Western Times News

Gujarati News

કચ્છમાં અનોખો હિંદુ મુસ્લિમ એકતા દર્શાવતો મેળો

કોમી એકતાનું પ્રતિક રૂપે ભાઈચારાનો ભેરપો ઉજવણી રૂપે આશાપુરા મંદિરે માનવતા ના મેળાઓ યોજાયો હતો

કચ્છના મેળામાં હિંદુ-મુસ્લિમ સાથે બેસીને ભોજન કરે છે

કચ્છ,૪૫૦ વર્ષ પ્રાચીન મંદિર આશાપુરા માતાજી મંદિરનો ૨૪મો પાટોત્સવ ઉજવાયો હતો. અબડાસાના રાતા તળાવ ગામે કોમી એકતાનું પ્રતિક રૂપે ભાઈચારાનો ભેરપો (સહિયારી) ઉજવણી કચ્છી રમત બખમલખડો કુસ્તી રમાડવામાં આવે છે. કચ્છ એક અલગ વિશિષ્ઠ સંસ્કૃતિ ધરાવતો પ્રદેશ છે તેની કોમીએકતા દેશ ભર માં અજાેડ છે. ભાઈચારાની ભાવના બળવતર કરવા અહીં લોકમેળાઓનો પણ ત્રોટો નથી. કોમી એકતાનું પ્રતિક રૂપે ભાઈચારાનો ભેરપો (સહિયારી) ઉજવણી રૂપે આશાપુરા મંદિરે માનવતા ના મેળાઓ યોજાયો હતો.

વહેલી સવારે પૂજા આરતી હોમ હવન ધજા આરોહણ વગેરે ધાર્મિક ક્રિયાકાંડ બાદ મહાપ્રસાદનું આયોજન દરેક હિન્દૂ- મુસ્લિમો સાથે લેતા હોય છે. જેનુ રાતા તળાવ શ્રી કચ્છી ભાનુશાળી ઓધવરામ સત્સંગ મંડલ તેમજ સંતશ્રી વાલરામજી મહારાજ પાંજરાપોળ દ્વારા આ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. તો માનવતાના આ મેળાની ભાગરૂપે બપોર પછીના સેસન્સમાં મલકુસ્તી જેમાં બે જણા વચે કુસ્તી થાય છે. જેમાં ભાઈચારાની ભાવના બળવતર રહેએ ભાવના મહત્વની છે.

ભાનુશાલી દેશ મહાજન પ્રમુખના હસ્તે મેળો કાર્યક્રમનું દીપ પ્રાગટય ખુલ્લો મુકાયો હતો. ફક્ત બળ જ નહી પણ બુદ્ધિ કૌશલ્ય વધારતી અને સામેવાળાને કઈ રીતે મ્હાત કરી શકાય છે. જેમાં યુવાન પ્રથમ આવે તેને ૧૦હજારનું ઇનામ તેમજ લોકો તરફ થી ખાસ અભિવાદન કરાય છે તો અન્ય ૭૫૦૦, ૫૦૦૦,૪૧૦૦, ૩૧૦૦ અને ૨૫૦૦ ઇનામ અપાય છે. લોકોને મનોરંજનની સાથે શરીર કૌશલ્યની સાથે યુવાનોને ભાગ લેવા ઈંજન કર્યું છે. તો ઉઉહ્લ જ્યારે લોકો ટીવી પર જાેતા હોય છે ત્યારે કચ્છી રમત એવી આ રમત ભાઈચારાને મહત્વ આપે છે.

કચ્છ બહાર વસતા કચ્છી ઓ માદરે વતનમાં આવતી નવી પેઢી પણ રોમાંચિત થાય છે. મુંબઇથી આવેલ મહિલાઓએ પણ આ રમત દર્શક તરીકે હાજર રહીને ખેલાડીઓને પ્રોત્સાહી કર્યા હતા. આ વ્યવસ્થા ભાડનાર અને આગેવાન બાપુના હુલામણા નામથી જાણીતા સેવાભાવી મનજી બાપુએ વાત કરતા જણાવ્યું હતું કે, કોમી એકતા અને કચ્છની સંસ્કૃતિની જાળવણી, કોમી એકતા માટેની વાત કરી હતી. તો વર્ષોથી આ આયોજનને સુપેરે પાર પાડવા માટે દરેક સમાજનો જન બચ્ચો તત્પર હોય છે. આમ આ અનોખી છાપ છોડતો આ લોક મેળો એ કચ્છની તાસીર છતી કરે છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.