Western Times News

Gujarati News

ફાયર સેફટી નહીં હોય તો બુલડોઝર ફેરવાની પણ તૈયારી રાખજો

File

હાઈકોર્ટમાં એડવોકેટ જનરલનું મોટું નિવેદન-ફાયર સેફટી પર કડક કાર્યવાહી થાય તેવા એંધાણ

અમદાવાદ, જાે તમારા કોમર્શિયલ કે રેસિડેન્ટ બિલ્ડીંગમાં ફાયર BU ન હોય તો ચેતી જજાે નહીં તો હવે તાળા પણ લાગશે અને જરૂર લાગે તોડી પણ પડાશેરાજ્યમાં ઘણા સમયથી ફાયર સેફટીને લઈ ગુજરાત હાઈકોર્ટ સતત સરકાર અને તંત્રને કડક કાર્યવાહીના આદેશ આપી રહી છે.

હાઈકોર્ટના આ વલણને જાેઇ તંત્ર પર ફાયર સેફટીને લઈ ગંભીર હોવાનું જણાઈ આવ્યું છે.ત્યારે રાજ્યમાં ફાયર સેફટી એક્ટની અમલવારીનો વિવાદ મામલે ગુજરાત હાઈકોર્ટમાં રાજ્યના એડવોકેટ જનરલે ફાયર BU વિનાની ઇમારતો સામે કાર્યવાહી ચાલુ હોવાની વાત કહી છે.

આ ઉપરાંત કોર્ટને બાંહેધરી રૂપે નિવેદન આપતા કહ્યું છે કે બી.યુ.પરમિશન વગરની ઇમારતો સીલ કરાશે અથવા તોડી પડાશે. જેથી આવનાર સમયમાં ફાયર સેફટી વગર ધમધમતી ઈમારતો પર તંત્રનું બુલડૉઝર કે ખંભાતી તાળાં મારી દેવાશે તે વાત નક્કી છે.

સુપ્રીમ કોર્ટની વાલીઓને સલાહઃ ખૂબ જ નાની ઉંમરે બાળકોને શાળાએ ન મોકલો, સ્વાસ્થ્ય પર પડે છે ગંભીર અસર બીજી તરફ એડવોકેટ જનરલે એ પણ ટાંક્યું હતું કે જે ઇમારતોને ધારાધોરણો મુજબ હશે તને પરમિશન આપી શકાશે. આજની સુનાવણી દરમિયાન હાલમાં SVP હોસ્પિટલમાં લાગેલી આગની ઘટનાની નોંધ પણ લેવાઈ હતી.

SVPમાં લાગેલી આગ પર ૧૦ મિનિટમાં કાબૂ મેળવાયો હતો કારણ કે હોસ્પિટલ સંપૂર્ણ રીતે ફાયર સાધનોની હતી તેમજ SVPમાં ફાયર સેફટી ઈકવિપમેન્ટ કાર્યરત હતા.

તંત્રની ફાયર સેફ્ટી મુદ્દેની કાર્યવાહી પર અરજદારે સ્વીકાર કરતાં જણાવ્યું છે કે પ્રશાસન લોકોના હિત માટે પગલાં લઈ રહ્યું છે તે સારી વાત છે હજુ પણ કડક કાર્યવાહી જરૂર છે જેથી SVP હોસ્પિટલમાં લાગેલી આગ જેમની તાત્કાલિક આગ પર કાબૂ મેળવી શકાય.ફાયર સેફ્ટી મામલે વધુ સુનાવણી જૂન માસમાં હાથ ધરાશે.

૪ એપ્રિલના રોજ અમદાવાદમા ફાયર સેફ્ટી મામલે ગુજરાત હાઈકોર્ટએ મહત્વનો હુકમ આપતા કહ્યું હતું કે ફાયર સેફટી વિનાની ઇમારતો સામે કડક કાર્યવાહી કરવામાં આવે, સ્કૂલોમાં ફાયર સેફટીનો અભાવ પણ નીતિવિષયક પગલાં લેવાતા નથી. સરકાર ફાયર સેફટી પર ગંભીર ન હોવાનું કોર્ટે નોંધ્યું હતું.

ત્યારે SVP, ફાયર સેફટી મામલે ક્રિમિનલ પ્રોસિક્યુશન દાખલ કરવા માટે કોર્ટે અમદવાદ મનપાને આદેશ કર્યો છે.ફાયર સેફટી અંગે વડોદરા, ભાવનગર, રાજકોટ, સુરતને પણ કોર્ટે ટકોર કરી છે. હોસ્પિટલ,સ્કૂલો ,ઇમારતોનો ફાયર સેફટી અંગેનો રિપોર્ટ  માગ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.