Western Times News

Gujarati News

યુરો-ઓન્કોલોજીમાં 2600થી વધારે રોબોટિક સર્જરીઓ પૂર્ણ કરનાર દેશમાં આ પ્રથમ હોસ્પિટલ

કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલે ત્રીજી દા વિન્સી રોબોટિક સર્જિકલ સિસ્ટમની સેવાઓ રજૂ કરી – ત્રણ દા વિન્સી રોબો ધરાવતી ભારતમાં એકમાત્ર હોસ્પિટલ છે

વિવિધ સ્પેશિયાલિટીઝમાં 4500થી વધારે રોબોટિક સર્જરીઓ પૂર્ણ કરી ~

મુંબઈઃ કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલ, મુંબઈએ એની ત્રીજી દા વિન્સી રોબોટિક સર્જિકલ સિસ્ટમની સેવાઓ પ્રસ્તુત કરવાની જાહેરાત કરી હતી, જે તેને દેશમાં ત્રણ દા વિન્સી રોબોટ ધરાવતી પ્રથમ અને એકમાત્ર હોસ્પિટલ બનાવે છે. Kokilaben Dhirubhai Ambani Hospital launches third da Vinci robotic surgical system – is the only hospital in India with three da Vinci robots

જૂન, 2012માં દા વિન્સી રોબોટિક સિસ્ટમ મારફતે રોબોટિક સર્જરી પ્રસ્તુત કરનારી દેશમાં પ્રથમ હોસ્પિટલ પૈકીની એક આ હોસ્પિટલે અત્યાર સુધી તમામ સ્પેશિયાલિટીઝમાં 4500થી વધારે રોબોટિક-આસિસ્ટેડ સર્જરીઓ પૂર્ણ કરી છે, જેમાં એડલ્ટ અને પીડિયાટ્રિક યુરોલોજી, ગાયનેકોલોજી, ઇએનટી અને બેરિયાટ્રિક સર્જરી તેમજ યુરો-ઓન્કોલોજી, ગાયનેકોલોજિકલ, હેડ અને નેક, લંગ અને ઓઇસોફેજિયલ તથા કોલોરેક્ટલ કેન્સર્સ માટે કેન્સરની સર્જરીઓ સામેલ છે.

કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલ (કોકિલાબેન હોસ્પિટલ) ભારતમાં અદ્યતન તબીબી ટેકનોલોજી લાવવામાં મોખરે છે અને ત્રીજી અદ્યતન દા વિન્સી રોબોટિક સર્જિકલ સિસ્ટમ સાથે હોસ્પિટલે રોબોટિક મિનિમલી ઇન્વેસિવ સર્જરીમાં પથપ્રદર્શક તરીકે એની પોઝિશન મજબૂત કરી છે.

કોકિલાબેન હોસ્પિટલ દેશમાં પ્રોસ્ટેટ, કિડની અને યુરિનરી બ્લેડર કેન્સરના દર્દીઓની સારવાર કરવા માટે 2600થી વધારે રોબોટિક સર્જરીઓ પૂર્ણ કરવાનું નોંધપાત્ર સીમાચિહ્ન હાંસલ કરનાર પ્રથમ હોસ્પિટલ પણ છે.

રોબોટિક સર્જરીમાં તાલીમબદ્ધ નિષ્ણાતો સાથે કોકિલાબેન હોસ્પિટલએ દર્દીઓ અને સર્જનો માટે મિનિમલી ઇન્વેસિવ સર્જરીના નવા માપદંડો સ્થાપિત કર્યા છે, પરંપરાગત ઓપન સર્જરીની મર્યાદાઓ દૂર કરે છે અને દા વિન્સી રોબોટિક સર્જિકલ પ્લેટફોર્મનો ઉપયોગ કરીને પરંપરાગત લેપરોસ્કોપિક પદ્ધતિઓની મર્યાદાઓનું સમાધાન કરે છે.

કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલના રોબોટિક સર્જરીના હેડ અને યુરો-ઓન્કોલોજીના કન્સલ્ટન્ટ ડૉ. ટી બી યુવરાજાએ (Dr Yuvaraja T.B, Head, Robotic Surgery and Consultant, Uro-Oncology, KDAH) કહ્યું હતું કે, “રોબોટિક સર્જરી પરંપરાગત સર્જરીની સરખામણીમાં ઘણા ફાયદાઓ સાથે સર્જિકલ નવીનતાના આગામી યુગનું પ્રતિનિધિત્વ કરે છે. આ દર્દીઓ માટે મુશ્કેલી યુરોલોજિકલ સર્જરીઓને સરળ અને સલામત બનાવે છે,

જે વધારે સચોટ, ઓછો રક્તપ્રવાહ ધરાવતી અને લોહી ચઢાવવાની ઓછી જરૂરિયાત ધરાવતી, ઇન્ફેક્શનનું ઓછું જોખમ ધરાવતી, ઝડપી રિકવરી અને હોસ્પિટલમાં ઓછો સમય રહેવાની સુવિધા ધરાવે છે. રોબોટિક સર્જરીમાં અમારો બહોળો અનુભવ અમને દર્દીઓ સારવાર કરવાની સુવિધા આપે છે

જ્યાં પરંપરાગત સર્જરી વિકલ્પ નથી અને જટિલ કેસોમાં પણ નવીન ટેકનિકોનો ઉપયોગ કરીને આપણને અતિ નાની જગ્યાઓમાં વધારે સચોટતા સાથે ઓપરેટ કરવાની સુવિધા આપે છે. આ ગર્વની બાબત છે કે, અમારું ઇનોવેટિવ કાર્ય સ્વીકાર્ય છે તથા ઘણા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મેડિકલ જર્નલમાં પ્રકાશિત થયું છે.”

અત્યારે રોબોટિક સર્જરી ઓછામાં ઓછી શસ્ત્રક્રિયા ધરાવતી સર્જરીમાં પસંદગીની પદ્ધતિ છે તથા ઘણા ક્ષેત્રોમાં પરંપરાગત લેપરોસ્કોપી અને ઓપન સર્જરીનું સ્થાન લે છે. વિવિધ કારણોસર ઓપન સર્જરી ન કરાવી શકે એવા દર્દીઓ માટે રોબોટિક સર્જરી અતિ લાભદાયક પણ પુરવાર થઈ છે અને સામાન્ય રીતે જટિલ સર્જરીઓ માટે ઉપયોગ થાય છે.

રોબોટિક સર્જરી ઓટોમેટેડ સર્જિકલ સિસ્ટમ નથી, પણ માનવીય સર્જન દ્વારા રિમોટ-કન્ટ્રોલથી સંચાલિત છે. આ એને અતિ સલામત બનાવે છે, કારણ કે સર્જન હંમેશા સંપૂર્ણપણે નિયંત્રણ ધરાવે છે. ઓછામાં ઓછી શસ્ત્રક્રિયાના અભિગમનો ઉપયોગ કરીને રોબોટિક સર્જરી નાના છિદ્ર દ્વારા હાથ ધરવામાં આવે છે,

જ્યારે પરંપરાગત ઓપન સર્જરીમાં મોટા છિદ્રની જરૂર પડે છે. હાથથી ઉપયોગ થતા સાધનોની સરખામણીમાં દા વિન્સી રોબોટિક સિસ્ટમ સચોટતા પૂરી પાડે છે, ખાસ કરીને શરીરમાં મુશ્કેલીપૂર્વક પહોંચી શકાય એવા ભાગમાં, જેમાં કમ્પ્યુટર સર્જનના હાથ અને સર્જિકલ સાધનો વચ્ચે ડિજિટલ ઇન્ટરફેસ પ્રદાન કરે છે. એનાથી સર્જનના હાથ અને કાંડાની ફ્લેક્સિબિલિટી વધે છે, જે સારી રીતે મૂવમેન્ટ કરવાની તક આપે છે, તો મેગ્નિફાઇડ હાઇ-ડેફિનિશન ત્રિપરિમાણિય ઇમેજ સાથે સારું વિઝ્યુલાઇઝેશન પ્રદાન કરે છે.

ડૉ. યુવરાજ ટી. બી.એ ઉમેર્યું હતું કે, “અમે હંમેશા જાણીએ છીએ કે, રોબોટિક સર્જરીનું પરિણામ સર્જનની કુશળતા પર આધારિત છે એટલે અમે રોબોટિક સર્જરીમાં અમારા સર્જનોને તાલીમ આપવા પણ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. કોકિલાબેન હોસ્પિટલમાં અમે ફેલોશિપ પ્રોગ્રામ ઓફર કરીએ છીએ તથા દર વર્ષે રોબોટિક સર્જરીમાં અને દા વિન્સી સિસ્ટમ રોબોટિક સર્જિકલ પ્લેટફોર્મનો ઉપયોગ કરવા બે યુરોલોજિકલ સર્જનને તાલીમ આપીએ છીએ.”

કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને સીઇઓ ડૉ. સંતોષ શેટ્ટીએ (Dr Santosh Shetty, Executive Director and CEO, KDAH) કહ્યું હતું કે, “અમે પ્રાથમિક તબક્કામાં દર્દીઓને મદદ કરવા રોબોટિક સર્જરીની સંભવિતતા સમજ્યાં હતાં અને અમારી હોસ્પિટલમાં અદ્યતન દા વિન્સી રોબોટિક સિસ્ટમ લાવનાર પ્રથમ હોસ્પિટલોમાં સામેલ હતા.

અમે એ ખાતરી પણ કરી હતી કે, અમારા સર્જનો અદ્યતન રોબોટિક ટેકનોલોજીઓનો ઉપયોગ કરીને નિદાન અને સારવારની વિવિધ સ્થિતિમાં ખાસ તાલીમબદ્ધ હોય.

અમને ખુશી છે કે, અમારી દીર્ઘદ્રષ્ટિ હજારો દર્દીઓને રોબોટિક સર્જરીના લાભ તરફ દોરી ગઈ છે. રોબોટિક સર્જરીઓની વધતી સંખ્યામાં પ્રદાન કરનાર એક મહત્વપૂર્ણ પરિબળ છે – આ સર્જરી પરંપરાગત સર્જરીની સરખામણીમાં સામાન્ય વધારે ખર્ચ ધરાવે છે અને વધારે સારાં પરિણામો આપે છે. સ્વાસ્થ્ય વીમાકંપનીઓ દ્વારા પણ રોબોટિક સર્જરીઓના મહત્વને ઓળખવામાં આવ્યું છે અને હવે આ પ્રક્રિયાઓને આવરી લેવામાં આવી છે, જે દર્દીઓ માટે આશીર્વાદરૂપ છે.”

દા વિન્સી રોબોટિક સર્જિકલ સિસ્ટમ સર્જિકલ અને રોબોટિક ટેકનોલોજીઓમાં લેટેસ્ટ છે. 15મી સદીના સંશોધન અને પ્રથમ રોબોની શોધ કરનાર પેઇન્ટર લીયોનાર્ડો દા વિન્સીનું નામ આપવામાં આવેલી દા વિન્સી સિસ્ટમને નાસા અને સ્ક્રિપ્પ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા પથપ્રદર્શક ટેકનોલોજીનો ઉપયોગ કરીને વિકસાવવામાં આવી હતી તથા વર્ષ 2000માં યુએસ એફડીએ દ્વારા સર્જરીમાં ઉપયોગ કરવા માટે મંજૂરી આપવામાં આવી હતી.

ટેકનોલોજીકલ રીતે અદ્યતન અને રિફાઇન દા વિન્સી સર્જિકલ સિસ્ટમ ત્રિ-પરિમાણિય લેન્સ સિસ્ટમ સાથે એક કેમેરો ધરાવે છે, જે ઓપરેશન કરવાનો હોય એ ભાગને 10થી 15 ગણો મોટો કરીને રજૂ કરે છે, જેનાથી સર્જન માટે વિઝિબિલિટી વધે છે અને નાની સચોટ ટેકનિકની સુવિધા આપે છે. અત્યારે 67 દેશોમાં 6,500થી વધારે દા વિન્સી સર્જિકલ સિસ્ટમ સ્થાપિત થઈ છે અને દુનિયાભરમાં 55,000થી વધારે સર્જનો દા વિન્સી સિસ્ટમનો ઉપયોગ કરવા તાલીમબદ્ધ છે. દુનિયામાં દા વિન્સી સિસ્ટમ સાથે 10 મિલિયનથી વધારે પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.