Western Times News

Gujarati News

પાકિસ્તાનની જેલમાં ભારતના ૬૦૦ કરતા વધારે માછીમારો

પ્રતિકાત્મક

માછીમારોના જીવનને આવરી લેતી ‘ક્યા પાની મેં સરહદ હોતી હેૈ?’ ડોક્યુમેન્ટરીનું AMA ખાતે સ્ક્રીનિંગ યોજાયું

દિવસમાં જમવામાં માત્ર પાંચ રોટલી, મોદી વડાપ્રધાન બન્યા પછી માછીમારોની મુક્તિ થઈ

(પ્રતિનિધિ)અમદાવાદ, ‘ક્યા પાનીમે સરહદ હોતી હૈ’ સમુદ્રમાં માછીમારીનો વ્યવસાય કરતા માછીમારોના જીવન પર બનાવેલી ‘ડોક્યુમેન્ટરી ફિલ્મ’ નું સ્ક્રીનિંગ એ.એમ.એ. ખાતે તાજેતર માં રાખવામાં આવ્યુ હતુ.

ખાસ કરીને ફીશીંગ માટે જતા માછીમારો જ્યારે ગફલતથી પાકિસ્તાન-સમુદ્રની ટેરેટરીમાં પહોંચી જાય છે અને પાકિસ્તાની મરીન સિક્યુરીટી તેમને ઝડપીને કરાંચીની જેલમાં નાંખી દે છે ત્યારે માછીમારો અને તેેમના કુટુંબ પર જે વીતે છે એનુ સુંદર-હૃદયદ્રાવક નિરૂપણ ફિલ્મમાં કરવામાં આવ્યુ છે.

માછીમારોને જેલમાંથી છોડાવવામાં થતો વિલંબ અને તેમના કુંટુંબીજનોની મનોદશા વ્યથા માનવીની ચેતનાને ઝંઝેડી દે છે. માંગરોળની ફીશીંગ કોમ્યુનિટીના વેલજીભાઈ મસાની તથા જર્નાલીસ્ટ જતીન દેસાઈની ઉપસ્થિતિમાં યોજાયેલા સ્ક્રીનિંગ દરમ્યાન એએમ એ પીઆર કમિટિ અને એઅમેએ ખાતેના ફિલ્મ પ્રોડકશન એન્ડ મેનેજમેન્ટ કોર્સના ડાયરેક્ટર માલતીબેન મહેતા પણ ઉપસ્થિત રહ્યા હતા.

સ્ક્રીનિંગ પછી વિવિધ પ્રશ્નોના ઉત્તરમાં જતીન દેસાઈ તથા વેલજીભાઈ મસાનીએ જણાવ્યુ હતુ કે પાકિસ્તાનની જેલમાં ભારતના ૬૦૦ કરતા વધારે માછીમારો છે. તથા ૧૦ર૧ જેટલી ફીશીંગ બોટ છે. જ્યારે ભારતના કબજામાં પાકિસ્તાન ની માત્ર ર૧૯ બોટ છે.ભારતીય માછીમારો માછલી પકડવા માટે ભૂલથી પકિસ્તાનની સમુદ્રી ટેરેટરીમાં પહોંચી જાય છે.

અહીંયા માછલીઓનુૃ પ્રમાણ વધારે જાેવા મળે છે. ભારતમાં માછલીઓનું પ્રમાણ ઓછુ હોય છે. ખાસ તો માછીમાર ઝડપાય પછી તેના કુંટુબને જીવનિર્વાહ કરવો મુશ્કેલ થઈ પડે છે. ગુજરાત સરકાર રોજના રૂા.૩૦૦ લેખે મદદ કરે છે. પણ કેન્દ્ર સરકાર કશુૃ આપતી જ નથી. પાકિસ્તાનની જેલમાં પકડાયેલા માછીમારોની હાલત ખુબ જ ખરાબ હોય છે.

તેમને સમગ્ર દિવસ દરમ્યાન નાસ્તા- જમવા સાથેે માત્ર પાંચ રોટલી જ આપવામાં આવે છે. તથા સારવાર પણ યોગ્ય રીતે કરાતી નથી.

ભારતના માછીમારો પાકિસ્તાન ની જેલમાં છેલ્લા ચાર વર્ષ કરતા વધારે સમયથી બંધ છે. તેમને છોેડાવવાના પ્રયાસો જાેઈએ તેટલા થતાં નથી. આમાં રાજકીય ઈચ્છા શક્તિનો કેટલેક અંશે અભાવ જાેવા મળે છે.સાઉથમાં જે રીતે માછીમારો ને છોડાવવા પ્રયાસ થાય છે એ પ્રકારના પ્રયાસો ગુજરાતમાં થવા જાેઈએ.

ઘણી વખત તો જેલમાં મૃત્યુ પામેલા માછીમારના પાર્થિવ દેહને લાવવામાં પણ મહિના જેટલો સમય વીતી જાય છે આવા કિસ્સા પણ બનેલા છે. જાે કે વડાપ્રધાન પદે નરેન્દ્ર મોદી સત્તારૂઢ થયા પછી મોટી સંખ્યામાં માછીમારોને છોડાવવામાં સફળતા મળી છે. બીજી તરફ જે માછીમારો પકડાય છે તેમની નેશનાલીટી વેરિફાયની કોઈ પ્રોસીજર જ નથી.

ખરેખર તો ચોક્કસ સમય મર્યાદામાં તેની ઓળખ કરવાની જગ્યાએ બેથી ત્રણ વર્ષ જેટલો સમય વીતી જતો જાેવા મળે છે. ભારત સરકાર માછીમારો માટે કામ કરી રહી છે, પરંતુ વધુ અસરકારક કામગીરી કરવાની જરૂર છે. ‘ક્યા પાની મે સરહદ હોતી હૈ ડોક્યુમેન્ટરીના સ્ક્રીનીંગ પ્રસંગે જાણીતા પત્રકાર જતીન દેસાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.