Western Times News

Gujarati News

શાર્ક ટેંક ઈન્ડિયાથી કોઈ જજે નથી બનાવ્યા પૈસા.

અશનીર ગ્રોવરનો દાવો.

ગ્રોવરે જણાવ્યું હતું કે, શાર્ક ટેંક ઈન્ડિયામાં તેમની પાસેથી ૧૦ કરોડનો ખર્ચ કરવાનું કમિટમેન્ટ લેવામાં આવ્યું હતું 
મુંબઈ,
અશનીર ગ્રોવર, જેઓ શાર્ક ટેંક ઈન્ડિયાની પહેલી સીઝનમાં જાેવા મળ્યા હતા તેમણે હાલમાં એક ઈવેન્ટમાં તેમના કો-જજ અનુપમા મિત્તલ, વિનીતા સિંહ તેમજ અન્ય વિશે વાત કરી હતી. એક યુનિવર્સિટીમાં લેક્ચર આપતી વખતે તેમણે વિનીતા સિંહ IIM તેમના હોટ જુનિયરમાંથી એક હોવાનો ખુલાસો કર્યો હતો, સાથે જ તેઓ ક્યારેક ફ્લર્ટ કરી લેતા હતા, તેમ જણાવ્યું હતું. અશનીરે કહ્યું હતું કે, હું અનુપમ મિત્તલને પહેલાથી જ જાણતો હતો. મેં એકવાર તેમની સામે પિચ આપી હતી. તેમણે મને રિપ્લાય આપવામાં એક મહિનાનો સમય લીધો હતો.

ત્યાં સુધીમાં મેં કોઈ અન્ય પાસેથી રોકાણ સ્વીકારી લીધું હતું અને તેમને ના પાડવી પડી હતી’. તેમણે ઉમેર્યું હતું કે,IIM વીનિતા મારી જુનિયર હતી. અમે ક્યારેક વાતચીત કરી નહોતી પરંતુ એકબીજા સામે જાેઈને ફ્લર્ટ કરી લેતા હતા. તે હોટ જુનિયર્સમાંથી એક હતી. અમન ગુપ્તા સારો વ્યક્તિ છે. શો માટે અમારું ‘ઓડિશન’ સાથે જ થયું હતું. પીયૂષ લેન્સકાર્ટમાંથી છે બધા જાણે છે અને નમિતાને હું પહેલીવાર શોમાં મળ્યો હતો. અશનીર ગ્રોવરે તેવો ખુલાસો પણ કર્યો હતો કે, ચાલી રહેલા અટકળો જેટલી કમાણી તેમનામાંથી કોઈએ પણ કરી નથી.

તેમણે કહ્યું હતું કે, રિપોર્ટ્‌સમાં તેમને એક એપિસોડની ૧૦ લાખ રૂપિયા ફી આપવામાં આવી હોવાનું કહેવામાં આવ્યું હતું. પરંતુ જાે તેમને માત્ર ૫ લાખ રૂપિયા મળ્યા હોત તો પણ ખુશ થાત. જાે કે, તેવું થયું નહીં. અશનીર ગ્રોવરે જણાવ્યું હતું કે, શાર્ક ટેંક ઈન્ડિયામાં તેમની પાસેથી ૧૦ કરોડ રૂપિયાનો ખર્ચ કરવાનું કમિટમેન્ટ લેવામાં આવ્યું હતું અને તમામ સંમત થયા હતા. તેમનું તેમ પણ કહેવું હતું કે, તેઓ કલાકો સુધી કામ કરતાં હતા. ‘શોનો કોન્સેપ્ટ સિમ્પલ હતો. તેમને લાગ્યું કે અમારી પાસે પૈસા છે અને અમારા તમામના હાઈ વેલ્યૂ સ્ટાર્ટ અપ્સ છે.

અમે શોમાં કંઈક રોકાણ કરી શકીએ છીએ’. અશનીર ગ્રોવર સાથે શોમાં અમન ગુપ્તા, પીયૂષ બંસલ, વીનિતા સિંહ, નમિતા થાપર, ગઝલ અલઘ અને અનુપમ મિત્તલ પણ હતા. શોમાં જજ દ્વારા બોલવામાં આવેલી વન-લાઈનર દર્શકોમાં પોપ્યુલર થઈ હતી. જેના પરથી સોશિયલ મીડિયા પર મીમ્સ પણ બન્યા હતા. રણવિજય સિન્હાએ શો હોસ્ટ કર્યો હતો.sss


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.