Western Times News

Gujarati News

પંજાબમાં આતંકવાદીઓએ પોલીસ પર કર્યું ફાયરિંગ

file

ફરીથી આતંકવાદ ભડકાવવાનું કાવતરું

આતંકવાદી સંગઠનોએ ડ્રોન દ્રારા પંજાબમાં મોટી માત્રામાં હથિયાર, ડ્રગ્સ, પૈસા અને દારૂગોળો ભારતમાં પહોંચાડ્યો છે.

નવી દિલ્હી,
પાકિસ્તાનને અડીને આવેલા પંજાબ વિસ્તારમાં અત્યારે હાઇ એલર્ટની સ્થિતિ છે કારણ કે વિદેશોમાં બેઠેલા આતંકવાદી સંગઠનો અને પાકિસ્તાની આઇએસઆઇ આતંકવાદી ખાલિસ્તાન લિબરેશન ફોર્સના આતંકવાદીઓ સાથે મળીને ભારતમાં એક મોટા કાવતરાને અંજામ આપવાના ફિરાકમાં છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર આતંકવાદી સંગઠનોએ ડ્રોન દ્રારા પંજાબમાં મોટી માત્રામાં હથિયાર, ડ્રગ્સ, પૈસા અને દારૂગોળો ભારતમાં પોતાના સ્લિપર સેલ સુધી પહોંચાડ્યો છે. તેમાં સૌથી મોટી ભૂમિકા આતંકવાદી હરિંદર ઉર્ફ રિંદાની હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

ત્યારે પંજાબના ગુરદાસથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. જ્યાં ૪ મેના રોજ રાત્રે કેટલાક યુવકોએ સિટી પોલીસ સ્ટેશનના પ્રભારી ગુરમીત સિંઅ સહિત પોલીસ અધિકારીઓ પર આડેધડ ફાયરિંગ કર્યું હતું. ૪ મેના રોજ રાત્રે ગુરદાસપુર બાયપાસ આવેલી હોટલ ગ્રાંડની બહાર એક ગાડી જાેવા મળી હતી. ગુરમીત સિંહે પોતાના સાથી કરનેલ સિંહને ગાડી સહિત યુવકોની ચેકિંગ માટે મોકલ્યા. જેવા જ કરનેલ સિંહ ગાડી તરફ આગળ વધ્યા તો તેમાં સવાર યુવકોએ અચાનક ફાયરિંગ શરૂ કરી દીધું અને ભાગવા લાગ્યા હતા.

ફાયરિંગના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ભાગવાનો પ્રયત્ન કરતાં પોલીસે ગાડી પર ફાયરિંગ શરૂ કર્યું હતું. પરંતુ યુવકો ત્યાંથી ફરાર થઇ ગયા છે. આ સમગ્ર ઘટનાક્રમમાં ૫ યુવકો વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. તે યુવકોની ઓળખ ગુરૂવારે રાત્રે કરવામાં આવી હતી. જાેકે તે હજુ પણ પોલીસની પકડ બહાર છે. સુરક્ષા એજન્સીઓ માટે આ કેસમાં ચિંતાની વાત એટલા માટે છે કે ગુરૂવારે હરિયાણાના કરનાલથી બબ્બર ખાલસા ઇન્ટરનેશનલના ૪ આતંકવાદી પકડાયા છે. આ આતંકવાદીઓ ડ્રોન દ્રારા પાકિસ્તાન હથિયાર સપ્લાય કર્યા હતા.

જેને તે તેલંગાણામાં ગેંગના બીજા લોકોને આપવા જઇ રહ્યા હતા. આઇબીના ગુપ્ત ઇનપુટ પર પંજાબ અને હરિયાણા પોલીસે જાેઇન્ટ ઓપરેશન કરીને ચારેય આતંકવાદીઓને હથિયારો સહિત દબોચી લીધા હતા.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.