Western Times News

Gujarati News

રાષ્ટ્રનો સાચો વિકાસ કરવો હોય તો પ્રાકૃતિક ખેતી અપનાવોઃ મહેશભાઈ પટેલ

(તસ્વીરઃ બકોર પટેલ, મોડાસા)  બીએપીએસ સ્વામીનારયણ મંદિર , હિંમતનગરના વિશાળ સંકુલમાં ધી સાબરકાંઠા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના તમામ કર્મચારીઓ અને પ્રાકૃતિક ખેતીના તજજ્ઞો અને અનુભવી ખેડૂતોની બેંકના યુવા ઉત્સાહી ચેરમેનશ્રી મહેશભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને ચિંતન શિબિર યોજાઇ હતી.

જેમાં બેંકના કર્મનિષ્ઠ ચેરમેન મહેશભાઈ પટેલે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના તમામ ખેડૂતો સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જાેડાયેલ બેંકના તમામ કર્મચારીઓને પ્રાકૃતિક ખેતી અને તેનાથી ખેડૂતો તથા તમામ માનવજીવન તેમજ દેશના અર્થતંત્રને થતા ફાયદાઓ વિશે ઉદાહરણો સહીત વિસ્તૃત માહિતી આપી

ભારત દેશના વડાપ્રધાન માનનીયશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબશ્રીની પ્રાકૃતિક ખેતી ઘ્વારા ખેડૂતોની આવક ડબલ કરવાની વિવિધ યોજનાઓની વિગતવાર માહિતી આપી તમામ કર્મચારીઓને ખેડૂતો સાથે સંકલનમાં રહી તમામ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી ઘ્વારા ખેતીના ઉત્પાદન ખર્ચમાં ઘટાડો કરી ખેતી આવકો વધારી ખેડૂતોને સમાજમાં આર્થિક રીતે સક્ષમ બનાવવા સહભાગી થવા અનુરોધ કર્યો હતો .

આ શિબિરમાં પ્રાકૃતિક ખેતીના તજજ્ઞો શ્રી પ્રફુલભાઈ સેંજલીયા તથા શ્રી નારસંગભાઈ મોરી એ પણ હાજર રહી પ્રાકૃતિક ખેતી વિશે સમજુતી આપી બેંકના તમામ કર્મચારીઓને બંને જિલ્લાઓના ખેડૂતો સાથે સંકલનમાં રહી પ્રાકૃતિક ખેતીનું સરળ અમલીકરણ કરાવી ખેત ઉત્પાદક ખર્ચમાં ઘટાડો કરાવી ખેતીની આવકો ડબલ કરાવવા જણાવ્યુ હતુ

સાથે સાથે સાબરકાંઠા જિલ્લામાં પ્રાકૃતિક ખેતી કરતા પ્રગતિશીલ અનુભવી ખેડૂત શ્રી રઘજીભાઈ પટેલ , કાનપુર ( ઈડર ), અરવિંદભાઈ પટેલે પોતે પ્રાકૃતિક ખેતી નો અભિગમ અપનાવી ખેત ઉત્પાદન ખર્ચ ઘટાડી ખેતીની આવકમાં કરેલ વધારા અંગેના અનુભવો પણ વ્યકત કર્યા હતા .

અંતમાં બેંકના ચીફ એકઝીકયુટીવશ્રી એચ.પી.નાયક સાહેબે આભાર વિધિ કરી આ શિબિરના અધ્યક્ષ અને બેંકના ચેરમેન શ્રી મહેશભાઈ પટેલ સાહેબ , પ્રાકૃતિક ખેતીના હાજર રહેલ તજજ્ઞોશ્રી પ્રફુલભાઈ સેંજલીયા , શ્રી નારસંગભાઈ મોરી તથા સાબરકાંઠા જિલ્લામાં પ્રાકૃતિક ખેતી કરી ખેતીની આવકમાં વધારો કરનાર

પ્રગતિશીલ ખેડૂત શ્રી રઘજીભાઈ પટેલ, પ્રાંતિજ માર્કેટયાર્ડ ના પૂર્વ ચેરમેન રાજુભાઇ પટેલ એ આ શિબિરમાં હાજર રહી આપેલ માહિતીને બી૨દાવી માહિતી આપવા બદલ તમામનો આભાર વ્યકત કર્યા હતો સાથે સાથે આટલી મોટી સંખ્યામાં હાજર કર્મચારીઓ , તજજ્ઞો અને હાજર અનુભવી ખેડૂતોની આયોજન બધ્ધ રીતે વ્યવસ્થાઓ કરી આપેલ. આ પ્રસંગે બેંકના હરીશભાઇ પટેલ, ગિરીશભાઈ પટેલ, સહિત અધિકારીઓ પણ હાજર રહેલ.

આ પ્રસંગે બેંકમાં નિવૃત થયેલ કર્મચારીઓનું સન્માન કરવામાં આવેલ તેમજ બેંકને દર વર્ષની જેમ અટલ પેન્શન યોજનાનો રાષ્ટ્રીય એવોર્ડ મળેલ જે બેંકના અધિકારીઓએ બેંકના ચેરમેન મહેશભાઈ પટેલને સુપરત કર્યો હતો જેમાં બેન્કના ચેરમેનશ્રીએ તમામ કર્મચારીઓ ને અભિનંદન આપ્યા હતા. આ પ્રસંગે બેંકની કર્મચારીઓની ક્રેડિટ સોસાયટી ની વાર્ષિક સાધારણ સભા મળી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.