Western Times News

Gujarati News

બાયડનો વાત્રક ડેમ સુધીની પાઇપલાઇન કામગીરી રામભરોસે

સાઠંબા ના જાગૃત નાગરિકે મુખ્યમંત્રીને પત્ર લખી શંકા વ્યક્ત કરી. રૂપિયા ૯૧ કરોડનો વાત્રક ડેમ સુધીનો પાઈપલાઈન કામગીરી રામભરોસેઃફરીથી ખોટું થવાની શક્યતા   અગાઉ તૈયાર કરવામાં આવેલી પાઈપલાઈન નિષ્ફળઃફરી ત્રણ ગણી રકમ ખર્ચી નવેસરથી કામગીરીઃઆખરે કોના બાપની…….જવાબદારો સામે પગલાં ક્યારે.?

અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના સાઠંબા નજીક જાલમપુરા ગામ પાસે પંપીંગ સ્ટેશન બનાવી વાત્રક ડેમ સુધી પાણી પહોંચાડવા માટે 91 કરોડના ખર્ચે નવેસરથી નાખવામાં આવેલી પાઇપલાઇન કામગીરી રામ ભરોસે છોડી દેવામાં આવી છે અને આ કામમાં ફરીથી ખોટું થવાની શંકા સાથે એક  જાગૃત નાગરિકે મુખ્યમંત્રીને પત્ર લખી તપાસની માગણી કરી છે. સાઠંબાના જાગૃત નાગરિક દશરથસિંહ આર સોલંકી એ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ને પત્ર લખી રજૂઆત કરી છે કે અગાઉ જાલમપુરા પંપીંગ સ્ટેશનથી વાત્રક ડેમ સુધી ૩૦ કરોડના ખર્ચે પીવીસી ની પાઇપલાઇન નાખવામાં આવી હતી જે નિષ્ફળ  ગઈ હતી.

આમ છતાં તાજેતરમાં નવેસરથી 91 કરોડ એટલે કે અગાઉ કરતા ત્રણ  ગણા વધુ ખર્ચે લોખંડની પાઈપલાઈન નાંખવાનું કામ નવી એજન્સીને સોંપવામાં આવેલું છે સાઠંબાના જાગૃત નાગરિકો દ્વારા ચાલી રહેલી કામગીરીની સ્થળ તપાસ કરતો અગાઉની જેમ જ આ વખતે પણ કામગીરી રામ ભરોસે છોડી દેવામાં આવી છે અભણ લોકો અને સામાન્ય શિક્ષણ વગરના લોકોના ભરોસે કરોડો રૂપિયાનું કામ ચાલતું હોવાનું અરજદારે જણાવ્યું છે અહીં લાગતા વળગતા ખાતાના કોઈ અધિકારીઓ સુપરવિઝનમાં ફરકતા ના હોવાનું અરજદારે જણાવ્યું છે. અરજદારે અગાઉ ૩૦ કરોડના ખર્ચે નખાયેલી પાઈપલાઈન સંદર્ભે નિષ્પક્ષ તપાસની માગણી કરી છે.

અરજદારે વધુમાં તેમના પત્રમાં માગણી કરી છે કે, અગાઉ ૩૦ કરોડના ખર્ચે નાખવામાં આવેલી નિષ્ફળ ગયેલી પાઇપ લાઇનની તપાસ પૂરી ના થાય ત્યાં સુધી 91 કરોડના ખર્ચે આરંભાયેલા નવા પાઇપલાઇન પ્રોજેક્ટને હાલ પૂરતો મોકુફ રાખવાની માગણી કરી છે અરજદાર દશરથસિંહ સોલંકીની અરજીના આધારે મુખ્યમંત્રી કાર્યાલય નર્મદા જળ સંપત્તિ  વિભાગના સચિવને તપાસ કરી રિપોર્ટ મુખ્યમંત્રી કાર્યાલયમાં રજુ કરવા જણાવ્યું છે.   
દિલીપ પુરોહિત. બાયડ            


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.