Western Times News

Gujarati News

અને આખરે ફ્રુટ વેચનારી મહિલાની મદદે આવ્યા હનુમાનજી

સોશિયલ મિડીયા પર હાલમાં એક વિડીયો ટ્રેન્ડીંગ થઈ રહ્યો છે જેને શેર કર્યો છે, અવનીશ શરણે જે એક આઈએએસ અધિકારી છે. CCTV ફૂટેજમાં જોઈ શકાય છે કે એક મહિલા માથે ફળોનું વજનદાર બાસ્કેટ લઈને જઈ રહી છે અને ચાલતાં ચાલતાં તેના માથા પરથી બાસ્કેટ પડી જાય છે અને બધા ફ્રુટ નીચે પડી જાય છે. (જૂઓ વિડીયો)

રસ્તા પર પડી ગયેલા ફ્રુટ તેને પાછા બાસ્કેટમાં ભરવા માટે કોઈ મદદે આવતું નથી પરંતુ સાયકલ પર જતાં એક બહુરૂપી હનુમાનજીને દયા આવે છે, તે વ્યક્તિ સાયકલ સાઈડમાં પાર્ક કરે છે અને હાથમાં રાખેલી ગદા નીચે મુકી દે છે,  અને તે મહિલાને ફ્રુટ બાસ્કેટમાં ભરવામાં મદદ કરે છે. સોશિયલ મિડીયા પર વાયરલ થયેલા આ વિડીયોને લગભગ 35000થી વધુ વ્યુઝ મળી ચુક્યા છે.

બધા ફ્રુટ ભરાઈ ગયા બાદ  મહિલા પણ હનુમાનજીને બે હાથ જોડીને આભાર માને છે અને તેના બાસ્કેટમાંથી એક કેરી આપે છે પરંતુ તે વ્યક્તિ ફ્રુટ લેવાની ના પાડે છે. આખરે  મહિલાની વારંવાર આપવાની ઈચ્છા જોઈને તે વ્યક્તિ કેરી લે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.