Western Times News

Gujarati News

મહેસાણા અર્બન કો-ઓપરેટીવ બેન્કમાં ૫૦ જગ્યાની ભરતી

મહેસાણા, બેન્કમાં નોકરીની તૈયારી કરી રહેલા અથવા બેન્કમાં કારકિર્દી ઘડવા માગતા ઉમેદવારો માટે મહેસાણા અર્બન કોઓપરેટીવ બેન્કમાં ૫૦ જગ્યાની ભરતી બહાર પડી છે. મહેસાણા અર્બન કોઓપરેટીવ બેન્ક દ્વારા ૫૦ ટ્રેઈની ક્લાર્કની ભરતીનું ઓનલાઈન નોટિફીકેશન જાહેર કરવામાં આવ્યું છે.

આ ભરતીમાં ઉમેદવારો અહીંયા આપવામાં આવેલી લિંક દ્વારા ફોર્મ ડાઉનલોડ કરી અને બેન્કના સરનામે અરજી મોકલી શકે છે. બેન્કની ભરતી માટે અરજી કરવાની અંતિમ તારીખ ૧૫-૫-૨૦૨૨ છે. આ નોકરી માટે રસ ધરાવતા ઉમેદવારો નીચે ટેબલમાં આપવામાં આવેલી નોટિફીકેશનની લિંક પરથી નોટિફીકેશન વાંચી શકે છે અને સીધા ઓનલાઈન એપ્લિકેશન પણ કરી શકે છે.

અરજી કરતા પહેલાં શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદા ખાસ ચકસાવાની સલાહ છે. ઉત્તર ગુજરાતની અગ્રણી શિડ્યુલ્ડ બેન્કની ભરતી માટે ઉમેદવારોની લાયકાત યુજીસી માન્યત ગુજરાતની યુનિવર્સિટીમાંથી (સાયન્સ) એમસીએ કે એમબીએ થયેલા ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રીમાં ઓછામાં ઓછા ૫૫ ટકા માર્કસ ધરાવતા ઉમેદવારો અરજી કરી શકે છે.

આ ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા દ્વારા લેનારી સ્પર્ધાત્મક પરીક્ષાના માધ્યમથી થશે. ઉમેદવારોએ ઓનલાઈન પરીક્ષા આપવાની રહેશે અને ત્યારબાદ મૌખિક ઈન્ટરવ્યૂમાથી સિલેક્ટ કરવામાં આવશે.

નોકરીમાં પસંદ થનારા ટ્રેઈની ક્લાર્કને પ્રથમ વર્ષે ૧૪,૦૦૦, બીજા વર્ષે ૧૫,૦૦૦ હજાર, ત્રીજા વર્ષ ૧૬,૦૦૦ પગાર આપવામાં આવશે અને ત્યારબાદ સ્કેલ મુજબ સેલેરી આપવામાં આવશે. અરજી કરવા માંગતા ઉમેદવારોની ઉંમર મહત્તમ ૧-૫-૨૦૨૨ના રોજ ૨૧ વર્ષથી લઈને ૩૫ વર્ષથી વધુ ન હોવી જાેઈએ. અહીંયા આપવામાં આવેલી લિંક દ્વારા ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે.

આ અરજી ઓનલાઈન અરજી કરી તેની પ્રીન્ટ કોપી સાથે ૧૦૦ રૂપિયાનો બેન્કના નામનો નો રિફન્ડેબલ ડિમાન્ડ ડ્રાફ્ટ અને શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રોની ખરી નકલી, એલ.સી.ની કોપી તેમજ પાસપોર્ટ સાઇઝના બે ફોટા રજિસ્ટર્ડ એડીથી બેન્કના સરનામે મોકલવાના રહેશે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.