Western Times News

Gujarati News

ટ્‌વીટરના CEO પદેથી પરાગ અગ્રવાલને હટાવી દેવામાં આવશે.

એલન મસ્કે શોધી લીધા ટિ્‌વટરના નવા સીઇઓ

અગ્રવાલ ગત વર્ષે નવેમ્બરમાં ટિ્‌વટરના સીઇઓ બન્યા હતા અને કંપનીના વેચાણ બાદ હટાવવામાં આવી શકે છે

નવી દિલ્હી,Elon Musk Twitter ખરીદ્યા બાદ અનેક નવા બદલાવોની શક્યાતા સેવાઇ રહી છે. હવે અહેવાલોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, એલન મસ્ક ટિ્‌વટરના સીઇઓ પદેથી ભારતીય મૂળના પરાગ અગ્રવાલને હટાવવાની તૈયારી કરી રહ્યા છે. વિદેશી સમાચાર એજન્સી રોયટર્સના સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર, એલન મસ્ક ૪૪ અબજ ડોલરમાં ટિ્‌વટરને ખરીદ્યા બાદ પરાગ અગ્રવાલને કંપનીના સીઇઓ પદેથી હટાવીને એક નવા વ્યક્તિની આ પદ પર નિયુક્તિ કરશે.

સૂત્રોએ જણાવ્યા અનુસાર, મસ્કે નવા સીઇઓનું નામ પણ નક્કી કરી લીધું છે. જાેકે, સૂત્રોએ તે વ્યક્તિની ઓળખ જાહેર કરી નથી. વિશ્વના સૌથી અમીર વ્યક્તિ અને ટેસ્લા અને સ્પેસએક્સ જેવી કંપનીઓના માલિક એલન મસ્કે ગત મહીને ટિ્‌વટરના ચેરમેન બ્રેટ ટેલરને કહ્યું કે, તેમને કંપનીના મેનેજમેન્ટ પર વિશ્વાસ નથી. ત્યારથી અફવાઓ ઉડી રહી છે કે, ટિ્‌વટરને ખરીદ્યા બાદ મસ્ક તેના બોર્ડને ભંગ કરી શકે છે. પરાગ અગ્રવાલ ગત વર્ષે નવેમ્બર માસમાં ટિ્‌વટરના સીઇઓ બન્યા હતા

અને કંપનીના વેચાણ બાદ તેને આ પદ પરથી હટાવવામાં આવી શકે છે. રિસર્ચ ફર્મ એક્વિલરે જણાવ્યું કે પરાગ અગ્રવાલને જાે તેના સીઇઓ બન્યાના ૧૨ મહીનાની અંદર પદ પરથી હટાવવામાં આવે છે તો કોન્ટ્રાક્ટની શરતો અનુસાર તેમને કંપની તરફથી ૪૨ મિલિયન ડોલર વળતર તરીકે મળશે. ગત શુક્રવારે પરાગ અગ્રવાલે ટિ્‌વટરના કર્મચારીઓની સાથે એક બેઠક કરી હતી, જેમાં તેણે કર્મચારીઓ તરફથી નારાજગીનો સામનો કરવો પડ્યો હતો.

ટોપ મેનેજમેન્ટ પાસેથી કર્મચારીઓ તે જ જાણવા ઇચ્છતા હતા કે મસ્કના હાથમાં ટિ્‌વટરની કમાન ગયા પછી કંપનીમાં ઘણા કર્મચારીઓને હટાવવામાં આવશે, તો તેના માટે તેઓ શું કરશે? આ બેઠક તેવા સમયે થઇ હતી જ્યારે મસ્ક ટિ્‌વટરના કન્ટેન્ટ મોડરેશન ટીમની સતત આલોચના કરી રહ્યા હતા. કહેવાય રહ્યું છે કે મસ્કે ટિ્‌વટરના કર્મચારીઓની સેલેરીમાં પણ કપાત કરવાની તૈયારી કરી લીધી છે. કંપનીની કોસ્ટને ઓછી કરવા માટે તેમને એક્ઝિક્યુટિવ અને બોર્ડની સેલરી ઘટાડવાની વાત પણ કરી છે.

મસ્કનું માનવું છે કે, તેનાથી લગભગ ૩ અરજ ડોલરની બચત થશે. ટિ્‌વટરમાં અનેક પરિવર્તનોની ચર્ચા વચ્ચે ટિ્‌વટર પૈસા કમાવવા નવી રીતો પણ શોધી રહ્યુ છે. વોશિંગટન પોસ્ટ અનુસાર, મસ્ક એવા ઇન્ફ્લુએન્સર કે જે પ્લેટફોર્મ માટે કન્ટેન્ટ ક્રિએટ કરે છે, તેને પેમેન્ટ કરવાનું ફીચર લાવશે. સાથે જ મસ્કે કંપનીની સબ્સ્ક્રિપ્શન સર્વિસ પર પણ કામ કરવાની વાત કરી છે.sss


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.