Western Times News

Gujarati News

વિજ્ઞાન ક્યારેય જુઠ્ઠું ન બોલે, મોદી ખોટું બોલે છે: રાહુલ

નવી દિલ્હી, ભારતમાં કોરોનાથી થયેલા મોત અંગે વર્લ્‌ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને કરેલા દાવા બાદ રાજકીય મોરચે આરોપ અને પ્રત્યારોપનો દોર શરુ થઈ ગયો છે. વર્લ્‌ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને કહ્યુ છે કે, છેલ્લા બે વર્ષમાં દુનિયામાં દોઢ કરોડ જેટલા લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યા છે અને ભારતમાં આ આંકડો ૪૭ લાખ લોકોનો છે.

બીજી તરફ નીતિ આયોગના સભ્ય વીકે પોલ અને એમ્સના ડાયરેકટર રણદીપ ગુલેરિયાએ વર્લ્‌ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને જાહેર કરેલા આંકડાને ખોટા ગણઆવ્યા છે અને આ આંકડા જાહેર કરવાના મોડેલ પર સવાલ ઉઠાવ્યા છે.

બીજી તરફ રાહુલ ગાંધીએ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને જાહેર કરેલા આંકડાને આગળ ધરીને કહ્યુ હતુ કે, વિજ્ઞાન ક્યારેય જુઠ્ઠુ નથી બોલતુ, મોદી જુઠ્ઠુ બોલે છે અને સાથે સાથે રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે, કોરોનાના કારણે પોતાના સ્વજનને ગુમાવનારા દુખી લોકોને સરકાર સન્માન આપે તેમજ તેમને ચાર લાખ રુપિયાની સહાય ચુકવે.

હવે ભાજપ પ્રવકતા સંબિત પાત્રાએ રાહુલ ગાંધીના નિવેદનને વખોડતા કહ્યુ છે કે, રાહુલ ગાંધી સમયાંતરે ભારતને નીચુ દેખાડવાની કોશિશ કરતા રહ્યા છે.

હું રાહુલ ગાંધીને અપીલ કરુ છું કે ભગવાનના માટે આ પ્રકારની હરકત ના કરો. તેમણે કહ્યુ હતુ કે, આખી દુનિયા માને છે કે, ભારતે પીએમ મોદીના નેતૃત્વમાં કોરોના સામે જે લડાઈ લડી તેનો જાેટો જડે તેમ નથી.આ સંજાેગોમાં મોતના આંકડા પર રાજકીય રોટલા શેકવા જાેઈએ નહીં.

પાત્રાએ કહ્યુ હતુ કે, ચાર બાબતો એવી છે કે જેના આધારે કહી શકાય કે વર્લ્‌ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને જાહેર કરેલા આંકડા ખોટા છે. એક તો તેમણે જે ફોર્મ્યુલા અપનાવી છે તે ખોટી છે, બીજુ કે સંસ્થા પોતે માને છે કે, જે સોર્સથી આંકડા મળ્યા છે તે વેરિફાઈડ નથી.

ત્રીજી બાબત એ છે કે કયા માપદંડના આધારે ભારતને ટિયર ટુ દેશમાં રાખવામાં આવ્યો છે તે પણ ખબર નથી અને બીજુ કે ડેટાનુ એનાલિસિસ કાલ્પનિક રીતે કરવામાં આવ્યુ છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.