Western Times News

Gujarati News

અધીરાના મોત બાદ ફિલ્મ કેજીએફ-૩માં થશે નવા વિલનની એન્ટ્રી

સંજય દત્ત નહીં રાણા દગ્ગુબાતી ભજવશે પાત્ર

કન્નડ, તમિલ, તેલુગુ, હિંદી અને મલયાલમ ભાષામાં રિલીઝ થયેલી KGF ૨એ ૧ હજાર કરોડની કમાણી કરી
મુંબઈ, KGF ફ્રેન્ચાઇઝીના પહેલા બે ભાગની સફળતાએ પહેલાથી જ KGF :ચેપ્ટર ૩ અંગે ઉત્સુકતા ઉભી કરી છે. અફવાઓ પ્રમાણે, ફિલ્મમાં નેગેટિવ રોલ માટે સાઉથ એક્ટર રાણા દગ્ગુબાતીનો સંપર્ક કરવામાં આવ્યો છે. રિપોર્ટ્‌સ પ્રમાણે, ‘KGF:  ચેપ્ટર ૨માં અધીરાનું મોત થયું હતું. ત્રીજા ભાગમાં મજબૂત વિલનનું પાત્ર ભજવવા માટે રાણા દગ્ગુબાતીનો સંપર્ક કરવામાં આવશે’. રાણાએ હાલમાં તેના ટિ્‌વટર હેન્ડલ પર KGF ચેપ્ટર ૨’ના વખાણ કર્યા હતા. તેની ટ્‌વીટે તેવી અટકળોને વેગ આપ્યો હતો કે, તે અને પ્રશાંત નીલ બંને હૈદરાબાદમાં ટૂંક સમયમાં મુલાકાત કરે તેવી શક્યતા છે.

આ અંગે એક્ટર, ડિરેક્ટર કે પછી પ્રોડક્શન હાઉસ તરફથી કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી. પ્રશાંત નીલ તેમની ફિલ્મ ‘સલાર’નું શૂટિંગ પતાવ્યા બાદ KGF ચેપ્ટર ૩’ હાથમાં લે તેવી શક્યતા છે. KGF ચેપ્ટર ૨’નું વર્લ્‌ડવાઈડ બોક્સ ઓફિસ કલેક્શન ૧ હજાર કરોડને પાર પહોંચી ગયું છે. ફિલ્મ જે ૧૪મી એપ્રિલે કન્નડ, તમિલ, તેલુગુ, હિંદી અને મલયાલમ એમ પાંચ ભાષામાં રિલીઝ થઈ હતી તેને બોક્સ ઓફિસ પર હજી પણ સફળતા મળી રહી છે. ફિલ્મમાં એક્ટર યશ રોકીભાઈના પાત્રમાં છે, જ્યારે વિલન ‘અધીરા’નો રોલ સંજય દત્તે કર્યો છે જ્યારે રવીના ટંડન વડાપ્રધાન ‘રામિકા સેન’ની ભૂમિકામાં છે.

તો શ્રીનિધિ શેટ્ટીએ રોકીભાઈની પ્રેમિકાનું પાત્ર ભજવ્યું છે. અગાઉ KGF ચેપ્ટર ૩’ વિશે વાતચીત કરતાં એક્ટર યશે જણાવ્યું હતું કે, ‘મેં અને પ્રશાંતે પહેલાથી જ ઘણા સીન વિશે વિચાર્યું છે. ઘણી એવી બાબતો છે જે અમે ચેપ્ટર ૨માં નથી કરી શક્યા. તેથી અમને જાણ છે કે ઘણી શક્યતાઓ છે, તેમા ઘણા ધમાકેદાર સીન હશે. આ માત્ર આઈડિયા છે. જણાવી દઈએ કે, KGF ચેપ્ટર ૨’ વર્ષ ૨૦૧૮માં રિલીઝ થઈ હતી. જે બાદ ત્રણ વર્ષ સુધી ફેન્સે રાહ જાેયા બાદ એપ્રિલમાં ત્રીજાે ભાગ રિલીઝ થયો હતો. ફિલ્મ એ રોકીની કહાણી છે, જેનો જન્મ અત્યંત ગરીબ ઘરમાં થાય છે અને મોટો થઈને તે ગેંગસ્ટર બને છે.

એક્ટર યશની વાત કરીએ તો, ફિલ્મ KGFના કારણે તેને જબરદસ્ત નામના મળી છે. કન્નડ ટીવી શોથી કરિયરની શરૂઆત કરનારા એક્ટરને આજે નાના બાળકો પણ ઓળખે છે. યશે તેની કો-એક્ટ્રેસ રાધિકા પંડિત સાથે લગ્ન કર્યા છે. તે દીકરી આયરા અને દીકરા અથર્વ એમ બે બાળકોનો પિતા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.