Western Times News

Gujarati News

ઘોંઘાટની ફરિયાદ બાદ પાર્ટીમાં પહોંચેલા પોલીસ અધિકારીઓ ડાન્સ ફ્લોર પર ચઢી ગયા

સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ

રાત્રિ દરમિયાન, મોટેથી ગીત પર ડાન્સ ચાલી રહ્યો હતો ત્યારે સેન જાેક્વિન કાઉન્ટી પોલીસ ઑફિસમાં ફરિયાદ કરાઈ હતી

નવી દિલ્હી,મંદીવર તૂર અને રમણના લગ્ન પહેલા વરરાજાના ઘરે પ્રી-વેડિંગ સેરેમનીમાં મજા આવી રહી હતી. ટ્રેસીમાં મંદીવરની માસીના ઘરે સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. તેના મિત્રો અને સંબંધીઓ તેને ધામધૂમથી ઉજવી રહ્યા હતા. રાત્રિ દરમિયાન, મોટેથી ગીત પર ડાન્સ ચાલી રહ્યો હતો ત્યારે કોઈએ સેન જાેક્વિન કાઉન્ટી પોલીસ ઑફિસમાં ફરિયાદ કરી દીધી. અલબત્ત, પોલીસને જાેઈને પરિવારના સભ્યો થોડા ગભરાઈ ગયા હતા, પરંતુ તે પછી તેઓએ જે કર્યું તેનાથી બધા ચોંકી ગયા.

ઘોંઘાટની ફરિયાદ બાદ પાર્ટીમાં પહોંચેલા બે જાેક્વિન કાઉન્ટી પોલીસ અધિકારીઓ પણ ડાન્સ ફ્લોર પર ચઢી ગયા અને પંજાબી ગીતો પર ડાન્સ કર્યો. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. લોકો કહે છે કે પંજાબીઓની જેમ પાર્ટી કરો, નહીં તો ના કરો. પરિવારના સભ્ય મનપ્રીત તૂરે સ્થાનિક ન્યૂઝ ચેનલને જણાવ્યું, “અમે ગાયું, ડાન્સ કર્યો, અમે ખૂબ જ ઉત્સાહિત હતા અને ખૂબ મજા કરી. સંગીત ખરેખર લાઉડ હતું કારણ કે તે આઉટડોર પાર્ટી હતી. મનપ્રીતે વધુમાં કહ્યું, ‘કોઈએ અવાજની ફરિયાદ કરી હતી.

https://www.instagram.com/reel/CcWT9kXl28c/?utm_source=ig_web_copy_link

બે પોલીસવાળા આવ્યા હતા. અમે તેમની સાથે વાત કરી, તે સુપર કૂલ, સુપર ચિલ હતા. અમારી પાર્ટીને બંધ કરાવવાના બદલે, તેઓ બંને અન્ય પરિવારના સભ્યો સાથે ડાન્સ ફ્લોર પર ઉતરી ગયા. અમે તેમને ડાન્સ કરવાનું કહ્યું, પછી મેં તેમને મૂવ્સ પણ શીખવી. બંને પોલીસકર્મીઓએ સ્ટેપ્સને કોપી પણ કર્યા, પછી પોતપોતાની સ્ટાઇલમાં ડાન્સ કરવાનું શરૂ કર્યું. તેઓ મજાના મૂડમાં હતા.” ઈવેન્ટના ફોટોગ્રાફર કાંડા પ્રોડક્શને તેના ઈન્સ્ટાગ્રામ પેજ પર વીડિયો શેર કર્યો હતો. એક ટિ્‌વટમાં, સેન જાેક્વિન કાઉન્ટી શેરિફ ઓફિસે સમારોહના યજમાનોનો તેમની દયા અને આતિથ્ય માટે આભાર માન્યો. આ ટ્‌વીટ ૧૫ એપ્રિલનું છે, એટલે કે ઘટના પણ ગયા મહિનાની છે, જેનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.sss


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.