Western Times News

Gujarati News

કોંગ્રેસ સ્વચ્છ પ્રતિભાશાળી કર્મશીલોને સુકાન સોપશે તો જ દેશ સમસ્યાઓથી આઝાદ થઈ શકશે!!

કોંગ્રેસે હિમાચલ પ્રદેશમાં સંસદ સભ્ય પ્રતિભા વીરભદ્રસિંહને સુકાન સોપ્યું એ રીતે દરેક રાજ્યમાં સ્વચ્છ પ્રતિભાશાળી અને લોકાભિમુખને નેતૃત્વ સોપવાની જરૂર છે!

તસવીર મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલની છે સરદાર વલ્લભભાઈ પટેલ અને પંડિત જવાહરલાલ નેહરૂ એ મહાત્મા ગાંધીના બે હાથ હતા અને આઝાદીની લડત મહાત્મા ગાંધીના માર્ગદર્શન હેઠળ લડાઈ હતી! અને કોંગ્રેસ દેશને બ્રિટિશશરોના શાસનમાંથી આઝાદી અપાવવામાં સફળ થઇ કારણકે તમામ નેતાઓ નો એક ધ્યેય હતું ‘આઝાદી’!

આજે કોંગ્રેસમુક્ત, ભારત વિરોધ પક્ષ મુક્ત ભારત ના રાષ્ટ્રીય પ્રચાર વચ્ચે કોંગ્રેસને મુખ્ય રાષ્ટ્રીય પક્ષ તરીકે મજબુત કરવાની કેમ જરૂર છે? એવા મુદ્દા સાથે લોક ચર્ચા એ જાેર પકડ્યું છે અને લોકશાહીમાં વિરોધ પક્ષને મજબૂત કરવાથી ગુજરાતને ભ્રષ્ટાચાર મુક્ત વિકાસની જરૂર છે,

મોંઘવારી સામે અવાજ ઉઠાવી શકે એ માટે કોંગ્રેસ મજબુત બને એ જરૂરી છે સુશિક્ષિત લોકોને જાગૃત કરવાની જરૂર છે! યુવાનો બેકારીની હતાશાથી મુક્ત કરવા લડત લડવા તૈયાર કરવાની જરૂર છે! અને યુવાનોમાં, મહિલાઓમાં જુસ્સો પ્રગટ કરવાની શક્તિ ગાંધી વિચારધારામાં છે! પત્રકારોના સવાલોના અકબંધ રાજકીય કૂનેહથી જવાબ આપવાની ક્ષમતા પ્રિયંકા ગાંધી માં છે ત્યારે પ્રિયંકા ગાંધીએ દેશ માટે કોંગ્રેસનું નેતૃત્વ લઈ લેવું જાેઈએ!

કોંગ્રેસે હિમાચલ પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન શ્રી વિરભદ્રસિંહ ના પત્ની પ્રતિભા વિરભદ્રસિંહને હિમાચલ પ્રદેશનું સુકાન સોંપ્યું છે કોંગ્રેસે આઝાદીના ઇતિહાસના પાના તપાસી જવાની જરૂર છે કોંગ્રેસમાં મહાત્મા ગાંધી સર્વે સર્વા હતા અને સરદાર વલ્લભ પટેલ, પંડિત જવાલાલ નેહરૂ, આચાર્ય કૃપલાણી, અબુલ કલામ આઝાદ, ડોક્ટર ભીમ રાવ આંબેડકર જેવા અનેક નામી અનામી આઝાદીની લડત પુરી એકતાથી લડ્યા હતા!

સત્તા માટે નહીં મૂલ્ય માટે ‘ધર્મયુદ્ધ’ કરો એવા સિધાંત સાથે લડત લડ્યા હતા તસવીરોમાં ડાબી બાજુથી સરદાર પટેલ, મહાત્મા ગાંધી ,પ્રિયંકા ગાંધી, અને હિમાચલ પ્રદેશના પ્રતિભા વીરભદ્રસિંહ ની છે એજ રીતે દરેક રાજ્યમાં કોંગ્રેસ સ્વચ્છ પ્રતિભા ની શોધ કરવાની જરૂર છે! (તસવીર સમાચાર ભરત ઠાકોર દ્વારા તથા મુસ્કાન દ્વારા)

તમે જીતવા માટે લડશો તો મજબૂત ટક્કર આપી શકશો- થીયોડોર રુઝવેલ્ટ

બર્માના મહિલા નોબલ પારિતોષિક વિજેતા આંગસાન સુકીએ કહ્યું છે કે ‘‘સાચું કેદખાનું તો ‘ભય’ છે ભય મુક્ત બની જશો ત્યારે ખરા અર્થમાં અમે મુક્ત બની જશે’’!! અમેરિકાના પ્રમુખ થોયોડોર રૂઝવેલ્ટે કહ્યું છે કે ‘‘જ્યાં સુધી તમે જીતવા માટે લડતા નથી ત્યાં સુધી તમે મજબૂત ટક્કર આપી શકવાના નથી’’!!

મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ અને પંડિત જવાહરલાલ નેહરૂ સહિત અનેક કોંગ્રેસી નેતાઓ નું એક જ ધ્યેય હતું ‘ભારતની આઝાદી’ આજે આજ કોંગ્રેસ ફરી સત્તા પર આવવા મજબૂત અને તર્ક્‌બદ્દ મુદ્દાઓ અને ગરીબી મોંઘવારી ભ્રષ્ટાચાર હટાવવા ના એક્શન પ્લાન સાથે પૂરી એકતાથી મેદાનમાં ઉતરવું જાેઈએ!!

દેશની એકતા, અખંડિતતા અને માનવતાના ભોગે સત્તાની સોગઠી રમત રમતા નેતાઓ સામે એકતા સાથે આક્રમક લડત માટે કોંગ્રેસને મજબુત પ્રમુખ ની જરૂર છે રાજકીય વિશ્લેષક અને રાજકીય રણનીતિકાર શ્રી પ્રશાંત કિશોરે પ્રમુખ પદ માટે પ્રિયંકા ગાંધી નું નામ સૂચવ્યા ના ગુપ્ત અહેવાલ છે! સાથે અત્રે નોંધનીય છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં વ્યુહાત્મક રણનીતિ ઝડપથી જાહેર કરવાની જરૂર છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.