Western Times News

Gujarati News

વિદેશમાં વધારે સારી તકો હોવા છતાં 64 ટકા ભારતીયો વધારે સારું જીવન જીવવા માટે ભારતમાં રહેવાનું પસંદ કરે છે

પ્રતિકાત્મક

66 ટકા પરિવારો માટે કૌટુંબિક ખર્ચમાં વધારો થયો છેઃ છેલ્લાં 5 મહિનામાં ખર્ચ સૌથી વધુ– એક્સિસ માય ઇન્ડિયા – સીએસઆઈ સર્વેનું તારણ

ગયા વર્ષે નોંધપાત્ર રીતે 35 ટકા લોકો ઓનલાઇન ખરીદીમાં સંકળાયેલા હતા

⦁ સર્વેમાં સામેલ થયેલા 10166 લોકોમાંથી 69 ટકા ગ્રામીણ ભારત, તો 31 ટકા શહેરી ભારત સાથે સંકળાયેલા હતા

⦁ 48 ટકા પરિવારો માટે આવશ્યક ચીજવસ્તુઓ પર ખર્ચમાં વધારો થયો

⦁ 14 ટકા પરિવારો માટે બિનઆવશ્યક ચીજવસ્તુઓ પર ખર્ચમાં વધારો થયો

⦁ 38 ટકા પરિવારો માટે આરોગ્ય સાથે સંબંધિત ચીજવસ્તુઓના ઉપભોગમાં વધારો થયો

⦁ વીમા પછી એફડી અને આરડી તથા ગોલ્ડ અનુક્રમે બીજા અને ત્રીજા રોકાણ માટે પસંદગીના માધ્યમો છે

મુંબઈ, અગ્રણી કન્ઝ્યુમર ડેટા ઇન્ટેલિજન્સ કંપની એક્સિસ માય ઇન્ડિયાએ બહોળા મુદ્દાઓ પર માસિક વિશ્લેષણ ઇન્ડિયા કન્ઝ્યુમર સેન્ટિમેન્ટ ઇન્ડેક્સ (સીએસઆઇ)ના લેટેસ્ટ તારણો જાહેર કર્યા હતા. મે રિપોર્ટમાં ખુલાસો સંપૂર્ણ કૌટુંબિક ઉત્પાદનો, આવશ્યક ઉત્પાદનો અને વિવેકાધિન ઉત્પાદનોમાં ઉપભોગમાં સુધારાનો ખુલાસો થયો છે.

સર્વેમાં મીડિયા અને આરોગ્ય સાથે સંબંધિત ઉત્પાદનોના ઉપભોગમાં લઘુતમ વધારો તથા મોબિલિટી સાથે સંલગ્ન સેન્ટિમેન્ટમાં આંશિક સુધારાની જાણકારી મળી છે. ઉપભોક્તાની ઓનલાઇન ખરીદીના અભિગમ પર સર્વેમાં જાણકારી મળી હતી કે, છેલ્લાં એક વર્ષમાં 35 ટકાએ ઓનલાઇન ખરીદી કરી હતી.

19 ટકા ઉત્તરદાતાઓએ વધુમાં જાણકારી આપી હતી કે, ભારતીય ફડૂ અને ગ્રોસરી ઓનલાઇન એપ્સ દ્વારા ઝડપથી સંતોષ આપતી યોજનાઓ સુવિધાજનક છે અને સમય બચાવે છે, છતાં 77 ટકાએ હજુ સુધી એને અજમાવી નથી.

મેનો નેટ સીએસઆઈ સ્કોર વધીને +12 થયો હતો, જે ગયા મહિને +11 હતો અને છેલ્લાં 4 મહિનામાં વધારાનું વલણ જોવા મળ્યું હતું. આ સ્કોરની ગણતરી સેન્ટિમેન્ટમાં ટકાવારીના વધારામાંથી સેન્ટિમેન્ટમાં ટકાવારીની બાદબાકી પરથી કરવામાં આવી છે.

આ સેન્ટિમેન્ટમાં પાંચ પ્રસ્તુત પેટાસૂચકાંકોમાં ઊંડાણપૂર્વકનું વિશ્લેષણ રજૂ થયું છે – સંપૂર્ણ કૌટુંબિક ખર્ચ, આવશ્યક અને બિનઆવશ્યક ચીજવસ્તુઓ પર ખર્ચ, હેલ્થકેર પર ખર્ચ, મીડિયા ઉપભોગની આદતો અને મોબિલિટીના વલણો.
ચાલુ મહિને એક્સિસ માય ઇન્ડિયાનો સેન્ટિમેન્ટ સર્વેમાં ગ્રાહકોના ટેલીવિઝન અને અખબારો પર જાહેરાતના દાવાઓ પર અભિપ્રાયો,

આઇપીએલ દરમિયાન સૌથ વધુ જોવા મળતી બ્રાન્ડ, પસંદગીની સમાચાર સામગ્રી અને રશિયા-યુક્રેન સાથે સંબંધિત સમાચારોમાં રસ પર ઊંડી જાણકારી મળી હતી. સર્વેમાં નવા વર્ષના રોકાણ પર ઝડપથી સંતોષકારક સ્કીમ્સ અને યોજનાઓ પર ઉપભોક્તાઓના દ્રષ્ટિકોણનો તાગ પણ મળ્યો હતો.

સર્વે 30+ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 10166 લોકોની સેમ્પલ સાઇઝ સાથે કમ્પ્યુટરની મદદથી ટેલીફોનિક ઇન્ટરવ્યૂ મારફતે હાથ ધરવામાં આવ્યો હતો. જ્યારે તેમાં 69 ટકા ઉત્તરદાતાઓ ગ્રામીણ ભારત સાથે સંબંધિત હતા, ત્યારે 31 ટકા શહેરી ભારતના હતા. ઉપરાંત જ્યારે 68 ટકા ઉત્તરદાતાઓ પુરુષો હતા, ત્યારે 32 ટકા ઉત્તરદાતાઓ મહિલાઓ હતી.

પ્રાદેશિક વિભાજનની દ્રષ્ટિએ જ્યારે 26 ટકા-26 ટકા ઉત્તરદાતાઓ ઉત્તર અને પૂર્વ ભારત સાથે સંબંધિત હતા, ત્યારે 31 ટકા અને 17 ટકા અનુક્રમે પશ્ચિમ અને દક્ષિણ ભારત સાથે સંબંધિત હતા. બે બહુમતી સેમ્પલ ગ્રૂપની દ્રષ્ટિએ 31 ટકા 26 વર્ષથી 35 વર્ષની વયજૂથને પ્રતિબિંબિત કરે છે, ત્યારે 30 ટકા 36 વર્ષથી 50 વર્ષની વયજૂથની વયજૂથને પ્રતિબિંબિત કરે છે.

સીએસઆઇ રિપોર્ટ પર એક્સિસ માય ઇન્ડિયાના ચેરમેન અને એમડી પ્રદીપ ગુપ્તાએ કહ્યું હતું કે, “પરિવર્તિત અને પુનઃઊર્જાવંત ઉપભોક્તા સમુદાયમાં વિવેકાધિન ખર્ચ પર ખર્ચમાં વધારો આશાવાદ સૂચવે છે, જે તેમનો ‘તેમને શું જરૂર છે એના બદલે તેઓ શું ઇચ્છે છે’ એના પ્રત્યેનો લગાવ દર્શાવે છે.

આ બ્રાન્ડ અને માર્કેટર્સ માટે ઉપભોક્તાઓની બદલાતી પ્રાથમિકતાઓ ઝડપવા માટે આશાનું કિરણ પ્રદાન કરે છે. જ્યારે બ્રાન્ડ્સ ઉપભોક્તાઓના તાત્કાલિક સંતોષની લાગણીને પૂરી પાડવા આતુર છે, ત્યારે ઉચિત વિઝિબિલિટી માટે સંદર્ભ અને સામગ્રીને સમજવાની જરૂર છે.

સંપૂર્ણ સ્તરે એકસમાન સમુદાય તરીકે ઉપભોક્તાઓની લાંબા ગાળાની ધારણાઓમાં પરિવર્તન થાય એ જરૂરી છે, કારણ કે દરેક વ્યક્તિ અલગ આકાંક્ષાઓ ધરાવે છે, રોકાણની અલગ યોજનાઓ ઇચ્છે છે અને વિવિધ પ્રકારના સમાચારો પસંદ કરે છે. મહામારી, રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધ અને શ્રીલંકાની આર્થિક કટોકટીની સાથે છેલ્લાં એક કે બે વર્ષમાં સમાચાર ઉદ્યોગમાં વૃદ્ધિ થઈ છે, પણ ચૂંટણીઓ અને રાજકીય સમાચારોને હજુ પણ દર્શકો સૌથી વધુ પસંદ કરે છે. રસપ્રદ બાબત એ છે કે, વિદેશમાં વધારે સારી તકો હોવા છતાં 64 ટકા ભારતીયો વધારે સારું જીવન જીવવા માટે ભારતમાં રહેવાનું અને કામ કરવાનું પસંદ કરે છે, જેના પર આપણને બધાને ગર્વ હોવો જોઈએ!”

મુખ્ય તારણો:
⦁ 66 ટકા કુટુંબો માટે સંપૂર્ણ કૌટુંબિક ખર્ચમાં વધારો થયો છે, જે ગયા મહિનાથી 4 ટકાનો વધારો પ્રતિબિંબિત કરે છે. ગયા મહિને ચોખ્ખો સ્કોર +53 હતો, જે ચાલુ મહિને +5 વધીને +58 થયો હતો.

⦁ 48 ટકા પરિવારો માટે પર્સનલ કેર અને ઘરગથ્થું ચીજવસ્તુઓ જેવી આવશ્યક ચીજવસ્તુઓ પર ખર્ચ વધ્યો છે તથા બાકીની ચીજવસ્તુઓ માટે ગયા મહિનો જેટલો જળવાઈ રહ્યો હતો. જોકે ખર્ચ 33 ટકા પરિવારો માટે અગાઉ જેટલો જળવાઈ રહ્યો હતો. ગયા મહિને નેટ સ્કોર +29 હતો, જે ચાલુ મહિને જળવાઈ રહ્યો છે.

⦁ એસી, કાર, રેફ્રિજરેટર જેવી બિનઆવશ્યક અને વિવેકાધિન ઉત્પાદનો પર ખર્ચ 14 ટકા પરિવારો માટે વધ્યો છે, જે ગયા મહિનાથી 1 ટકાનો વધારાને પ્રતિબિંબિત કરે છે. જોકે 80 ટકા પરિવારો માટે ખર્ચ યથાવત્ જળવાઈ રહ્યો છે, જેમાં -2 ઘટાડો થયો હતો. ચોખ્ખો સ્કોર અગાઉની મહિનાની જેમ +8 જળવાઈ રહ્યો છે.

⦁ આરોગ્ય સાથે સંબંધિત ચીજવસ્તુઓનો ઉપભોગ 38 ટકા પરિવારો માટે વધ્યો છે. જ્યારે 47 ટકા પરિવારો માટે ઉપભોગ વધતા-ઓછા અંશે એકસરખો જળવાઈ રહ્યો છે, ત્યારે 15 ટકા પરિવારો વચ્ચે ઉપભોગમાં ઘટાડો જોવા મળ્યો હતો. નકારાત્મક સૂચિતાર્થ એટલે કે જેટલો ખર્ચ ઓછો તેટલું સેન્ટિમેન્ટ વધારે ધરાવતો હેલ્થના નેટ સ્કોરનું મૂલ્ય ચાલુ મહિને -23 છે.

⦁ મીડિયાનો વપરાશ 23 ટકા પરિવારો માટે વધ્યો છે, જે ગયા મહિનાથી 1 ટકા વધારાને પ્રતિબિંબિત કરે છે. મોટા ભાગના 52 ટકા પરિવારો માટે ઉપભોગ એકસરખો જળવાઈ રહ્યો છે. સંપૂર્ણ નેટ સ્કોર ગયા મહિને -1 હતો, જે ચાલુ મહિને -2 થયો છે.

⦁ 85 ટકા પરિવારોએ જણાવ્યું હતું કે, તેઓ ટૂંકા વેકેશન, મોલ અને રેસ્ટોરામાં જઈ રહ્યાં છે. 8 ટકા પરિવારોમાં જ પ્રવાસમાં વધારો થયો છે, જે ગયા મહિનાથી +2 વધારે છે. મોબિલિટીનો સંપૂર્ણ ચોખ્ખો સ્કોર 1 છે.
વર્તમાન રાષ્ટ્રીય પ્રવાહના મુદ્દાઓ પર:

⦁ એક્સિસ માય ઇન્ડિયામાં ટેલીવિધઝન અને અખબારો પર જાહેરાત પર ઉપભોક્તાઓના અભિપ્રાયોનું વધુ મૂલ્યાંકન પણ પ્રસ્તુત થયું હતું. આ સર્વેમાં જાણકારી મળી હતી કે, આ પ્લેટફોર્મ્સ પર ઉપલબ્ધ જાહેરાતના દાવાઓ માની શકાય એવા નથી. જોકે અન્ય કારણોસર 22 ટકા માને છે.

⦁ આઇપીએલની મેચો દરમિયાન બ્રાન્ડની વિઝિબિલિટી અને એની અસર પર સર્વેમાં જાણકારી મળી હતી કે, ચાલુ સિઝનમાં કુલ 9 ટકા ઉત્તરદાતાઓનું ડ્રીમ 11 – ઇન્ડિયન ફેન્ટસી સ્પોર્ટ્સ પ્લેટફોર્મ દ્વારા જાહેરાતો પર ધ્યાન ગયું છે, જે યુઝર્સને ફેન્ટસી ક્રિકેટ રમવા સુવિધા આપે છે અને 6 ટકાએ ટાટા ડિજિટલમાંથી ટાટા ન્યૂ દ્વારા જાહેરાતો નોટિસ કરી છે.

આ સિઝનમાં આઇપીએલ જોનાર લોકોમાં ડ્રીમ 11ને 41 ટકાએ રિકોલ કરી હતી અને ટાટા ન્યૂને 30 ટકાએ રિકોલ કરી હતી. સંપૂર્ણપણે 22 ટકા આઇપીએલ જોઈ છે અને 78 ટકાએ ઉલ્લેખ કર્યો હતો કે, તેઓ આ સિઝનમાં આઇપીએલ જોતા નથી.

⦁ ઉપભોક્તાઓના ઓનલાઇન અભિગમ પર એક્સિસ માય ઇન્ડિયાના સર્વેમાં જાણકારી મળી હતી કે, છેલ્લાં એક વર્ષમાં 35 ટકા ઉત્તરદાતાઓ ઓનલાઇન ખરીદીમાં સંકળાયેલા હતા. ઉપરાંત સર્વેમાં વધુ જાણકારી મળી હતી કે, 19 ટકા ઉત્તરદાતાઓ ભારતીય ફૂડ અને ગ્રોસરીઓની એપ્સ દ્વારા તાત્કાલિક પ્રોત્સાહન કે સંતોષકારક યોજનાઓ (જેમ કે 10 મિનિટ ડિલિવરી ઝોમેટો, બિગ-બાસ્કેટ/આકર્ષક/ડુન્ઝો-સેમ ડે ડિલવરી)ને સુવિધાજનક અને અસરકારક સમયની માને છે, પણ 77 ટકા ઉત્તરદાતાઓએ હજુ સુધી પ્રયાસો કર્યો નથી.

⦁ નાણાકીય રોકાણની યોજનાઓ પર ઉપભોક્તાની લાગણીનો તોગ મેળવતા સીએસઆઇ-સર્વેમાં જાણકારી મળી હતી કે, જ્યારે 13 ટકા હેલ્થ વીમા/જીવન વીમામાં રોકાણ કરવાની યોજના ધરાવે છે, ત્યારે 4 ટકા ફિક્સ્ડ ડિપોઝિટ અને રિકરિંગ ડિપોઝિટમાં રોકાણ કરવાની યોજના ધરાવે છે. ઉપરાંત જ્યારે 3 ટકા શેર/મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવા વિચારે છે, ત્યારે 2 ટકા ગોલ્ડમાં રોકાણ કરવાની યોજના ધરાવે છે. 78 ટકાએ ઉલ્લેખ કર્યો હતો કે, તેઓ ચાલુ વર્ષે રોકાણ કરવાની યોજના ધરાવતા નથી.

⦁ સર્વેમાં દર્શકોને પીરસવામાં આવતી સામગ્રી પર ઊંડાણપૂર્વકનો અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો. સર્વે મુજબ, મોટા ભાગના 36 ટકા ઉત્તરદાતાઓએ જણાવ્યું હતું કે, જ્યારે તેઓ ચૂંટણી અને રાજકીય પક્ષો સાથે સંબંધિત સમાચારો જોવાનું પસંદ કરે છે, ત્યારે 22 ટકા રશિયા-યુક્રેન યુદ્ધ સાથે સંબંધિત સમાચારોમાં રસ ધરાવતા હતા. ઉપરાંત બે અન્ય મુખ્ય પસંદગીઓમાં રમતગમત સાથે સંકળાયેલી માહિતી (20 ટકા) અને મનોરંજન સાથે સંબંધિત માહિતી (16 ટકા) સામેલ હતી. બહુમતી 52 ટકા ઉત્તરદાતાઓએ જણાવ્યું હતું કે, તેઓ રશિયા-યુક્રેન યુદ્ધ સાથે સંબંધિત સમાચારો પર્યાપ્ત પ્રમાણમાં જુએ છે.

⦁ છેલ્લે, સીએસઆઈના સર્વેમાં જાણકારી મળી હતી કે, 33 ટકા વધારે સારી તક અને જીવનશૈલીમાં અન્ય દેશમાં સ્થળાંતર પસંદ કરશે, તો 64 ટકા લોકો ભારતમાં રહેવાનું પસંદ કરે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.