્સ, ફિલિપ્સ, હીરો સાઇકલ્સ વગેરે જેવી બ્રાન્ડ્સ ઉપર ઉપલબ્ધ બનશે.

ગ્રાહકો વધુ બચત કરી શકે છે અને ICICI બેન્ક, કોટક અને RBL ક્રેડિટ/ડેબિટ કાર્ડ, ક્રેડિટ/ડેબિટ EMI ટ્રાન્ઝેક્શન ઉપર 10% ઇન્સ્ટન્ટ બેન્ક ડિસ્કાઉન્ટ; ડેબિટ અને ક્રેડિટ કાર્ડ તથા બજાજ ફિનસર્વ ઉપર નો-કોસ્ટ EMI, એક્સચેન્જ ઑફર્સ, પસંદગીના ક્રેડિટ/ડેબિટ કાર્ડ્સ પરથી રોમાંચક ઑફર્સ સહિત બીજા અનેક વાજબી ફાઇનાન્સ વિકલ્પોની વ્યાપક શ્રેણીમાંથી પસંદગી કરી શકે છે. એમેઝોન પે ICICI બેન્ક ક્રેડિટ કાર્ડ સાથે, ગ્રાહકો શોપિંગ ઉપર 5% સુધી બચત કરી શકે છે.

પાત્રતા ધરાવતા ગ્રાહકો જેમની પાસે કાર્ડ નથી તેઓ તેની અરજી કરવા પર રૂ.2,000 સુધીનું વળતર મેળવી શકે છે. નવા યુઝર્સ એમેઝોન પે UPI ઉપર સાઇન અપ કરી શકે છે અને ખરીદી કરી શકે છે અને 10% અથવા રૂ.100 સુધીની વધુ બચત મેળવી શકે છે.

ગ્રાહકો પૈસા મોકલવા, બિલ ચૂકવવા અને બીજી અનેક ચૂકવણીઓ કરીને રિવૉર્ડ્સ ફેસ્ટિવલ દરમિયાન શોપિંગ ઉપર રૂ.5,000 સુધીની બચત કરી શકે છે અને રોમાંચક શોપિંગ રિવૉર્ડ્સ અનલૉક કરી શકે છે જેને સેલ દરમિયાન રિડીમ કરી શકાય છે. એમેઝોન પે લેટરની સાથે, યુઝર્સ એક્ટિવેશન ઉપર રૂ.150ના ફ્લેટ કેશબેક સહિત રૂ.60,000 સુધીની ઇન્સ્ટન્ટ ક્રેડિટ અને તમામ શોપિંગ ઓર્ડર ઉપર રૂ.100નું કેશબેક મેળવી શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.