Western Times News

Gujarati News

નેત્રંગની સગીરાનું અપરહણ કરનાર દિલ્હીથી ઝડપાયો

(પ્રતિનિધિ) ભરૂચ, નેત્રંગની સગીરાને લગ્નની લાલચ આપી સગીરાને મુંબઈ અને દિલ્હી લઈ જઈ અપરહણ કરનાર ઈસમ દિલ્લીથી ઝડપાતા જેલ ભેગો કરી દેવામાં આવ્યો હતો.

પ્રાપ્ત માહિતી મુજબ નેત્રંગના જીનબજાર વિસ્તારમાં રહેતા એક પરીવારની સગીરાને પ્રદિપ રામમિલન પાંડેએ (રહે.કલ્યાણપુરી દિલ્લી) લગ્નની લાલચ આપી પટાવી – ફોસલાવીને અપહરણ કરી ફરાર થઈ ગયો હતો.બનાવની જાણ સગીરાના માતા – પિતાને થતાં નેત્રંગ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ કરતાં મામલો ગરમાયો હતો.

નેત્રંગ પોલીસ સ્ટેશનના પીએસઆઈ એન.જી.પાંચાણી અને સીપીઆઈ બી.એમ રાઠવાએ હ્યુમન ઈન્ટેલીજન અને ટેકનીકલ સર્વેલન્સના આધારે તપાસ કરતા નેત્રંગથી સગીરાનું અપહરણ કરીને મુંબઈ અને દિલ્હીમાં અલગ – અલગ સ્થળે નાસતો ફરતો હતો.

જેમાં દિલ્હીના ભજનપુરા વિસ્તારમાં સગીરા અને તેનું અપહરણ કરનાર ઈસમ કોઈક જગ્યાએ રહે છે તેવું જાણવા મળ્યું હતું.નેત્રંગ પોલીસની એક ટીમ તાત્કાલીક રાતોરાત દિલ્હી રવાના થઈ હતી.

ત્યાંથી બાતમી આધારે સગીરા અને અપહરણ કરનાર ઈસમ રંગે હાથે પકડાતા દિલ્હીથી નેત્રંગ પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા.પોલીસ તંત્રે અપહરણ કરનાર ઈસમ વિરૂધ્ધ ગુનો નોંધી જેલભેગો કરી દેવામાં આવ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.